'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસ વિપક્ષની રણનીતિને કારણે નહીં, પરંતુ આંતરિક નિર્ણયોને કારણે હારી રહી છે. તેમના નિવેદનના બે દિવસ પછી, પાર્ટીએ તેમને પ્રાથમિક સભ્યપદેથી દૂર કરી દીધા છે.

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)એ ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી હાંકી કાઢવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ઓડિશા પ્રદેશ કોંગ્રેસ કમિટીએ આ જાહેરાત કરતી નોટિસ બહાર પાડી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, મોકીમને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને કારણે હાંકી કાઢવામાં આવ્યા હતા. મોકીમ ઓડિશાના બારાબતી-કટક વિધાનસભા મતવિસ્તારના ભૂતપૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય રહી ચુક્યા હતા.

28

મોકીમે તાજેતરમાં કોંગ્રેસ નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પાર્ટી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે અને તેમને નવા નેતૃત્વની જરૂર છે. તેમણે વર્તમાન કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની વધતી ઉંમરનો ઉલ્લેખ કર્યો હતો. એક સમાચાર એજન્સી સાથે વાત કરતા, મોકિમે કહ્યું, 'મેં સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે પાર્ટી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે અને તેમને તેમની સલાહ અને નવા નેતૃત્વની જરૂર છે. AICC પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ઉંમર તેમને સાથ નથી આપતી. આપણે યુવા નેતાઓને આગળ લાવવા જોઈએ. હું જાણું છું કે સોનિયા ગાંધી અને CWC સભ્યો ચોક્કસપણે આ અંગે ચર્ચા કરશે. નુઆપાડા પેટાચૂંટણી ચિંતાજનક હતી.'

મોહમ્મદ મોકિને ચેતવણી આપી હતી કે, પાર્ટી બાહ્ય રાજકીય વિરોધીઓને કારણે નહીં, પરંતુ સંગઠનમાં લેવામાં આવેલા નિર્ણયોને કારણે તેનો વારસો ગુમાવી રહી છે. તેમણે આ પરિસ્થિતિને અભૂતપૂર્વ ગણાવી અને કહ્યું કે તેના કારણે વિવિધ સ્તરે પાર્ટી કાર્યકરોનું મનોબળ નીચે જઈ રહ્યું છે. તેમણે નવા નેતૃત્વ તેમજ તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા વિનંતી કરી.

Congress MLA
jantaserishta.com

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, મોકિમે રાહુલ ગાંધીની પહોંચની બહાર હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી તેમને મળી શક્યા નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોંગ્રેસ બાહ્ય હાર કરતાં આંતરિક નિર્ણયોને કારણે નબળી પડી રહી છે. આ ઉપરાંત, તેમણે આરોપ લગાવ્યો કે, 2000થી ઓડિશામાં પાર્ટીની સતત છ વિધાનસભા ચૂંટણીની હાર, તેમજ રાષ્ટ્રીય હાર, વિરોધ પક્ષોની વ્યૂહરચનાઓનું નહીં, પરંતુ આંતરિક નિર્ણયોનું પરિણામ હતું.

About The Author

Top News

તલાક વિના જ બીજા લગ્ન કરી રહ્યો હતો.. વરમાળા અગાઉ જ પહોંચી પહેલી પત્ની; વરરાજાની ધરપકડ

કાનપુરના ચકેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત એક લગ્નના લૉનમાં એ સમયે અફરાતફરી મચી ગઈ, જ્યારે એક વરરાજા તેની પહેલી પત્નીને...
National 
તલાક વિના જ બીજા લગ્ન કરી રહ્યો હતો..  વરમાળા અગાઉ જ પહોંચી પહેલી પત્ની; વરરાજાની ધરપકડ

વીમો હોય કે બેંક ખાતું... દરેક માટે એક જ ગ્રાહક ID હશે, યુરોપમાં છે આ સિસ્ટમ, જાણો શું ફાયદો થશે?

હાલમાં, બેંકો અને વીમા કંપનીઓ પાસે અલગ અલગ ગ્રાહક ID હોય છે. તે બધાને યાદ રાખવા અને તેનું સંચાલન...
Business 
વીમો હોય કે બેંક ખાતું... દરેક માટે એક જ ગ્રાહક ID હશે, યુરોપમાં છે આ સિસ્ટમ, જાણો શું ફાયદો થશે?

માત્ર 120 રૂપિયાના મોબાઇલ કવર માટે SDMએ પોલીસને બોલાવીને ડિલિવરી બોયને મોકલ્યો જેલ

ઈ-કોમર્સ કંપનીઓ પાસેથી સામાન મંગાવવો એ સામાન્ય વાત છે, પરંતુ શું ખરેખર માત્ર ₹120 ની કિંમતના મોબાઇલ કવરના વિવાદ...
National 
માત્ર 120 રૂપિયાના મોબાઇલ કવર માટે SDMએ પોલીસને બોલાવીને ડિલિવરી બોયને મોકલ્યો જેલ

શ્રીકાંતે ગંભીરને 'મૂર્ખ' કહ્યો, શું મુખ્ય કોચ ટીમ ઈન્ડિયા માટે ખલનાયક બની રહ્યા છે?

ભૂતપૂર્વ ભારતીય મુખ્ય પસંદગીકાર અને 1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમના ક્રિકેટર, કૃષ્ણમાચારી શ્રીકાંતે, ટીમ ઈન્ડિયાના વર્તમાન મુખ્ય...
Sports 
શ્રીકાંતે ગંભીરને 'મૂર્ખ' કહ્યો, શું મુખ્ય કોચ ટીમ ઈન્ડિયા માટે ખલનાયક બની રહ્યા છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.