- National
- છૂટાછેડા બાદ પત્નીને આપવો પડશે 4 કરોડનો ફ્લેટ, સુપ્રીમ કોર્ટે આપ્યો નિર્દેશ
છૂટાછેડા બાદ પત્નીને આપવો પડશે 4 કરોડનો ફ્લેટ, સુપ્રીમ કોર્ટે આપ્યો નિર્દેશ
સુપ્રીમ કોર્ટે મંગળવારે એક દંપતીની છૂટાછેડાની અરજી મંજૂર કરી લીધી અને સાથે જ પુરુષને નિર્દેશ આપ્યો કે તે અલગ રહેતી પત્નીને મુંબઈ સ્થિત તેનો 4 કરોડ રૂપિયાનો ફ્લેટ સોંપી દે. મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ, ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રન અને ન્યાયાધીશ એન.વી. અંજારિયાની પીઠે ભારતીય દંડ સંહિતાની કલમ 498-A (મહિલા સાથે ક્રૂરતા), 406 (ગુનાહિત વિશ્વાસઘાત) અને કલમ 34 હેઠળ પુરુષ સામે શરૂ કરાયેલી ફોજદારી કાર્યવાહીને પણ રદ કરી દીધી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, છેલ્લા 8 વર્ષથી બંને પક્ષો વચ્ચે કટુ સંબંધો રહ્યા છે અને ઘણી કાયદાકીયકાર્યવાહી પેન્ડિંગ છે, જેનથી સ્પષ્ટપ સંકેત મળે છે કે તેમના લગ્ન પૂરી રીતે તૂટી ચૂક્યા છે.’ પીઠે કહ્યું કે, ‘અમે બંધારણની કલમ 142 હેઠળ દાખલ અરજીને પણ સ્વીકારીએ છીએ, જેમાં અરજીકર્તા અને બીજા પ્રતિવાદી વચ્ચે લગ્નને સમાપ્ત કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ અરજી બંને પક્ષોના શ્રેષ્ઠ હિતમાં અને પૂર્ણ ન્યાય માટે છે, કારણ કે એવું જાણવા મળ્યું છે કે વૈવાહિક સંબંધ પૂરી રીતે તૂટી ચૂક્યા છે’
કોર્ટે કહ્યું કે, ભરણપોષણ અને દાવો ઉચિત નથી ખાસ કરીને અપીલકર્તાની બેરોજગારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને.. સુપ્રીમ કોર્ટે પૂર્વ બેંકરને 1 સપ્ટેમ્બર, 2025 સુધીમાં એપાર્ટમેન્ટના મેંટેનેન્સ ખર્ચ તરીકે હાઉસિંગ સોસાયટીમાં બાકી રકમ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે લગ્નના પક્ષકારો દ્વારા શરૂ કરાયેલી તમામ સિવિલ અને ફોજદારી કાર્યવાહી બંધ કરી દીધી. પીઠે કહ્યું કે, લગ્ન સાથે સંબંધિત કોઈપણ પાસા પર સંબંધિત પક્ષકારો દ્વારા વધુ કોઈ પણ સિવિલ કે ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં નહીં આવે.

