સદગુરુએ પુત્રીના લગ્ન કરાવ્યા, શા માટે અન્યની દીકરીને સાધુ બનવા પ્રેરે છે: HC

મદ્રાસ હાઈકોર્ટે આધ્યાત્મિક ઉપદેશ આપનારા સદ્દગુરુ જગ્ગી વાસુદેવ પર તીખી ટિપ્પણી કરી છે. એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું કે, તમે તમારી પુત્રીના લગ્ન કરાવી દીધા છે અને તે સાંસારિક સુખ-સુવિધાઓથી ભરપૂર જીવન જીવી રહી છે. તો પછી તમે શા માટે અન્ય મહિલાઓને માથું મુંડાવવા અને સાધુની જેમ જીવવા માટે પ્રેરિત કરો છો. જસ્ટિસ S.M. સુબ્રમણ્યમ અને જસ્ટિસ V. શિવગ્નનમે એક નિવૃત્ત પ્રોફેસર દ્વારા દાખલ કરેલી અરજી પર આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. પ્રોફેસરે આક્ષેપ કર્યો હતો કે, મારી ઉચ્ચ શિક્ષિત દીકરીઓનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું છે અને તેઓ ઈશા યોગ કેન્દ્રમાં કાયમી ધોરણે રહે છે.

એટલું જ નહીં, પ્રોફેસર S. કામરાજે કોર્ટમાં માંગ કરી હતી કે, તેમની પુત્રીઓને વ્યક્તિગત રીતે કોર્ટમાં લાવવામાં આવે. કામરાજ તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુરમાં ભણાવે છે. તેમની માંગણી પર તેમની 42 અને 39 વર્ષની બંને દીકરીઓ કોર્ટમાં આવી હતી. સોમવારે સુનાવણી દરમિયાન તેમની દીકરીઓએ કહ્યું કે, તેઓ પોતે ઈશા ફાઉન્ડેશનમાં રહે છે. અમને કોઈપણ પ્રકારની કસ્ટડીમાં રાખવામાં આવ્યા નથી. આ કેસ છેલ્લા એક દાયકાથી કોર્ટમાં ચાલી રહ્યો છે. આ પહેલા પણ એક વખત કેસની સુનાવણી દરમિયાન પ્રોફેસરની દીકરીઓએ કહ્યું હતું કે, અમે અમારી ઈચ્છા મુજબ ઈશા યોગ કેન્દ્રમાં રહીએ છીએ.

તેમના માતા-પિતાનો દાવો છે કે, તેમની દીકરીઓને ઈશા યોગ કેન્દ્રમાં રાખવામાં આવી ત્યારથી તેમનું જીવન નર્ક બની ગયું છે. જો કે, ન્યાયાધીશોએ પોલીસને આ મામલે વધુ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય તેમને ઈશા ફાઉન્ડેશન સાથે જોડાયેલા તમામ કેસોની યાદી તૈયાર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ શિવગ્નનમે કહ્યું, 'અમે જાણવા માંગીએ છીએ કે જે વ્યક્તિએ તેમની પુત્રીના લગ્ન કરાવ્યા અને તે સાંસારિક સુખ-સુવિધાઓથી જિંદગી જીવી રહી છે. શા માટે તે અન્યની દીકરીઓને માથું મુંડાવવા અને સાધુ જેવું જીવન જીવવા માટે પ્રેરિત કરે છે?'

ઈશા ફાઉન્ડેશને કોર્ટની આ તીક્ષ્ણ ટિપ્પણીઓના જવાબમાં કહ્યું કે, આ મહિલાઓ સ્વેચ્છાએ ઈશા ફાઉન્ડેશનમાં છે. તેમના પર કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી. ઈશા ફાઉન્ડેશને કહ્યું, 'અમે માનીએ છીએ કે, પુખ્ત વયના લોકોને તેમની વિવેકબુદ્ધિથી કોઈપણ રસ્તો પસંદ કરવાનો અધિકાર છે. અમે કોઈના પર લગ્ન કે પછી સન્યાસ લેવાની જબરજસ્તી કરતા નથી. આ તેમની અંગત પસંદગી છે. ઈશા યોગ કેન્દ્રમાં હજારો લોકો રહે છે, જેઓ સાધુ નથી બન્યા. આ સિવાય કેટલાક એવા લોકો છે જેઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે અથવા તો તેઓ સાધુ છે.' ઈશા ફાઉન્ડેશને કહ્યું કે, હાલમાં અમારી સામે માત્ર એક પોલીસ કેસ છે. આ સિવાય કોર્ટે ખુદ એક પર સ્ટે મુક્યો છે.

About The Author

Related Posts

Top News

યુદ્ધ સમાપ્ત કરવા ઈરાને મૂકી 3 શરતો

US, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે. તેલ અને ગેસના ભાવ...
World 
યુદ્ધ સમાપ્ત કરવા ઈરાને મૂકી 3 શરતો

સુરતની એથર ઇન્ડસ્ટ્રીઝમાં ફરી આગ, શેર ઉચકાયો, 2023માં 100 કરોડનો વીમો ક્લેઇમ 

સુરતની કેમિકલ બનાવતી એથર ઇન્ડસ્ટ્રિઝમાં (AETHER Industries) ફરી મોટી આગ લાગી. આ વખતની આગ વેરહાઉસમાં લાગી હોવાથી કંપનીના ઓપરેશન્સ પર...
Gujarat 
સુરતની એથર ઇન્ડસ્ટ્રીઝમાં ફરી આગ, શેર ઉચકાયો, 2023માં 100 કરોડનો વીમો ક્લેઇમ 

માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય

(ઉત્કર્ષ પટેલ) જગતમાં દરેક વસ્તુનો હિસાબ થઈ શકે છે ધન, સમય, સિદ્ધિ કે સંબંધોનું મૂલ્ય પણ આંકી શકાય છે પરંતુ...
Opinion 
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય

જબરા ભેજાભાજો છે... એક સાથે બે અલગ-અલગ જિલ્લામાં સરકારી નોકરીઓ... 17 વર્ષ સુધી બંને જગ્યાએ મેળવ્યો પગાર

એક જ વ્યક્તિ, એક જ  માર્કશીટ, 2 જિલ્લા અને 2 સરકારી નોકરીઓ. જી હાં, ઉત્તર પ્રદેશના બારાબંકી...
National 
જબરા ભેજાભાજો છે... એક સાથે બે અલગ-અલગ જિલ્લામાં સરકારી નોકરીઓ... 17 વર્ષ સુધી બંને જગ્યાએ મેળવ્યો પગાર

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.