- National
- મંત્રી પ્રતિભા શુક્લા પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેસી ગયા, જનતાનું શું થતું હશે?
મંત્રી પ્રતિભા શુક્લા પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેસી ગયા, જનતાનું શું થતું હશે?
ઉત્તર પ્રદેશમાં કાનપુરના અકબરપુર પોલીસ સ્ટેશનમાં ત્યારે હોબાળો મચી ગયો હતો જ્યારે રાજ્ય સરકારના મહિલા કલ્યાણ મંત્રી પ્રતિભા શુક્લા પોતે પોલીસ સ્ટેશન પહોંચીને ધરણા પર બેસી ગયા. તેમણે પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, એક ભાજપના કાર્યકર્તા પર ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસકર્મીઓ ગેરવર્તણૂક કરી રહ્યા છે. રાજ્યમંત્રી પ્રતિભા શુક્લાએ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર પર આરોપ લગાવતા કહ્યું હતું કે કોઈ પુરાવા વિના ભાજપના કાર્યકર્તા પર કેસ નોંધવામાં આવ્યો છે, જેના કારણે પાર્ટીના કાર્યકર્તાઓમાં રોષ છે. તેમણે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને તાત્કાલિક હટાવવાની માગ કરી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ ધરણા સમાપ્ત નહીં કરે.
આ ઘટનાની માહિતી મળતા જ વરિષ્ઠ પ્રશાસનિક અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મંત્રી સાથે વાત કરીને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મંત્રીએ SP સાથે ફોન પર વાત કરી હતી અને તેમને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, પોલીસની કાર્યશૈલી સવાલોના ઘેરામાં છે અને જો સમયસર કોઈ સુધારો નહીં થયો તો જનતાનો પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જશે.
મંત્રીએ મીડિયા સાથેની વાતચીત કરતા કહ્યું કે, ‘આ પોલીસની આપખુદશાહીનું ઉદાહરણ છે, કોઈ પણ તપાસ વિના એક નિર્દોષ કાર્યકર્તા પર કેસ નોંધવામાં આવ્યો અને જ્યારે અમે આપત્તિ દર્શાવી તો અમને અપમાનિત પણ કર્યા, એવા અધિકારીઓને તાત્કાલિક દૂર કરવા જોઈએ, જે સરકારની છબી ખરાબ કરી રહ્યા છે.' ધરણાં દરમિયાન, ભાજપના કાર્યકર્તાઓનું ટોળું પોલીસ સ્ટેશનની બહાર એકઠું થઈ ગયું અને પોલીસ પ્રશસા વિરુદ્ધ નારેબાજી કરવા લાગ્યું. પરિસ્થિતિને સંભાળવા માટે ઘટનાસ્થળ પર વધારાની પોલીસ બળ બોલાવવામાં આવ્યું. તો, પોલીસ વિભાગ સમગ્ર મામલાની તપાસ કરવાનો ભરોસો આપી રહ્યો છે.
ઉત્તર પ્રદેશ સરકારના રાજ્યમંત્રી પ્રતિભા શુક્લા કાનપુર દેહાતના અકબરપુર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા હતા. તેમણે પોલીસ પર ભાજપ કાર્યકર્તા પર ખોટો કેસ નોંધવાનો અને ગેરવર્તણૂક કરવાનો આરોપ લગાવ્યો. મંત્રીએ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને હટાવવાની માગ કરી અને પોલીસની કાર્યશૈલી પર સવાલ ઊભા કર્યા. ઘટનાસ્થળે પહોંચેલા વરિષ્ઠ અધિકારીઓએ મંત્રીને સમજાવવાનો પ્રયાસ કર્યો.

