ખ્રિસ્તી મિશનરીઓની ફેલાવેલી જાળ, રેડમાં ધર્માંતરણનો ખુલાસો, 9ની ધરપકડ

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં આવેલા સૈની પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં એક ઉપચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આસપાસના ગામોના નિર્દોષ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હતા અને તેમની બીમારીઓને સારી કરવાની તેમજ લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું હતું.

UPના કૌશામ્બી જિલ્લામાં ચંગાઈ મીટિંગનો સહારો લઈને સામૂહિક ધર્માંતરણ કરાવવાનો મામલો સામે આવ્યો છે. જ્યારે પોલીસે હિંદુ સંગઠનોની સૂચના પર ઉપચાર સભામાં દરોડો પાડ્યો ત્યારે સામૂહિક ધર્માંતરણ કરાવવાનું સામે આવ્યું. પોલીસે ઘટનાસ્થળેથી 9 લોકોની ધરપકડ કરી છે. એવો આરોપ છે કે, ક્રિશ્ચિયન મિશનરીઓ સાથે સંકળાયેલા લોકો પહેલા આર્થિક રીતે નબળા પરિવારોને રૂપિયા આપવાના નામે લલચાવે છે અને ચમત્કાર બતાવવાના નામે તેમને ઉપચાર સભામાં બોલાવે છે, જ્યાં તેમનું બ્રેઈનવોશ કર્યા પછી બળજબરીથી તેમનું ધર્માંતરણ કરે છે. આ મામલે પોલીસે ગેરકાયદેસર ધર્મ પરિવર્તન નિષેધ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે અને 9 લોકોને જેલમાં મોકલી દીધા છે.

ધર્મ પરિવર્તનનો આ મામલો સૈની કોતવાલી વિસ્તારના મહુલીતિર ગામનો છે. CO સિરાથુ અવધેશ વિશ્વકર્માએ જણાવ્યું કે, ગ્રામજનોની સૂચના પર સૈની પોલીસ સ્ટેશનના અધકારીઓએ મહુલીતિર ગામમાં ચાલી રહેલી ઉપચાર સભામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આર્થિક રીતે નબળા પરિવારોને લાલચ અને ચમત્કારના નામે બ્રેઈનવોશ કરીને ધર્માંતરણ કરવામાં આવતું હતું. ઘટનાસ્થળેથી 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં લઈને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, સૈની પોલીસ સ્ટેશન વિસ્તારના મહુલીતિર ગામમાં શિવ શંકરના ઘરે એક ઉપચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આસપાસના ગામડાના નિર્દોષ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હતા અને તેમની બીમારીઓનો ઈલાજ કરીને તેમને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હતું. હિન્દુ સંગઠનોની સૂચના પર સૈની પોલીસ સ્ટેશનના અધકારીઓએ ઉપચાર સભામાં દરોડો પાડ્યો હતો. પોલીસે ધર્મ પરિવર્તનના આરોપમાં સ્થળ પરથી ઝુરીલાલ, વીરેન્દ્ર, શિવ શંકર, ચિંગા, બ્રજેશ પટેલ, ચક્રધારી, પવન કુમાર, છેદીલાલ અને અરુણ કુમાર મૌર્યની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કૌશામ્બી જિલ્લામાં ધર્મ પરિવર્તનનો આ પહેલો મામલો નથી. છેલ્લા 6 મહિનામાં, ઉપચાર સભાની આડમાં ધર્માંતરણના 10થી વધુ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ખ્રિસ્તી મિશનરીઓની આ માયાજાળ એટલી ફેલાયેલી છે કે, હવે પોલીસને પણ તેને કાબૂમાં લેવા માટે ખુબ જ મહેનત કરવી પડી રહી છે.

About The Author

Top News

મેટાએ 3K વીડિયો સપોર્ટ અને ડબલ બેટરી બેકઅપ સાથે નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા, આ કિંમત છે

મેટાએ નવા સ્માર્ટ ચશ્મા રજૂ કર્યા છે, જે દેખાવમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. આ વખતે માર્ક ઝુકરબર્ગની કંપની...
Tech and Auto 
મેટાએ 3K વીડિયો સપોર્ટ અને ડબલ બેટરી બેકઅપ સાથે નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા, આ કિંમત છે

ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હોય કે તેમનું બોર્ડ, મોટા ભાગે કોઈક ને કોઈ વિવાદને કારણે ચર્ચામાં બન્યા રહે છે. આવો...
Sports 
ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ભાજપના ધારાસભ્યની ગુંડાગર્દીના એક સમાચાર સામે આવ્યા છે. વંદે ભારતમાં એક યાત્રીએ સીટ બદલવાનો ઇન્કાર કર્યો તો આ ધારાસભ્યોના સમર્થકોએ...
National 
ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ ખેલાડીને ટેસ્ટમાં કાળા મોજા પહેરવા માટે સજા થઈ હોય! હવે એવું થતા કદાચ...
Sports 
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.