- National
- વધુ એક પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું, આંખમાં મરચું નાખ્યું અને...
વધુ એક પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું, આંખમાં મરચું નાખ્યું અને...

કર્ણાટકમાં એક મહિલાએ તેના પ્રેમીની મદદથી તેના પતિની હત્યા કરી. મહિલા પર આરોપ છે કે તેણે પહેલા તેના પતિની આંખોમાં મરચાંનો પાવડર નાખ્યો, પછી તેને લાકડીથી ખુબ માર માર્યો હતો. આ ક્રૂરતા અહીં જ અટકી નહીં. તેણે તેના પતિના ગળા પર પગ મૂકીને તેની હત્યા કરી હતી. એટલું જ નહીં, હત્યા કર્યા પછી તેના મૃતદેહને લગભગ 30 કિલોમીટર દૂર એક કૂવાની અંદર ફેંકી દેવામાં આવ્યો.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ આખો મામલો કર્ણાટકના તુમકુરુ જિલ્લાનો છે. આરોપી મહિલાની ઓળખ સુમંગલા તરીકે થઈ છે. તેના પર 24 જૂને તેના 50 વર્ષીય પતિ શંકરમૂર્તિની હત્યા કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. મળતા અહેવાલ મુજબ, સુમંગલા જિલ્લાની કલ્પતરુ કોલેજ ગર્લ્સ હોસ્ટેલમાં રસોઈયા તરીકે કામ કરતી હતી. પોલીસે જણાવ્યું કે સુમંગલા અને નાગરાજુ પ્રેમ સંબંધમાં હતા. નાગરાજુ નજીકના ગામનો રહેવાસી છે. પોલીસે જણાવ્યું હતું કે, બંનેએ મળીને શંકરમૂર્તિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું કારણ કે, તેણે સુમંગલા અને નાગરાજુ વચ્ચેના ગેરકાયદેસર સંબંધો સામે વાંધો ઉઠાવ્યો હતો. શંકરમૂર્તિની હત્યા કર્યા પછી, બંનેએ તેના મૃતદેહને એક કોથળામાં ભરીને લગભગ 30 Km દૂર લઈ ગયા અને બગીચાના એક કૂવામાં ફેંકી દીધો હતો.

હત્યા કર્યા પછી, શંકરમૂર્તિના ગુમ થયાનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારપછી આ કેસ પ્રકાશમાં આવ્યો હતો. નોનવિનાકેરે વિસ્તારની પોલીસે શરૂઆતમાં ગુમ થયાની ફરિયાદ નોંધી હતી. અને પછી તપાસ શરૂ કરી હતી. પોલીસે શંકરમૂર્તિના ઘરની તપાસ કરી. આ દરમિયાન, તેમને મરચાના પાવડરના ડાઘ અને પલંગ પર સંઘર્ષના નિશાન મળ્યા. પોલીસને પત્ની સુમંગલા પર શંકા ગઈ હતી. જ્યારે તેના કોલ ડિટેલ રેકોર્ડની તપાસ કરવામાં આવી, ત્યારે આ ભયાનક કાવતરું ખુલ્યું હતું.

પોલીસે તેની સંડોવણીની પુષ્ટિ કરી અને કહ્યું કે, આ હત્યા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે, સુમંગલાને લાગ્યું કે તેનો પતિ તેમના સંબંધો વચ્ચે આવી રહ્યો છે. હાલમાં, પોલીસે કેસ નોંધ્યો છે અને આ મામલાની તપાસ કરી રહી છે.
Related Posts
Top News
સુરતની પરિણીત મહિલાને ફસાવનાર બોટાદનો ભુવો પાંજરે પુરાયો, પહેલીવાર ગુનો નોંધાયો
UPના ફતેહપુરમાં મકબરા પર મંદિર કહીને પૂજા કરવા આવેલા હિન્દુ સંગઠનોએ તેમાં તોડફોડ કરી
‘મારા કાકા ધારાસભ્ય છે’, ટોલ માગવા પર ભાજપના MLAના ભત્રીજાનો હોબાળો, બેરિકેડ્સ ઉઠાવીને ફેંક્યા
Opinion
-copy.jpg)