- National
- આ મહિલાના ચહેરા પર ન જતા, સવિતા ભાભીએ તો પોલીસને પણ ચકરાવે ચઢાવી દીધી, કરોડો...
આ મહિલાના ચહેરા પર ન જતા, સવિતા ભાભીએ તો પોલીસને પણ ચકરાવે ચઢાવી દીધી, કરોડો...

હાલમાં બેંગલુરુની સવિતા ભાભી આખા દેશમાં ટ્રેન્ડ કરી રહી છે. રાજકારણીઓ સાથે ગાઢ સંબંધો હોવાનો દાવો કરતી સવિતા ડઝનબંધ કિટ્ટી પાર્ટીઓનું આયોજન કરતી હતી અને પોતાના દબદબાનો એવો જાદુ ફેલાવતી હતી કે દરેક વ્યક્તિ તેની જાળમાં ફસાઈ જતી હતી. દરેક કિટ્ટી પાર્ટીમાં ભીડ જમાવતી સવિતાને પોલીસે કરોડો રૂપિયાના કૌભાંડ (પૈસાની છેતરપિંડી)માં ધરપકડ કરી છે. આ છેતરપિંડીના ધંધામાં ભાગીદાર હોવાના આરોપમાં તેના 20થી વધુ મિત્રોની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ સમાચાર દ્વારા, અમે અમારા બધા વાચકોને, ખાસ કરીને બુદ્ધિશાળી મહિલા વાચકોને ચેતવણી આપવા માંગીએ છીએ કે, તેઓ આવી સવિતા ભાભીની મીઠી વાતો અને તેની ચમકતી જીવનશૈલી જોઈને અન્ય કોઈ સવિતા ભાભીના ફંદામાં ન ફસાવ, કારણ કે સવિતાના ગુનાની મોડસ ઓપરેન્ડી જાણીને તમને આશ્ચર્ય થશે.

શ્રીમંત લોકોના તે મેળાવડામાં સવિતાનો ચાર્મ દેખાતો હતો. આ રીતે, શહેરની શ્રીમંત મહિલાઓ સાથે મિત્રતા કરવી તેનો શોખ બની ગયો. પછી તે તેના નવા મિત્રોને આકર્ષક વળતર, ક્યારેક તો રોકાણ કરતાં ચાર ગણું વધારે વળતર પણ આપતી હતી, UAEમાં ઓછા દરે સોનું ખરીદવા જેવી છેતરપિંડીભરી રોકાણ યોજનાઓમાં ફસાવતી હતી.
જે મહિલાઓ સવિતાને ભાભી-ભાભી કહીને પાછળ પાછળ ફરતી હતી, તેઓ ખુબ મોટી રકમમાં છેતરાયા પછી પરેશાન થઇ ગઈ છે. તેની 20થી વધુ મિત્રો સાથે કરોડોની છેતરપિંડી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેની ઓળખ બેંગ્લોરની રહેવાસી 49 વર્ષીય સવિતા તરીકે થઈ છે, જે અગાઉ પણ આવા જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને જામીન પર બહાર હતી. કિટ્ટી પાર્ટી છેતરપિંડીનો ભોગ બનેલી કુસુમની ફરિયાદ પછી સવિતા અને તેના 6 સાથીઓની ધરપકડ કરવામાં આવી છે.
સવિતા સામે નોંધાયેલી FIR મુજબ, પીડિત કુસુમાએ પોલીસને પોતાના પર વીતેલી ક્ષણોને વર્ણવતા તેની ફરિયાદમાં લખ્યું, હું કુસુમા એક વિધવા છું, જે મારા માતાપિતા અને પુત્ર સાથે બેંગલુરુમાં રહું છું. હું સવિતાને 30 વર્ષથી ઓળખું છું. ખાસ કરીને 2020માં, તેની સાથે મારા પૈસાના વ્યવહારો શરૂ થયા.

