અઘોરી સ્નાન, આંખોમાં લીંબુનો રસ અને 40 દિવસ સુધી... એક મહિલા તાંત્રિકે ગરીબ પરિવાર સાથે ખેલ્યો છેતરપિંડીનો ખેલ

મહારાષ્ટ્રના નાસિક અને ધુલે જિલ્લામાંથી અંધશ્રદ્ધા અને અઘોરી પ્રથાઓના નામે આચરવામાં આવેલી ક્રૂરતા અને છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કથિત તાંત્રિકોએ ધુલે જિલ્લામાં એક ગરીબ મજૂર પરિવારને બીમારી અને પારિવારિક સમસ્યાઓ દૂર કરવાનું વચન આપીને તેમની પાસેથી રૂ.1.60 લાખ પડાવી લીધા હતા. આ છેતરપિંડી અને માનસિક ઉત્પીડનનો શિકાર થયા બાદ, પીડિત પરિવારે 'મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ'નો સંપર્ક કર્યો. સમિતિના કાર્યકરોના સહયોગ અને માર્ગદર્શન હેઠળ, 27 સપ્ટેમ્બર 2026ના રોજ ધુલે સિટી પોલીસ સ્ટેશનમાં અઘોરી પ્રથાઓ અને જાદુ-ટોણા વિરોધી કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

ફરિયાદ મુજબ, મહિલા તાંત્રિક પીડિત મહિલાને નાસિકના પ્રખ્યાત ગોદા ઘાટ પર લઈ ગઈ હતી, જ્યાં તેને અઘોરી સ્નાન કરાવ્યું હતું. અંધશ્રદ્ધાની તમામ હદો પાર કરતા કથિત તાંત્રિકે મહિલાના શરીર પરથી ઉતારવામાં આવેલા લીંબુનો રસ સીધો તેની આંખોમાં નીચોવી દીધો હતો.

aghori-puja1
marathi.ndtv.com

આટલું જ નહીં આ કેસ ત્યારે વધુ ભયાનક વળાંક પર પહોંચ્યો જ્યારે કથિત તાંત્રિકે પરિવારની 21 વર્ષીય પુત્રીને ગંભીર બીમારીનો ડર બતાવી લગભગ 40 દિવસ સુધી ઘરમાં કેદ રહેવા મજબૂર કરી. ત્યારબાદ, 24 જુલાઈ 2026ના રોજ આરોપી મહિલાએ યુવતીની સગાઈ બળજબરીથી કરાવી દીધી અને ત્યારબાદ પરિવાર સાથેનો તમામ સંપર્ક તોડી નાખ્યો.

aghori-puja2
eaajkaanand.com

કેસ નોંધાયા બાદ, ધુલે સિટી પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા નાસિકમાં દરોડો પાડ્યો અને મુખ્ય આરોપી કથિત તાંત્રિક સરિતા જાધવ તેમજ તેના સાથીદારોની અટકાયત કરી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ જાદુ-ટોણા વિરોધી કાયદો, છેતરપિંડી અને માનસિક તથા શારીરિક ઉત્પીડનની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. હાલમાં, ધુલે પોલીસ ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ટોળકીએ અત્યાર સુધીમાં અન્ય કેટલા ગરીબ પરિવારોને પોતાની જાળમાં ફસાવ્યા છે.

About The Author

Related Posts

Top News

Jio લાવ્યું રૂ.299માં 4G ફોન, મોંઘા સ્માર્ટફોન વચ્ચે આ ઓફરે લોકોને ખુશ કરી દીધા

5G સ્માર્ટફોનની કિંમતો એટલી વધી ગઈ છે કે મોબાઈલ માર્કેટમાં 4G સ્માર્ટફોનનું ફરીથી જોરદાર આગમન થઈ રહ્યું છે. આજની તારીખમાં...
Tech and Auto 
Jio લાવ્યું રૂ.299માં 4G ફોન, મોંઘા સ્માર્ટફોન વચ્ચે આ ઓફરે લોકોને ખુશ કરી દીધા

2026માં સેન્સેક્સ 13,630 પોઈન્ટ્સ તૂટી ગયો અને નિફ્ટી 14 ટકા ઘટ્યો

2026નું વર્ષ ભારતીય બજાર માટે અત્યાર સુધી સારું રહ્યું નથી. સેન્સેક્સ અને નિફ્ટી એક વર્ષની અંદર તેમના રેકોર્ડ ઉચ્ચ...
Business 
2026માં સેન્સેક્સ 13,630 પોઈન્ટ્સ તૂટી ગયો અને નિફ્ટી 14 ટકા ઘટ્યો

ગુજરાત સરકારના ભાડા બિલનો અમદાવાદથી લઈને સુરતના વકીલો કેમ વિરોધ કરી રહ્યા છે, વિરોધને કારણે કોર્ટ પણ નથી ચાલી રહી

તાજેતરમાં લાવવામાં આવેલા ગુજરાત ભાડા બિલ-2026ના વિરોધમાં રાજ્યભરના વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.  આ નવા કાયદા...
Gujarat 
ગુજરાત સરકારના ભાડા બિલનો અમદાવાદથી લઈને સુરતના વકીલો કેમ વિરોધ કરી રહ્યા છે, વિરોધને કારણે કોર્ટ પણ નથી ચાલી રહી

ઈન્સ્ટા પર રીલ જોઈને ટેલિગ્રામ પર નકલી નોટો છાપતા શીખ્યો, મેળામાં પૈસા ઉડાવ્યા, એક ભૂલથી ઝડપાયો

રાજકોટ જિલ્લામાં એક શાકભાજી વિક્રેતાએ નકલી નોટ છાપવાની 'નિન્જા ટેકનિક' શીખી લીધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે...
Gujarat 
ઈન્સ્ટા પર રીલ જોઈને ટેલિગ્રામ પર નકલી નોટો છાપતા શીખ્યો, મેળામાં પૈસા ઉડાવ્યા, એક ભૂલથી ઝડપાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.