હિન્દી-અંગ્રેજી નહીં,માત્ર કન્નડ,ભાષાવાદથી કંટાળી મહિલાએ બેંગ્લુરુમાં નોકરી છોડી

બેંગલુરુમાં ઉત્તર ભારતીય હોવાના કારણે ભેદભાવનો સામનો કરી રહેલી એક મહિલાએ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ વાત કરી અને ચર્ચા જગાવી. X પર પોસ્ટ્સની શ્રેણીમાં, @shaaninani નામની મહિલા વપરાશકર્તાએ લગભગ 1.5 વર્ષ સુધી બેંગલુરુમાં રહેતી વખતે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તે વિશે લખ્યું છે. તેણે કહ્યું, 'હું બેંગલુરુમાં દોઢ વર્ષથી કામ કરી રહી હતી. મેં પંજાબમાં લગ્ન કર્યા, મેં આખું વર્ષ બંગડીઓ પહેરી, કારણ કે તે મારી પરંપરાનો એક ભાગ છે. પણ અહીં લોકો મને ઉત્તર ભારતીય તરીકે ઓળખતા હતા.'

સ્થાનિક લોકો સાથેનો તેમનો અનુભવ કેટલો ખરાબ હતો તે જણાવતા મહિલાએ લખ્યું, 'ફ્લેટથી ઓફિસ અને ઓફિસથી ઘર સુધીની ઓટોમાં મુસાફરી કરવી પણ હેરાનગતિ હતી. ઓટો ચાલકોએ પૂછવાની પણ હિંમત કરી કે, જો હું ઉત્તર ભારતની છું તો અહીં શું કરું છું. હું કન્નડ શીખું છું કે નહીં, મને અહીંના વાતાવરણ સિવાય અહીં શું ગમે છે? મારી પાસેથી વધુ ભાડું લેવામાં આવતું હતું. જ્યારે હું હિન્દી/અંગ્રેજી માં વાત કરતી ત્યારે લોકો એક શબ્દ પણ ન સમજતા હોવાનો ડોળ કરતા હતા.'

માત્ર ઓટો-રિક્ષા ચાલકો જ નહીં, પરંતુ મહિલાએ એવો પણ દાવો કર્યો કે તેને BESCOM (બેંગ્લોર ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની લિમિટેડ)ના ગ્રાહક સુરક્ષા વિભાગ સાથે વાત કરવી પણ મુશ્કેલ લાગી હતી, તેણે કહ્યું, 'એકવાર જ્યારે મેં વીજળી કપાઈ ગઈ ત્યારે ફોન કર્યો, ત્યારે મેં ફરિયાદ BESCOM પર કરી, તો વ્યક્તિએ 'હિન્દી નહીં, અંગ્રેજી નહીં, માત્ર કન્નડ' કહીને કૉલ ડિસ્કનેક્ટ કર્યો. તેઓ માત્ર કન્નડ ભાષીઓની સમસ્યાઓ જ સાંભળવા માગે છે.'

તેણે દાવો કર્યો કે આ મુશ્કેલીઓને કારણે તેણે ગુરુગ્રામ જવાનું નક્કી કર્યું. તેણે કહ્યું, 'મેં નોકરી છોડવાનો નિર્ણય કર્યો, કારણ કે મને ઘરની ખૂબ જ યાદ આવતી હતી. ગુડગાંવ આવ્યા પછી, મેં મારી ઊર્જામાં મોટો ફેરફાર અનુભવ્યો. હું લાંબે સુધી ચાલવા જાઉં છું, સારું ભોજન ખાઉં છું, હું જ્યાં ઇચ્છું ત્યાં જઈ શકું છું. કોઈ ઓટો ડ્રાઈવર વિચિત્ર વાતચીત કરતો જોવા મળ્યો નથી.'