2023માં, સવિતાએ કથિત રીતે કુસુમાને ફોન કર્યો અને દુબઈમાં સોનાના ઓછા ભાવ વિશે જણાવ્યું, જ્યાં તેનો પતિ કામ કરતો હતો. સવિતાએ 2 વર્ષ માટે સોનામાં રોકાણ કરવા અને ચાર ગણા વધુ પૈસા મેળવવાની આકર્ષક ઓફર કરી. કુસુમાએ આ ઓફર સ્વીકારી અને 24 લાખ રૂપિયાનું રોકાણ કર્યું, જે તેણે અને તેના સ્વર્ગસ્થ પતિએ વર્ષોથી બચાવ્યા હતા.
કુસુમાની જીવનભરની બચત સવિતાને હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી, 2.25 લાખ રૂપિયા તેના ભાઈને, 19.85 લાખ રૂપિયા આરોપીની માતાને રોકડા અને બાકીના 1.9 લાખ રૂપિયા સવિતાની પુત્રી વાલ્મિકાને ફોનપે દ્વારા મોકલવામાં આવ્યા હતા.
FIR મુજબ, ભૂતપૂર્વ શિક્ષિકા કુસુમાએ કહ્યું, 'દરેક ટ્રાન્સફર પછી, મેં સવિતાને ફોન કરીને ટ્રાન્સફર વિશે જાણ કરી.'

FIRમાં લખ્યું છે કે, '6 જાન્યુઆરી, 2024ના રોજ, સવિતાએ મને ફોન કરીને કહ્યું કે, તેણે ઉદય TV પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે અને મારા રોકાણની બમણી રકમ આપી છે. ત્યારપછી તેણે મને બીજા 10 લાખ રૂપિયાનું રોકાણ કરવા કહ્યું અને ફરી એકવાર ખાતરીપૂર્વક વળતર આપવાનું વચન આપ્યું. મેં વિશ્વાસ કર્યો અને 10 લાખ રૂપિયા રોકડા આપ્યા.'
આગામી થોડા મહિનાઓમાં, કુસુમાએ સવિતાને લાખો રૂપિયા આપ્યા, ક્યારેક રોકાણ કરવા માટે, ક્યારેક તેની પુત્રીના લગ્નમાં મદદ કરવા અથવા કાર લોન ચૂકવવા માટે.
મહિનાઓ પછી, જૂન 2025માં, જ્યારે કુસુમા સવિતાના ઘરે તેના 95 લાખ રૂપિયાના પૈસા માંગવા ગઈ, ત્યારે તેને ઘરમાંથી નીકળી જવાનું કહેવામાં આવ્યું. સવિતાએ કહ્યું હતું કે, તેણે ઘણા લોકો પાસેથી પૈસા ઉધાર લીધા છે અને તે કોઈને પાછા નહીં આપે. 8 જુલાઈના રોજ તેની FIRમાં, કુસુમાએ સવિતા, પુનીત, સતીશ, વાલ્મીકિ, દર્શન, લોકેશ અને શ્રીધર સહિત સાત લોકોના નામ આપ્યા. કરોડો રૂપિયાના કૌભાંડમાં 20થી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી કરવાના આરોપસર સવિતાની બસવેશ્વરનગર પોલીસે ધરપકડ કરી હતી.

તે શ્રીમંત અને ધનિક મહિલાઓને ઓળખવા અને તેમની સાથે મિત્રતા કરવા માટે મોર્નિંગ વોકનો વિકલ્પ પસંદ કરતી હતી અને ત્યાર પછી તે તેમને કિટ્ટી પાર્ટીઓ અને અન્ય મેળાવડામાં આમંત્રિત કરતી હતી, જ્યાં તે ભારત અને વિદેશમાં રોકાણની તકો પ્રદાન કરતી હતી. આરોપીઓએ પીડિતોનો વિશ્વાસ જીતવા અને ધીમે ધીમે રોકાણના નામે તેમની પાસેથી પૈસા એકત્રિત કરવા માટે CM, DyCM અને કર્ણાટકના મંત્રી MB પાટિલ જેવા નામોનો ઉપયોગ કર્યો હતો.
Top News
આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું
ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'
‘મુન્નાભાઈ MBBS મારી ફેવરિટ મૂવી..’, ગૌતમ અદાણીએ જણાવ્યું કેમ પસંદ છે આ ફિલ્મ?
Opinion
