- National
- ‘મારા કાકા ધારાસભ્ય છે’, ટોલ માગવા પર ભાજપના MLAના ભત્રીજાનો હોબાળો, બેરિકેડ્સ ઉઠાવીને ફેંક્યા
‘મારા કાકા ધારાસભ્ય છે’, ટોલ માગવા પર ભાજપના MLAના ભત્રીજાનો હોબાળો, બેરિકેડ્સ ઉઠાવીને ફેંક્યા
મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના હોટ પીપળીયાના ધારાસભ્ય મનોજ ચૌધરીના ભત્રીજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કાકા ધારાસભ્યનો ભત્રીજો ટોલ ટેક્સને લઈને હોબાળો મચાવતો જોવા મળે છે. ઇન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્યનો ભત્રીજો હાથમાં લાકડી લઈને ટોલ કર્મચારીઓને મારવાની ધમકી આપતો અને ગાળો ભાંડતો જોવા મળે છે. ભાજપના ધારાસભ્ય મનોજ ચૌધરીના ભત્રીજાનો વીડિયો ઇન્ટરનેટ પર સનસની બની ગયો છે. વીડિયોમાં, ધારાસભ્યનો ભત્રીજો નિખિલ ચૌધરી હાથમાં લાકડી લઈને ઊભો છે, જે ટોલ કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપતો જોવા મળે છે. વીડિયોમાં આરોપી ટોલ કર્મચારીઓ સાથે ગાળા-ગાળી કરતો સાંભળી શકાય છે.
વીડિયોમાં ગાળા-ગાળી કરનાર વ્યક્તિનું નામ નિખિલ ચૌધરી છે, જે હોટ પીપળીયાના ભાજપના ધારાસભ્ય મનોજ ચૌધરીનો ભત્રીજો છે. ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ માગવામાં આવતા ગુસ્સે થઈને આરોપીએ ટોલ કર્મચારીઓ પર વરસી પડ્યો. ઉલ્લેખનીય છે કે, ભોરાસા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ટોલ પ્લાઝા પર દેવાસથી ભોપાલ જતા સમયે ટેક્સ ચૂકવવો પડે છે.
https://twitter.com/Anurag_Dwary/status/1954742733597278456
રિપોર્ટ મુજબ, ટોલ કર્મચારીઓએ ટોલ ટેક્સ માગ્યો તો ધારાસભ્યના ભત્રીજા નિખિલ ચૌધરી ગુસ્સે થઈ ગયો અને કારમાંથી દંડો કાઢીને ટોલ કર્મચારીઓ તરફ દોડયો અને તેમને ગાળો આપવા લાગ્યા. ભત્રીજો બૂમો પાડી રહ્યો હતો કે 'બધા વાહનો ધારાસભ્યના નામે બધી ગાડીઓ નીકળશે અને ટોલ કર્મચારીઓને અભદ્ર ગાળો આપવા લાગ્યો.
ભરોસા ટોલ પ્લાઝા પર હોબાળો કરી રહેલા ભાજપના ધારાસભ્યના ભત્રીજા નિખિલ ચૌધરી, વાયરલ વીડિયોમાં ટોલ કર્મચારીઓને લાકડી વડે ધમકી આપતો અને ગાળો આપતા સાંભળી શકાય છે. ટોલ કર્મચારીએ તેમની પાસેથી ટોલ ટેક્સમાંગ્યો હોવાથી ધારાસભ્યના ભત્રીજાને ગુસ્સો આવ્યો.
કહેવામાં આવે છે કે હાથમાં લાકડી લઈને ધારાસભ્યનો ભત્રીજો ટોલ ટેક્સ માગનારા કર્મચારીને મારવા દોડ્યો હતો. ધારાસભ્યના ભત્રીજાએ પૈસા માગનારા ટોલ કર્મચારીને મારવા માટે ટોલ પ્લાઝા પર લગભગ એક કલાક સુધી હોબાળો મચાવ્યો. આ દરમિયાન, આરોપી ટોલ પ્લાઝા પાસે રાખેલો સામાન ઉઠાવીને ફેંકતો પણ જોવા મળ્યો.

