ચૂંટણી પંચ કમિશનરના IAS દીકરી મેઘાએ X અકાઉન્ટ ડિલીટ કરી દેવું પડ્યું

ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરના DM મેધા રૂપમે પોતાના X એકાઉન્ટને અસ્થાયી રૂપે નિષ્ક્રિય કરી દીધું છે. સોશિયલ મીડિયા યુઝર્સ છેલ્લા કેટલાક દિવસોથી તેમને ટ્રોલ કરી રહ્યા હતા. મેધાના પિતા જ્ઞાનેશ કુમાર દેશના મુખ્ય ચૂંટણી કમિશનર છે. બિહારમાં મતદાર યાદીને લઈને ચૂંટણી પંચ (ECI) દ્વારા ઈન્ટેન્સિવ (SIR) હાથ ધરવામાં આવી રહ્યું છે. આ બાબતે સોશિયલ મીડિયા પર જ્ઞાનેશ કુમારની નિંદા કરવામાં આવી રહી છે.

DM1
thelallantop.com

આ ઉપરાંત વિપક્ષે અન્ય રાજ્યોમાં પણ તેમના પર મત ચોરીના ગંભીર આરોપો લગાવ્યા છે. આ મામલે જ્ઞાનેશ કુમારના પરિવાર અને સંબંધીઓ બાબતે પણ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. ત્યારબાદ મેધા રૂપમે પોતાનું X એકાઉન્ટને નિષ્ક્રિય કરી દીધું છે. કેટલાક યુઝર્સે X પર લખ્યું કે, ‘જ્ઞાનેશ કુમારની દીકરીઓ અને જમાઈ મહત્ત્વપૂર્ણ પદો પર છે. તેમની તૈનાતી અને કામ કરવાની જગ્યાને લઈને પણ ઘણા પ્રકારના સવાલ ઉઠાવવામાં આવ્યા. જો કે, ઘણા લોકોએ આ મામલા સાથે મેઘા રુપમને જોડાવાનો વિરોધ કર્યો.

DM2
thelallantop.com

વિપક્ષી દળોએ મુખ્ય ચૂંટણી કમિશનર અને ભાજપ પર મત ચોરી અને પક્ષપાતનો આરોપ લગાવ્યો છે. રિપોર્ટ છે કે INDIA ગઠબંધનમાં તેમની સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી છે. જો કે, જ્ઞાનેશ કુમારે આ આરોપોને ફગાવી દીધા છે. મામલો ત્યારે ગરમાઈ ગયો, જ્યારે ECIએ આધાર કાર્ડ અને મતદાર ઓળખપત્ર જેવા દસ્તાવેજોને SIR પ્રક્રિયામાંથી બહાર રાખવાની જાહેરાત કરી.

DM3
thelallantop.com

આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. આ દરમિયાન, ચૂંટણી પંચે બિહારની મતદાર યાદીનો પહેલો ડ્રાફ્ટ રોલ જાહેર કરી દીધો છે. જાણવા મળ્યું છે વિવિધ કારણોસર 65 લાખ મતદારોના નામ બહાર કરી દેવામાં આવ્યા છે. આ બાબતે બિહારમાં વિપક્ષ દ્વારા ઘણી યાત્રાઓ કાઢવામાં આવી છે. આ ઉપરાંત, રાહુલ ગાંધીએ ECI પર અન્ય રાજ્યોની મતદાર યાદી સાથે ગરબડી કરવાનો પણ આરોપ લગાવ્યો છે. બિહારવાળા કેસમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને તે 65 લાખ મતદારોના નામની યાદી જાહેર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે આ પ્રક્રિયામાં આધાર કાર્ડનો પણ સમાવેશ કરવામાં આવે.

About The Author

Related Posts

Top News

છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ શનિવારે રાત્રે બેંગલુરુમાં અચાનક નિરીક્ષણ માટે નીકળ્યા અને એક બસમાં ચઢ્યા. ત્યારપછી જે બન્યું તે...
National 
છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક આજે કર્ણાટકના બેલગાવી ખાતે પૂર્ણ થઈ છે. આ...
National 
કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના કલેક્ટરે જિલ્લાના 141 ડોકટરો અને અધિકારીઓ સામે ખુબ મોટી કાર્યવાહી કરી છે, તેમણે સાર્થક એપની કરેલી...
National 
કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ

હીરો મોટોકોર્પની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બ્રાન્ડ Vidaએ તેનું નવું સ્કૂટર લોન્ચ કર્યું છે. તેના VX2 પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને, કંપનીએ...
Tech and Auto 
હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.