મહિલાનો એક્સ થ્રેડ 14 લાખથી વધુ ઈમ્પ્રેશન સાથે વાયરલ થયો હતો. કેટલાક યુઝર્સે તેને સપોર્ટ કર્યો તો કેટલાકે અસંસ્કારી કોમેન્ટ કરી. એક યુઝરે કહ્યું, 'આ પ્રાદેશિક/ભાષા જાતિવાદ ભારતના વિચારનો હત્યારો છે. આ લોકો પ્રોત્સાહિત કરવાના અને જબરજસ્તીથી થોપવા વચ્ચેનો તફાવત સમજી શકતા નથી.' અન્ય એક યુઝરે કહ્યું, 'મેં ઘણું સહન કર્યું છે, અધિકારીઓએ મને સામે કહ્યું, જાઓ કન્નડ શીખો.'

જો કે, કેટલાક લોકોને મહિલાની પોસ્ટ વાંધાજનક લાગી અને તેમને સવાલ કર્યો કે તે દોઢ વર્ષથી કર્ણાટકમાં રહેવા છતાં કન્નડ કેમ નથી શીખતી. બીજાએ કહ્યું, 'સૌથી પ્રથમ, કોઈએ તમને બેંગલુરુ અથવા કોઈપણ જગ્યાએ જવા માટે દબાણ કર્યું નથી. તે તમારી પસંદગી હતી. હા, બિન-કન્નડીગાઓ પ્રત્યે અંધત્વવાદ ત્યાં વધુ છે, સ્થાનિક ભાષાને સંતુલિત કરવા અને શીખવાનો પ્રયાસ કરવામાં કોઈ નુકસાન નથી. ઓટો ચાલકો જે કરે છે તે તદ્દન ખોટું છે. જો કે, તાજેતરમાં, જબરજસ્તી હિન્દી થોપવાની જે હવા ચાલી હતી તેના કારણે, પોતાની સ્થાનીય ભાષા પ્રત્યે, ખાસ કરીને બેંગલુરુમાં લાગણીઓ ઉશ્કેરી છે.'

અહીં આપને જણાવી દઈએ કે, તાજેતરમાં કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં કન્નડ તરફી વિરોધ જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે ઘણા વ્યવસાયોના સાઇનબોર્ડ કન્નડમાં લખેલા ન હોવાને કારણે તોડફોડ કરવામાં આવી હતી. કર્ણાટક સરકારે કન્નડ-અંગ્રેજી રેશિયો 60:40 છે, તેની ખાતરી કરવા માટે બેંગલુરુમાં વ્યાપારી સંસ્થાઓને સાઈનબોર્ડ બદલવાનો નિર્દેશ આપ્યો હતો.

તાજેતરમાં, કર્ણાટક કેબિનેટે એક બિલને મંજૂરી આપી હતી જે કન્નડીગા માટે ખાનગી ક્ષેત્રમાં આરક્ષણને ફરજિયાત બનાવે છે. જો આ બિલ કાયદો બની જાય છે, તો કર્ણાટકમાં વ્યવસાય કરતી ખાનગી કંપનીઓએ કન્નડ બોલનારાઓને 50 ટકા થી 100 ટકા અનામત આપવી પડશે.

નોંધ: આ સમાચાર સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા કરવામાં આવેલી પોસ્ટના આધારે પ્રસારિત કરવામાં આવ્યા છે. KHABARCHHE.COM તેની અધિકૃતતાની પુષ્ટિ કરતું નથી.

About The Author

Top News

વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

ઉદ્યોગસાહસિકતાના વાસ્તવિક ઇકોસિસ્ટમમાં, વિજય માલ્યા નામ તીક્ષ્ણ મંતવ્યો અને ધ્રુવીકરણકારી ચર્ચા પેદા કરે છે. પરંતુ કોર્ટરૂમ ડ્રામાથી આગળ એક મહત્વપૂર્ણ...
Opinion 
વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

આજકાલ હવાઈ મુસાફરીને સલામત માનવામાં આવે છે, પરંતુ તાજેતરના સમયમાં બોઇંગ વિમાનો વિશે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે....
Science 
શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

દેવામાં ડુબેલા પાકિસ્તાનને એક વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનમાં ગધેડાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને કારણે...
World 
પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?

અમદાવાદ એરપોર્ટ પરથી 12 જૂને એર ઇન્ડિયાના વિમાને ટેક ઓફ કર્યું અને લગભગ 2 જ મિનિટમાં વિમાન દુર્ઘટનાનો શિકાર બની...
World 
શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.