રામ મંદિર દાન ચોરીના આરોપી લવકુશે 12 હજારના પગારમાં અયોધ્યાના પોશ વિસ્તારમાં ભવ્ય ઘર બનાવ્યું

રામ મંદિરના ચડાવા ચોરી કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની મિલકતો અંગે હવે નવા ખુલાસા થઈ રહ્યા છે. મીડિયા સૂત્રોએ કેસના આરોપી લવકુશ મિશ્રા દ્વારા ખરીદેલી આવી જ એક મિલકત શોધી કાઢી છે. આ ઘર અયોધ્યા-લખનૌ હાઇવે પર સ્થિત બનબીરપુર ગામમાં બનાવવામાં આવી રહ્યું છે, અને સ્થાનિક લોકોનો દાવો છે કે આ ઘર લવકુશ મિશ્રાનું જ છે.

મીડિયા સૂત્રોને મળેલી માહિતી અનુસાર, લવકુશ મિશ્રાએ રામ મંદિરમાં કામ કરતી વખતે તેની પત્ની સુપ્રિયા મિશ્રાના નામે આ જમીન ખરીદી હતી. દસ્તાવેજો અનુસાર, આ જમીન 16 ઓક્ટોબર, 2025ના રોજ સોહાવલ તાલુકાના મંગસી પરગણા વિસ્તારમાં કમલ સ્વરૂપ સિંહ પાસેથી રૂ 8 લાખ 80 હજારમાં ખરીદવામાં આવી હતી. આ મિલકતની વર્તમાન કિંમત આશરે રૂ. 25 લાખ હોવાનો અંદાજ છે. મીડિયા સૂત્ર પાસે આ જમીન સંબંધિત દસ્તાવેજો પણ છે.

Lavkush Mishra-House
jagran.com

દસ્તાવેજો અનુસાર, જમીન 6 માર્ચ, 2026ના રોજ અયોધ્યા જિલ્લાના રુદૌલી તાલુકાના મીનાપુર ભગોલીના રહેવાસી સુપ્રિયા મિશ્રાના નામે નોંધાયેલી હતી. પાડોશી રાજકુમાર પાંડેએ ફોટોગ્રાફ પરથી લવકુશ મિશ્રાને ઓળખી કાઢ્યો હતો અને જણાવ્યું હતું કે તે નિર્માણાધીન ઘરનો માલિક છે. તેણે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીથી મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું, અને બે દિવસ પહેલા સુધી મજૂરો કામ કરી રહ્યા હતા. જોકે, રામ મંદિરના ચડાવા ચોરીનો કેસ સામે આવ્યા પછીથી પરિવાર જોવા મળ્યો નથી અને રવિવારથી અહીં કામ પણ બંધ થઈ ગયું છે.

આ દરમિયાન, ફૈઝાબાદ બાર એસોસિએશને અયોધ્યા રામ મંદિરના ચડાવા ચોરી કેસમાં એક મોટો નિર્ણય લીધો છે, જેમાં જાહેરાત કરવામાં આવી છે કે તેઓ આરોપીઓનો કેસ લડશે નહીં. સોમવારે બાર એસોસિએશનની જનરલ બોડી મીટિંગ દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બાર એસોસિએશને ચેતવણી આપી હતી કે, આરોપીઓનો કેસ લડનારા કોઈપણ વકીલને રૂ. 5 લાખનો દંડ કરવામાં આવશે.

બેઠક દરમિયાન, વકીલોએ એવી પણ માંગ કરી હતી કે, કેસમાં સામેલ ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ 3 દિવસમાં અયોધ્યા છોડી દે. વકીલોએ ચેતવણી આપી હતી કે, જો આવું નહીં થાય તો શહેરની નાકાબંદી કરી લેવામાં આવશે. ચંપત રાય શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ હતા, અને અનિલ મિશ્રા ટ્રસ્ટના સભ્ય હતા. બંનેએ તાજેતરમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

Lavkush Mishra-House
ndtv.in

ફૈઝાબાદ બાર એસોસિએશનના સેક્રેટરી શૈલેન્દ્ર જયસ્વાલે કહ્યું, 'મંદિરના ચડાવાની ચોરીથી અમારી ભાવનાઓને ઠેસ પહોંચી છે. ફૈઝાબાદના તમામ વકીલો ધરપકડ કરાયેલા આરોપીઓનો બચાવ ન કરવા સંમત થયા છે.' આ નિર્ણય પછી, ફૈઝાબાદ બાર એસોસિએશનના પ્રમુખ કાલિકા પ્રસાદ મિશ્રાનો એક વીડિયો પણ વાયરલ થયો. વીડિયોમાં, તેઓ કહેતા સાંભળવામાં આવે છે કે, 'આ કેસમાં કોઈ વકીલ આરોપીનું પ્રતિનિધિત્વ કરશે નહીં. જો કોઈ આવું કરશે તો તેને 5 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. અમે આ મામલામાં CBI તપાસની પણ માંગ કરીએ છીએ.'

