‘મુન્નાભાઈ MBBS મારી ફેવરિટ મૂવી..’, ગૌતમ અદાણીએ જણાવ્યું કેમ પસંદ છે આ ફિલ્મ?

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ શુક્રવારે SMISS-APના 5મા વાર્ષિક સંમેલનને સંબોધિત કર્યું. ગૌતમ અદાણીએ પોતાની ફેવરિટ ફિલ્મ મુન્નાભાઈ MBBS અને તેમાં છુપાયેલા સંદેશ બાબતે પણ બતાવ્યું. તેમણે કહ્યું કે, કઈ રીતે આ ફિલ્મ ન માત્ર હસાવે છે, પરંતુ એક મોટો સંદેશ પણ આપે છે.

SMISS-APના 5મા વાર્ષિક સંમેલનમાં ગૌતમ અદાણીએ કહ્યું કે મુન્નાભાઈ MBBS મારી ઓલટાઈમ મારી ફેવરિટ ફિલ્મ છે. માત્ર કોમેડી માટે નહીં, પરંતુ તેમાં આપેલા સંદેશને કારણે છે. મુન્નાભાઈ માત્ર તેમની દવાથી જ નહીં, પરંતુ માનવતાથી પણ લોકોની સારવાર કરે છે. આ વાત આપણને યાદ અપાવે છે કે, અસલી સારવાર સર્જરીથી પણ આગળની વાત છે. હીલિંગનો અર્થ હોપ પણ છે.હીલિંગ હ્યૂમેનિટી છે. તેમણે કહ્યું કે મુન્નાભાઈએ કહ્યું હતું કે, જાદુની ઝપ્પી હોય કે સર્જરીનું સ્કેલ્પલ, બંનેમાં એક જ વાત હોય છે અને તે માનવતા છે.

gautam-adani3
economist.com

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ એમ પણ કહ્યું કે ‘કોઈ વસ્તુને દિલથી ઈચ્છો તો આખું બ્રહ્માંડ તમને તેને મેળવવા માટે ષડયંત્ર કરવામાં લાગી જાય છે.’ તેમણે જણાવ્યુ કે, જ્યારે તેઓ મુંબઈ આવ્યા હતા, ત્યારે તેમની પાસે કોઈ બેકઅપ નહોતું. મુન્નાભાઈ ફિલ્મની એક ખૂબ જ ગહન વાતોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ફિલ્મમાં બાપુએ કહ્યું હતું કે બદલાવ લાવવાનો હોય તો તમારે વિચાર બદલવો પડશે.

gautam-adani1
businesstoday.in

તેમણે કહ્યું કે, મુંબઈમાં તેમણે હીરાની છટણી કરવા અને ચમકાવવાનું ચાલુ કર્યું. દરેક પથ્થરને ચમકાવવાથી મને ધીરજ, ચોકસાઈ અને લગનની શીખામણ મળી. એક જાપાની ખરીદનાર સાથે મારી પહેલી ડીલથી મને 10,000 રૂપિયાનું કમિશન મળ્યું. પૈસાનું ક્યારેય મહત્ત્વ રહ્યું નથી. માત્ર એ ક્ષણનું જ મહત્ત્વ હતું કેમ કે તે ક્ષણે મને સમજાયું કે મારા વિશ્વાસોએ હંમેશાં મારી શંકાઓ પર ભારે પડવું પડશે. અને ઉદ્યમીતા બાબતે આજ સત્ય છે. તેની શરૂઆત ક્યારેય કોઈ મોટા સપનાથી શરૂ થતી નથી. તેની શરૂઆત દૃઢ વિશ્વાસના તણખાથી થાય છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.