50 લાખનો વીમો પકાવવા વેપારી પુતળાને લઈ અંતિમ સંસ્કાર પહોંચ્યો, સ્મશાન ગૃહે થયો ખરાખરીનો ખેલ

પચાસ લાખ રૂપિયાના દેવાના બોજથી દબાયેલા દિલ્હીના એક કાપડ વેપારી અને તેના સાથી દ્વારા રચવામાં આવેલા કાવતરાનો પર્દાફાશ થતાં, બ્રજઘાટ ગંગાનગરી સ્મશાનગૃહમાં ચિતા પર મૃતદેહને બદલે એક ડમી પ્લાસ્ટિકનું પૂતળું મૂકેલું જોઈને હોબાળો મચી ગયો હતો. ઘટનાસ્થળેથી સૂચના મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કડક પૂછપરછ કર્યા પછી થોડા જ સમયમાં આખા કાવતરાનો પર્દાફાશ કર્યો, અને બંને આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા.

Cremate-Plastic-Dummy4
amarujala.com

ગુરુવારે બપોરે લગભગ 1 વાગ્યે, બ્રજઘાટ ગંગાનગરી સ્મશાનગૃહમાં એ સમયે અંધાધૂંધી અને હંગામો મચી ગયો જ્યારે અગ્નિસંસ્કાર માટે લાવવામાં આવેલા 30 વર્ષીય વ્યક્તિના મૃતદેહને બદલે ડમીમાં પ્લાસ્ટિકનું પૂતળું હોવાનું જાણવા મળ્યું. થોડીવારમાં જ, હજારો લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા. માહિતી મળતાં થોડી જ વારમાં ઇન્સ્પેક્ટર મનોજ કુમાર બાલિયાન પોલીસ ટીમ સાથે સ્મશાનગૃહ પહોંચ્યા. કોઈ પણ વિલંબ કર્યા વિના, પોલીસ ટીમે દિલ્હીના બે યુવાનોને અટકાયતમાં લીધા, જેઓ મૃતદેહના વેશમાં એક ડમી પ્લાસ્ટિકના પૂતળાના અગ્નિસંસ્કાર કરી કાવતરાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

Cremate-Plastic-Dummy1
amarujala.com

શરૂઆતની પૂછપરછ દરમિયાન, બંને યુવાનોએ દિલ્હીની એક હોસ્પિટલમાંથી મૃતદેહના બદલે સીલબંધ ડમી પ્લાસ્ટિકનું પૂતળું આપી દીધું હોવાનો દાવો કરીને ભાગી જવાનો પ્રયાસ કરવા લાગ્યા. જોકે, જ્યારે પોલીસે કડક વલણ અપનાવ્યું, ત્યારે તેઓ ગભરાઈ ગયા અને અવનવી વાર્તાઓ બનાવીને કહેવાનું શરુ કર્યું. વિરોધાભાસી નિવેદનો સાંભળીને પોલીસે બંને યુવાનોને કસ્ટડીમાં લઇ લીધા અને  પૂછપરછ દરમિયાન, તેઓએ પૂરું સત્ય કહી દીધું હતું. ઇન્સ્પેક્ટર મનોજ કુમાર બાલિયાને જણાવ્યું કે, દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનના કૈલાશપુરીનો રહેવાસી કમલ સોમાણી, જે મૃતદેહને બદલે ડમીના પ્લાસ્ટિકના પૂતળાને અગ્નિસંસ્કાર કરવા માટે લાવ્યો હતો, તે તેના મિત્ર આશિષ ખુરાનાને પણ સાથે લાવ્યો હતો, જે દિલ્હીના ઉત્તમ નગર પોલીસ સ્ટેશનના જૈન કોલોનીનો રહેવાસી છે. તેઓએ દિલ્હીના પ્રસાદ નગર પોલીસ સ્ટેશનના કરોલ બાગના રહેવાસી ધર્મરાજના પુત્ર અંશુલ કુમારનું અંસારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાનું ખોટું બોલીને મૃતદેહના બદલે ડમી પ્લાસ્ટિકના પૂતળાને અગ્નિસંસ્કાર આપવાનો પ્રયાસ કર્યો હતો.

Cremate-Plastic-Dummy3
amarujala.com

ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે, કમલ સોમાનીએ તેમને કહ્યું કે, તે કપડાની દુકાન ધરાવે છે અને તેના પર રૂ. 50 લાખનું દેવું છે. દેવું ચૂકવવા માટે, તેણે એક કાવતરું ઘડ્યું હતું અને ભૂતપૂર્વ કર્મચારી નીરજ, જે અગાઉ તેની દુકાનમાં કામ કરતો હતો, તેની પાસેથી કોઈ બહાનું બનાવીને તેના ભાઈ અંશુલનો આધાર અને પાન કાર્ડ મંગાવી લીધા હતા. આનો દુરુપયોગ કરીને તેણે લગભગ એક વર્ષ પહેલા અંશુલનો ટાટા AI વીમો લઇ લીધો હતો અને નિયમિત હપ્તા ચૂકવતો હતો. દેવું ચૂકવવાના કાવતરાના ભાગ રૂપે, તેણે અને તેના મિત્રએ અંશુલનું પૂતળું તેમની કારમાં મૂક્યું હતું અને તેના અગ્નિસંસ્કાર કરવાના ઇરાદાથી બ્રજઘાટ સ્મશાનગૃહમાં આવ્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન, કમલ સોમાનીએ જણાવ્યું હતું કે, જો તે ડમીના અગ્નિસંસ્કાર કરવામાં સફળ થયો હોત, તો તેણે અગ્નિસંસ્કાર પ્રમાણપત્રના આધારે વીમાનો દાવો કર્યો હોત અને તેનું દેવું ચુકવવામાં સફળ રહ્યો હોત.

About The Author

Related Posts

Top News

RBIએ રેપોરેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો તેનાથી તમને જાણો શું ફાયદો થશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ મોનિટરી પોલિસીની બેઠકમાં એક મોટો નિર્ણય લીધો છે, જેમાં રેપો રેટમાં 25...
Business 
RBIએ રેપોરેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો તેનાથી તમને જાણો શું ફાયદો થશે

પુતિનની મુલાકાતથી ભારત અને રશિયાને શું ફાયદો થશે?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે અને 5 ડિસેમ્બરે પણ ભારત રહેવાના છે. તેમની 30 કલાકની ભારત...
World 
પુતિનની મુલાકાતથી ભારત અને રશિયાને શું ફાયદો થશે?

ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે દીવાલ બની છે

સુરતમાં ડિમોલીશનનો મુદો અત્યારે ચર્ચામાં છે. ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર પછી મેયર દક્ષેશ માવાણી અને કમિશ્નર અનુપમ સિંહ...
Gujarat 
ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે દીવાલ બની છે

મહારાષ્ટ્રમાં 25,000 શાળાઓ બંધ, ધોરણ 10ની બોર્ડ પરીક્ષા અગાઉ મોટું આંદોલન; જાણો શું છે કારણ

મહારાષ્ટ્રમાં આજે લગભગ 25,000 શાળાઓ બંધ રાખવામા આવી છે. 10મા ધોરણની બોર્ડની પરીક્ષા અગાઉ ખાનગી, આંશિક રીતે અનુદાનિત...
National 
મહારાષ્ટ્રમાં 25,000 શાળાઓ બંધ, ધોરણ 10ની બોર્ડ પરીક્ષા અગાઉ મોટું આંદોલન; જાણો શું છે કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.