- National
- આ ગાડીઓમાં 1 જુલાઈથી નહીં ભરાવી શકો પેટ્રોલ-ડીઝલ, જાણી લો નિયમ
આ ગાડીઓમાં 1 જુલાઈથી નહીં ભરાવી શકો પેટ્રોલ-ડીઝલ, જાણી લો નિયમ

પ્રદૂષણ સામે લડવા માટે દિલ્હી સરકાર કડક પગલાં ઉઠાવી રહી છે. દિલ્હી સરકારે સ્પષ્ટ કર્યું છે કે, એવી ગાડીઓને 1 જુલાઈથી પેટ્રોલ કે ડીઝલ વેંચવામાં નહીં આવે. જેમનું રજીસ્ટ્રેશન ખતમ થઇ ગયું છે. પેટ્રોલ પંપ સંચાલકોને તેને લઈને સખત નિર્દેશ આપવામાં આવ્યા છે. એક્સપાયર થયેલી ગાડીઓનો અર્થ જૂની ગાડીઓ થાય છે. ડીઝલ ગાડીઓનું રજીસ્ટ્રેશન 10 વર્ષ માટે વેલીડ હોય છે, જ્યારે પેટ્રોલ ગાડીઓનું રજીસ્ટ્રેશન 15 વર્ષ માટે વેલિડ હોય છે. એવી ગાડીઓની લિસ્ટ પરિવહન વિભાગના ડેટામાં ઉપસ્થિત છે.
દિલ્હીના 520માંથી 500 ફ્યૂલ સ્ટેશનો પર નંબર પ્લેટની ઓળખવાળા ANPR કેમેરા લગાવવામાં આવ્યા છે. કમિશન ફોર એર ક્વાલિટી મેનેજમેન્ટનું કહેવું છે કે, બચેલા સ્ટેશનોમાં 30 જૂન સુધીમાં ANPR કેમેરા લગાવી દેવામાં આવશે. જેવી જ કોઈ ગાડી પેટ્રોલ પંપ આવશે, આ કેમેરા તેની નંબર પ્લેટ રીડ કરશે અને વાહન પોર્ટલ પરથી તેની રજીસ્ટ્રેશન ડિટેલ્સ ચેક કરશે. જો ગાડી જૂની નીકળી તો ANPR કેમેરા એલર્ટ મોકલી દેશે. એવી ગાડીઓને પેટ્રોલ પંપ ફ્યૂલ વેંચે છે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે. ઓથોરિટીઝ તમારી જૂની ગાડીઓને જપ્ત કરી શકે છે અથવા તેમને સીધા સ્ક્રેપ કરવા માટે મોકલી શકાય છે.

જૂની ગાડીઓને પેટ્રોલ ન આપવાનો નિયમ દિલ્હીથી શરૂ થશે. પરંતુ તે સમગ્ર NCRમાં લાગુ કરવામાં આવશે. NCRના 5 મોટા શહેરો નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને સોનીપતના ફ્યૂલ સ્ટેશનોમાં 31 ઓક્ટોબર સુધીમાં ANPR કેમેરા લગાવી દેવામાં આવશે. તો, NCRના અન્ય શહેરોમાં 31 માર્ચ, 2026 સુધીમાં આ નિયમ લાગુ કરી દેવામાં આવશે.
મોટર વ્હીકલ એક્ટના નિયમો અનુસાર, ડીઝલ ગાડીઓનું રજીસ્ટ્રેશન 10 વર્ષ માટે અને પેટ્રોલ ગાડીઓ 15 વર્ષ માટે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. ત્યારબાદ રજીસ્ટ્રેશન એક્સપાયર થઈ જાય છે. અહીં તમારી પાસે 2 વિકલ્પ હોય છે પહેલો- તમે તમારી પોતાની ગાડી સ્ક્રેપ કરી દો અને નવી કાર ખરીદવામાં સરકારની સ્ક્રેપ નીતિ હેઠળ મળતી સબસિડીનો લાભ લો. બીજો વિકલ્પ એ છે કે તમે પોતાની ગાડી માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ લઈ લો.

જો તમને લાગે કે તમારી ગાડીનું મેન્ટેનેન્સ સારું છે અને તે હજી ચાલી શકે છે, તો RCની વેલિડિટી સમાપ્ત થવાના ઓછામાં ઓછા 60 દિવસ અગાઉ પોતાની ગાડી માટે NOC માટે અરજી કરો. તેના માટે પહેલા તમારી ગાડીનું પહેલા ફિટનેસ ટેસ્ટ થશે. જો ગાડી ટેસ્ટ પાસ થાય છે, તો તમને NOC મળશે અને એ NOCની મદદથી, તમારે પોતાની ગાડીને ફરીથી રજીસ્ટર કરાવવી પડશે. અમે તમને જણાવી દઈએ કે ફરીથી રજીસ્ટ્રેશન માત્ર 5 વર્ષ માટે વેલિડ રહેશે. તેની સાથે જ, ફિટનેસ ટેસ્ટ અને રજીસ્ટ્રેશન માટે તમારે સામાન્ય કરતા વધુ પૈસા ચૂકવવા પડશે. 5 વર્ષ બાદ પણ જો તમને લાગે કે તમારી ગાડી ફિટ છે, તો તમારે તેની ફિટનેસ અને રજીસ્ટ્રેશન ફરીથી કરાવવું પડશે.
Related Posts
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)