- National
- જેફરી એપસ્ટિન ફાઇલ્સમાં PM મોદી અંગે વિદેશ મંત્રાલય (MEA)ની સ્પષ્ટ અને કડક પ્રતિક્રિયા
જેફરી એપસ્ટિન ફાઇલ્સમાં PM મોદી અંગે વિદેશ મંત્રાલય (MEA)ની સ્પષ્ટ અને કડક પ્રતિક્રિયા
અમેરિકામાં તાજેતરમાં જાહેર કરાયેલી જેફરી એપસ્ટિનની ફાઇલ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ થતાં રાજકીય વિવાદ ઉભો થયો છે. આ અંગે વિદેશ મંત્રાલય (MEA) એ સ્પષ્ટ અને કડક પ્રતિક્રિયા આપી છે.
MEAના પ્રવક્તા રણધીર જૈસવાલે જણાવ્યું કે “અમે એપસ્ટિન ફાઇલ્સમાંથી કથિત ઈમેઈલના અહેવાલો જોયા છે જેમાં વડાપ્રધાન અને તેમની ઇઝરાયેલ મુલાકાતનો ઉલ્લેખ છે. જુલાઈ 2017માં વડાપ્રધાનની સત્તાવાર ઇઝરાયેલ મુલાકાત હકીકત છે પરંતુ તે ઈમેઈલમાંના બાકીના સંદર્ભો માત્ર એક દોષિત અપરાધીની તુચ્છ કલ્પનાઓ (trashy ruminations) છે જેને પૂરેપૂરી અવગણી નકારી દેવા જોઈએ.”
આ વિવાદની શરૂઆત નવેમ્બર 2025માં અમેરિકન હાઉસ ઓવરસાઈટ કમિટી અને અન્ય સ્ત્રોતો દ્વારા જાહેર કરાયેલા એપસ્ટિનના ઈમેઈલ્સથી થઈ હતી. તેમાં એપસ્ટિને સ્ટીવ બેનનને PM મોદી સાથે મુલાકાતની વાત કરી હતી અને ઇઝરાયેલ મુલાકાતના સંદર્ભમાં કેટલીક ટિપ્પણીઓ કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ આને મુદ્દો બનાવીને સરકાર પાસે સ્પષ્ટતા માંગી હતી.
MEAએ આને રાજકીય ષડયંત્ર તરીકે ગણાવીને કહ્યું છે કે આવા આરોપો નિરાધાર છે અને એક દોષિત વ્યક્તિની કલ્પનાઓ પર આધારિત છે. સરકારી સ્તરે વાત સ્વીકારવામાં આવી નથી. PM મોદીની 2017ની ઇઝરાયેલ મુલાકાત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી થઈ હતી.
આ મામલે વિરોધપક્ષો અને સરકાર સમર્થકો વચ્ચે તીવ્ર ચર્ચાઓ ચાલી રહી છે. જોકે સત્તાવાર રીતે MEAએ આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને દેશની જનતાને આવી અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.

