પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે ભલે પરિણીત હોય, પોતાની પસંદગીના કોઈપણ વ્યક્તિ સાથે રહેવા માટે સ્વતંત્ર છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે વ્યક્તિગત સ્વતંત્રતા અને પોતાનું જીવન પસંદ કરવાનો અધિકાર બંધારણ દ્વારા ગેરંટીકૃત મૂળભૂત અધિકાર છે અને કૌટુંબિક દબાણને કારણે તેને છીનવી નહીં શકાય.

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચમાં હેબિયસ કોર્પ્સ અરજીની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરવામાં આવી છે. સવાઈ માધોપુરના રહેવાસી અરજદાર ધીરજ નાયકે પોતાના વકીલ જિતેન્દ્ર વર્માના માધ્યમથી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સંધ્યા નામની એક મહિલા તેની સાથે રહેવા માંગતી હતી, પરંતુ તેના માતા-પિતા તેને બળજબરીથી પોતાની સાથે રાખી રહ્યા હતા અને તેની સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકી રહ્યા હતા.

madhya pradesh high court
livelaw.in

શુક્રવારે થયેલી સુનાવણી દરમિયાન મહિલાને પોલીસ સુરક્ષા હેઠળ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. કોર્ટમાં આપેલા પોતાના નિવેદનમાં મહિલાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ‘તે પુખ્ત છે અને પોતાની મરજીથી અરજદાર ધીરજ નાયક સાથે રહેવા માંગે છે. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેના માતા-પિતા તેની ઇચ્છા વિરુદ્ધ તેને પોતાના ઘરમાં રાખી રહ્યા હતા અને તેના પર દબાણ કરી રહ્યા હતા.

મહિલાના માતા-પિતા તરફથી દલીલ કરવામાં આવી હતી કે તે પહેલાથી જ પરિણીત છે અને તેણે પોતાના પતિ સાથે રહેવું જોઈએ. પરિવાર અને સમાજની ગરિમાને ધ્યાનમાં રાખીને મહિલાનો નિર્ણય યોગ્ય નથી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જણાવ્યું હતું કે, કાયદાની નજરમાં સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળ એ છે કે મહિલા પુખ્ત છે અને પોતાના નિર્ણયો લેવા સક્ષમ છે.

madhya pradesh high court
legiteye.com

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, લગ્ન સ્ત્રીની વ્યક્તિગત સ્વતંત્રતાને સમાપ્ત કરતા નથી. જો તે પોતાની મરજીથી બીજા પુરુષ સાથે રહેવા માંગે છે, તો તેને રોકી નહીં શકાય. નોંધનીય છે કે 2 ડિસેમ્બરના રોજ થયેલી અગાઉની સુનાવણીમાં હાઇકોર્ટે મહિલાના નિવેદનનું નિવેદન નોંધાવવાનો નિર્દેશ આપ્યો હતો. આના અનુપાલનમાં મહિલાનું નિવેદન પણ ન્યાયિક મેજિસ્ટ્રેટ દ્વારા નોંધવામાં આવ્યું હતું, જેમાં તેણે સતત એમ જ કહ્યું હતું કે તેના માતા-પિતાએ તેને બળજબરીથી પોતાના નિયંત્રણ રાખી છે.

શુક્રવારની સુનાવણી બાદ, હાઇકોર્ટે મહિલાને અરજદાર ધીરજ નાયક સાથે રહેવાની પરવાનગી આપી હતી. કોર્ટે પોલીસને નિર્દેશ આપ્યા કે, તે બંનેને સુરક્ષિત રીતે સવાઈ માધોપુર સુધી પહોંચાડે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને ન બને. આ નિર્ણયને મહિલાઓની સ્વતંત્રતા અને વ્યક્તિગત અધિકારો તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, જે સંદેશ આપે છે કે સામાજિક કે કૌટુંબિક દબાણને ધ્યાનમાં લીધા વિના, પુખ્ત મહિલાની સહમતિ સર્વોપરી છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.