આ રાજ્યની વિધાનસભામાં નમાજ અદા કરવા હવે મુસ્લિમ MLAને બ્રેક નહીં મળે, 90 વર્ષ જૂની પરંપરા તૂટી

આસામ વિધાનસભામાં મુસ્લિમ ધારાસભ્યોને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. અહિયાં શુક્રવારની નમાજ માટે બે કલાકનો વિરામ આપવાની દાયકાઓ જૂની પરંપરા રદ કરવામાં આવી છે.  ચાલુ બજેટ સત્ર દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય ઓગસ્ટમાં ગૃહના છેલ્લા સત્રમાં લેવામાં આવ્યો હતો, પરંતુ આ સત્રથી તેનો અમલ કરવામાં આવ્યો.

આ નિર્ણય પર અસંતોષ વ્યક્ત કરતા AIUDFના ધારાસભ્ય રફીકુલ ઇસ્લામે કહ્યું કે આ સંખ્યાના આધારે લાદવામાં આવેલો નિર્ણય છે. ઇસ્લામે કહ્યું વિધાનસભામાં લગભગ 30 મુસ્લિમ ધારાસભ્યો છે. અમે આ પગલા સામે અમારા મંતવ્યો વ્યક્ત કર્યા હતા. પરંતુ તેમની પાસે (ભાજપ) સંખ્યાબંળ છે અને તેઓ તેના આધારે તેઓ આને અમારા પર લાદી રહ્યા છે.વિપક્ષના નેતા દેવબ્રત સૈકિયાએ કહ્યું કે મુસ્લિમ ધારાસભ્યો માટે નજીકના વિસ્તારમાં શુક્રવારની નમાજ અદા કરવાની જોગવાઈ કરી શકાય છે.

assam-assembly

કોંગ્રેસ નેતાએ કહ્યું આજે મારા પક્ષના ઘણા સાથીદારો અને AIUDF ધારાસભ્યો નમાઝ પઢવા ગયા ત્યારે મહત્ત્વપૂર્ણ ચર્ચા ચૂકી ગયા. શુક્રવારે જ ખાસ પ્રાર્થના કરવી ફરજિયાત હોય છે. મને લાગે છે કે નજીકમાં તેના માટે કેટલીક જોગવાઈ કરવામાં આવી શકે છે.

લગભગ 90 વર્ષ જૂની આ પરંપરાને બંધ કરવાનો નિર્ણય ગયા વર્ષે ઓગસ્ટમાં વિધાનસભા અધ્યક્ષની અધ્યક્ષતાવાળી ગૃહ નિયમ સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો.

 assam-assembly2

તમને જણાવી દઈએ કે વર્ષોથી આસામ વિધાનસભામાં જુમ્માની નમાજ અદા કરવા માટે મુસ્લિમ ધારાસભ્યોને 2 કલાકનો બ્રેક આપવામાં આવતો હતો. આ દરમિયાન સદનની કાર્યવાહી રોકી દેવામાં આવતી હતી. આ અંગે સ્પીકરે સંવિધાનની ધર્મનિરપેક્ષ પ્રકૃતિનો હવાલો આપીને પ્રસ્તાવ આપ્યો હતો કે, આસામ વિધાનસભાને અન્ય દિવસોની જેમ શુક્રવારે પણ પોતાનું કામ ચાલુ રાખવું જોઈએ. આ પ્રસ્તાવને સમિતિ સામે મૂકવામાં આવ્યો હતો અને તેને સર્વસમ્મતિથી પાસ કરી દેવામાં આવ્યો હતો.

About The Author

Top News

ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં  80 ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે....
Education 
ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું છેલ્લાં 11 મહિનાથી ગુંચવાયેલું છે. આ વખતે ભાજપે ચૂંટણી કરીને રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી...
National 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ બિઝનેસ ટુડેના એક કાર્યક્રમમાં રોકાણકારોને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, કેટલાંક ગ્લોબલ...
Business 
સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.