એ નેહરુ હતા જે કહેતા હતા 'ઈન્ડિયા સેકન્ડ, ચાઇના ફર્સ્ટ', આવું કેમ બોલ્યા જયશંકર

વિદેશ મંત્રી એસ. જયશંકરે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર ફરી એક વખત પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, જવાહરલાલ નેહરુ જ હતા જેમણે 'ઈન્ડિયા સેકન્ડ, ચાઇના ફર્સ્ટ' કહ્યું હતું. તેઓ UN કાઉન્સિલમાં ભારતની સ્થાયી સભ્યતાનો સવાલ પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જ્યારે તેમણે આ વાત કહી. તેમણે કહ્યું કે, PoK અને ભારતના કેટલાક ક્ષેત્રો પર ચીનનો દાવો, બધી જૂની ભૂલોનું પરિણામ છે. વિદેશ મંત્રી જવાહરલાલ નેહરુના એ કથિત પગલાં પર બોલી રહ્યા હતા, જ્યારે યુનાઈટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલની સ્થાયી સભ્યતા ઠુકરાવી દીધી છે.

જયશંકરે કહ્યું કે, તેઓ પહેલા વડાપ્રધાન હતા, જેમણે 'ઈન્ડિયા સેકન્ડ, ચાઇના ફર્સ્ટ' કહ્યું હતું. 1950માં (ત્યારના ગૃહ મંત્રી) સરદાર પટેલે ચીનને લઈને જવાહરલાલ નેહરુને ચેતવ્યા હતા. સરદાર પટેલે નેહરુને કહ્યું હતું કે, એવું પહેલી વખત છે જ્યારે ભારતને 2 ફ્રન્ટ (પાકિસ્તાન અને ચીન) પર સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, જેમ પહેલા ક્યારેય નથી થયો. સરદાર પટેલે નેહરુને એમ પણ કહ્યું કે, તેઓ ચીનની વાતો પર વિશ્વાસ કરતા નથી કેમ કે, તેમના ઈરાદા કંઈક અલગ જ પ્રતીત થાય છે અને અમને સાવધાની રાખવી જોઈએ.

વિદેશ મંત્રીએ જણાવ્યું કે, 'જવાહરલાલ નેહરુએ સરદાર પટેલને જવાબ આપ્યો કે, તમે અનાવશ્યક રૂપે પડકારો પર શંકા કરો છો. નેહરુએ એમ પણ કહ્યું કે, કોઈ માટે પણ હિમાલયથી આપણાં પર હુમલો કરવું અસંભવ છે. નેહરુ (ચીની જોખમ)ને પૂરી રીતે નકારી રહ્યા હતા. દરેક જાણે છે કે પછી શું થયું. એટલું જ નહીં જ્યારે સંયુક્ત રાષ્ટ્ર (સુરક્ષા પરિષદ)ની સ્થાયી સીટની દલીલ થઈ અને તેની રજૂઆત કરવામાં આવી રહી હતી, તો નેહરુનો સ્ટેન્ડ એ હતું કે અમે એ સીટને લાયક નથી, પરંતુ પહેલા ચીનને એ મળવી જોઈએ.'

વિદેશ મંત્રીએ કહ્યું કે, અમે હાલના સમયમાં ઈન્ડિયા ફર્સ્ટની નીતિ પર કામ કરી રહ્યા છીએ, પરંતુ એક સમય હતો, જ્યારે નેહરુ કહેતા હતા ઈન્ડિયા સેકન્ડ, ચાઇના ફર્સ્ટ.' પટેલ કશ્મીરના મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાના પક્ષમાં નહોતા કેમ કે તેઓ ત્યાં એક જજની માનસિકતાને જાણતા હતા. તેમણે કહ્યું કે, જો તમે જાણો છો કે જજ પક્ષપાતી છે તો શું તમે તેમની પાસે ન્યાય માગવા જશો? પરંતુ એ જ થયું, આ મુદાને UNમાં લઈ જવામાં આવ્યો અને તેના તુરંત બાદ PoKમાં સૈન્ય અભ્યાસ રોકવાનો પણ દબાવ આવ્યો. પાછલી ભૂલોના કારણે આજે આપણે આ સ્થિતિમાં પહોંચી ગયા છીએ.

Top News

દેશ સેવા કરવી છે? તો સિવિલ ડિફેન્સમાં જોડાઇ શકો છો

ઓપરેશન સિંદુર પછી દેશમાં સિવિલ ડિફેન્સની ચર્ચા ઉભી થઇ છે. સિવિલ ડિફેન્સ એટલે નાગરિકોનું બનેલું સ્વંયસેવક દળ. આમા માનદ સેવા...
Gujarat 
દેશ સેવા કરવી છે? તો સિવિલ ડિફેન્સમાં જોડાઇ શકો છો

5 વર્ષમાં ડબલ ડિજિટ પણ વળતર નહીં આપે શેરબજાર, દિગ્ગજે કર્યો મોટો દાવો

ચીન-અમેરિકા ટેરિફ, ભારત-પાકિસ્તાન તણાવ અને જિયો પોલિટિકલ ટેંશનને કારણે બજારમાં દરરોજ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન, બિઝનેસ ટુડે...
Business 
 5 વર્ષમાં ડબલ ડિજિટ પણ વળતર નહીં આપે શેરબજાર, દિગ્ગજે કર્યો મોટો દાવો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-05-2025 દિવસ: ગુરુવાર મેષ: આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે.  પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છાથી તમે ઉતાવળમાં રહેશો, જેનાથી તમારા પૈસા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસો સુધી ચાલેલા લશ્કરી સંઘર્ષ દરમિયાન, તુર્કી વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ...
National 
આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું
Copyright (c) Khabarchhe All Rights Reserved.