આ ઘટનાક્રમ અયોધ્યા રામ મંદિર ચડાવા ચોરી કેસમાં વિશેષ તપાસ ટીમ દ્વારા ચાલી રહેલી તપાસ વચ્ચે આવ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, અને સોમવારે કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. ચંપત રાયનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. આ કેસમાં ધરપકડ કરાયેલા 8 આરોપીઓમાં રામાશંકર યાદવ ઉર્ફે તિનુ, અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, મનીષ કુમાર યાદવ, લવકુશ મિશ્રા, કરુણેશ પાંડે, રામા શંકર મિશ્રા અને સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે.

Lavkush Mishra-House
uptak.in

આ મહિને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે રૂ. 7 થી રૂ. 7.5 કરોડની ચડાવાની રકમમાં ઉચાપત કરવામાં આવી છે ત્યારે રામ મંદિર માટે ચઢાવવામાં આવેલા ચડાવાની ગડબડીના આરોપો સામે આવ્યા હતા. ત્યારપછી ઘણા વિપક્ષી નેતાઓએ એનાથી પણ વધુ ગંભીર દાવા કર્યા હતા. અયોધ્યાની તેમની મુલાકાત દરમિયાન, દિલ્હીના ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે, ભગવાન રામને ચઢાવવામાં આવેલા હીરા અને ઝવેરાત પણ ચોરાઈ ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, 'ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા હીરા અને કિંમતી ઘરેણાઓ પણ ચોરાઈ ગયા હતા, રૂ. 200 કરોડની રોકડ ચોરી થઈ હતી અને 200 કિલો ચાંદી પણ ગુમ થઈ ગઈ હતી.' આ જ રીતે અન્ય વિપક્ષી નેતાઓએ પણ 70 કિલો ચાંદી, 1,250 કિલો સોનું અને રૂ. 200 કરોડ રોકડની ચોરીનો આરોપ લગાવ્યો હતો અને સરકાર પાસેથી તેનો જવાબ માંગ્યો હતો.

જોકે, રામ મંદિર ટ્રસ્ટે એક પ્રેસ રિલીઝ બહાર પાડીને આ આરોપોને રદિયો આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલ સોનું, ચાંદી અને અન્ય દાગીના સંપૂર્ણપણે સલામત છે અને તેનો સંપૂર્ણ હિસાબ પણ છે. ટ્રસ્ટે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી ઘટનાઓથી તે 'સ્તબ્ધ છે, આઘાત લાગ્યો છે અને ખૂબ જ દુઃખી' છે. જ્યારે, સુપ્રીમ કોર્ટે સોમવારે આ આરોપોની તપાસની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે આ મામલાની સુનાવણી ઉનાળાના વેકેશન પછી કરવામાં આવશે.

About The Author

Top News

બિહાર કોંગ્રેસમાં પૈસાના આધારે હોદ્દા; 'દોઢ લાખ રૂપિયા આપો અને પ્રદેશ ઉપાધ્યક્ષ બનો'

બિહાર કોંગ્રેસમાં બધુ બરાબર નથી. સાચા કોંગ્રેસીઓ વર્તમાન કોંગ્રેસ શાસનથી ખુશ નથી. આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે, મજબૂત...
National 
બિહાર કોંગ્રેસમાં પૈસાના આધારે હોદ્દા; 'દોઢ લાખ રૂપિયા આપો અને પ્રદેશ ઉપાધ્યક્ષ બનો'

ચૂંટણી પંચ નવું લાવ્યું, નવા મતદારોએ પોતાના માતા-પિતાની SIR વિગતો આપવી પડશે, તો જ મતદાર યાદીમાં નામ આવશે

ભારતમાં નવા મતદાર બનવા માટે, હવે પોતાના માતાપિતાની SIR વિગતો પણ પૂરી પાડવી પડશે. ભારતીય ચૂંટણી પંચ (ECI)...
National 
ચૂંટણી પંચ નવું લાવ્યું, નવા મતદારોએ પોતાના માતા-પિતાની SIR વિગતો આપવી પડશે, તો જ મતદાર યાદીમાં નામ આવશે

ચાલતી ટ્રેનમાં હવન અને પૂજા-પાઠનો વીડિયો વાયરલ થતા રેલવેએ સ્પષ્ટતા આપવી પડી

ફર્સ્ટ-ક્લાસ ટ્રેનના ડબ્બાને 'હનીમૂન ડબ્બા' તરીકે શણગારવા અંગેનો વિવાદ હજુ માંડ શાંત થયો હતો કે ભારતીય રેલ્વેમાં ફરી...
National 
ચાલતી ટ્રેનમાં હવન અને પૂજા-પાઠનો વીડિયો વાયરલ થતા રેલવેએ સ્પષ્ટતા આપવી પડી

સુરતમાં પૂર ફરી આવશે જ, તૈયાર રહો!!!

ઓગસ્ટ, 2006. સુરતના ઇતિહાસનો કદાચ સૌથી કાળો સમય. ઉકાઈ ડેમમાંથી છોડાયેલા લાખો ક્યુસેક પાણી અને ભારે વરસાદના કારણે આખું શહેર...
Gujarat 
સુરતમાં પૂર ફરી આવશે જ, તૈયાર રહો!!!
Copyright (c) Khabarchhe All Rights Reserved.