લગ્ન વગર જ વળતર માંગતી હતી, કોર્ટે છેતરપિંડી કરનાર મહિલા સામે આ પગલું ભર્યું

બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે છૂટાછેડા અને ભરણપોષણના નામે પુરુષોને છેતરતી મહિલાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. મહિલા પર ભરણપોષણ મેળવવા માટે કેસ દાખલ કરવાનો અને ત્યાર પછી બહાર સમાધાન કરીને કેસ પાછો ખેંચી લેવાનો આરોપ છે. આ કેસમાં મહિલા લતાબાઈ જાધવ અને તેના બે વકીલો સામે પણ સિલોદ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં સુનાવણીમાં વિલંબના નામે મહિલા લતાબાઈ જાધવ વતી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે પણ તેમની જામીન અરજી ફગાવી દીધી હતી.

આ કિસ્સામાં, એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે, તે આ મહિલાને ક્યારેય મળ્યો જ નથી. તેમાં ભરણપોષણનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પીડિતે કોર્ટને જણાવ્યું કે, મહિલાએ તેના બે વકીલો સાથે મળીને અન્ય ત્રણ લોકો સામે પણ આવો જ કેસ દાખલ કર્યો હતો. તે નકલી નામો સાથે આવા કેસ કરે છે. કોર્ટને કહેવામાં આવ્યું કે, બે કેસમાં કોર્ટની બહાર સમાધાન થયું અને પછી કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો. આ વ્યક્તિની અરજી પછી કોર્ટે આ મામલે તપાસનો આદેશ આપ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, મહિલા લતાબાઈ જાધવ તેના બે વકીલો સાથે મળીને લોકોને નકલી કેસમાં ફસાવતી અને પછી કોર્ટની બહાર સમાધાન કરીને કેસ પાછો ખેંચી લેતી હતી. આ કેસમાં મહિલા લતાબાઈ જાધવ વિરુદ્ધ 15 ઓક્ટોબર 2023ના રોજ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી.

બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ S.G. મેહારેની બેંચે મહિલાની જામીન અરજી પર સુનાવણી કરી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, આ મામલામાં નીચલી કોર્ટમાં થયેલી સુનાવણી મુજબ મામલો સાચો લાગે છે. કોર્ટને જાણવા મળ્યું કે, મહિલાનો ભૂતકાળ પણ સારો ન હતો. આવી સ્થિતિમાં જો મહિલાને જામીન આપવામાં આવે તો તે ફરાર થઈ શકે છે. જસ્ટિસ મેહારેએ કહ્યું કે, ટ્રાયલ કોર્ટ કેસની વહેલી તકે સુનાવણી કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, દરેક વખતે તે નિયંત્રણમાં રહેતું નથી. હાઈકોર્ટે કહ્યું કે, તમામ પક્ષકારોએ આ મામલે કોર્ટને સમર્થન આપવું જોઈએ, જેથી કેસનો ઝડપથી નિકાલ થઈ શકે.

About The Author

Related Posts

Top News

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ગયા શુક્રવારે રાજસ્થાનના એક કેસમાં EDએ અનિલ અંબાણીને રૂબરૂ હાજર થવા...
Business 
અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.