- Gujarat
- MLA અનંત પટેલે સી.આર. પાટીલને કેમ કહ્યું- લેખિતમાં આપો કે આ પ્રોજેક્ટ કરવાના નથી
MLA અનંત પટેલે સી.આર. પાટીલને કેમ કહ્યું- લેખિતમાં આપો કે આ પ્રોજેક્ટ કરવાના નથી
પાર-તાપી- નર્મદા રિવર લીંક પ્રોજેક્ટને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થગિત કરી દીધો હોવા છતા ફરી એકવાર આ પ્રોજેક્ટ વિશે હંગામો શરૂ થયો છે. કોંગ્રેસના વાસંદાના ધારાસભ્ય અનંત પટેલે 14 ઓગસ્ટના દિવસે ધરમપુરમાં એક રેલી કરવાની જાહેરાત કરી છે. અનંત પટેલને કહેવું છે કે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે લોકસભામાં આ પ્રોજેક્ટનો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) રજૂ કર્યો હતો એટલે ફરી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
જો કે નવસારી એક કાર્યક્રમમાં હાજર રહેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલે કહ્યું કે, લોકસભામાં આવો કોઇ DPR રજૂ કરવામાં આવ્યો નથી. પાટીલે તુષાર ચૌધરીના એક નિવેદનનો જવાબ આપતા કહ્યું કે, તુષાર ચૌધરીને જ્ઞાન હોવું જોઇએ કે આવા પ્રકારના કોઇ પણ DPR લોકસભામા રજૂ કરી શકાતા નથી. કોંગ્રેસ આદિવાસીઓને ભ્રમિત કરી રહી છે. અનંત પટેલે કહ્યું કે, તો લેખિતમાં આપો કે અમે આ પ્રોજેક્ટ કરવાના નથી.

