સાંસદના પુત્રએ કારથી મહિલાને કચડી નાખી, ધરપકડ પહેલા જ જામીન મળી ગયા

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં પૂરપાટ ઝડપે દોડતી એસ્ટન માર્ટિન કારની ટક્કરથી એક 26 વર્ષીય મહિલાનું મોત થઇ ગયું. આ અકસ્માત હૈદરાબાદના માધાપુર વિસ્તારમાં એક મોલની બહાર થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, કાર આંધ્ર પ્રદેશના રાજ્યસભા સાંસદ લિંગમનેની રમેશનો પુત્ર 23 વર્ષીય લિંગામનેની સંજુશ ચલાવી રહ્યો હતો. મૃતક મહિલાની ઓળખ ભારતી મુખી (26) તરીકે થઈ છે.

women
thelallantop.com

ભારતી મોલમાં સેલ્સવુમન તરીકે કામ કરતી હતી. પોલીસે જણાવ્યું હતું કે 16 ઓગસ્ટના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ ભારતી તેના સાથીદાર સાથે નજીકની હોટલમાં ખોરાક લેવા ગઈ હતી. તે મોલમાં પાછી ફરી રહી હતી. આ દરમિયાન તે રસ્તો ક્રોસ કરી રહી હતી, ત્યારે કારે તેને ટક્કર મારી દીધી. ટક્કર જોરદાર હતી કે, ભારતીના માથામાં ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ તેને તે જ કારમાં એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.

આ ઘટના અંગે તેના સ્ટોર મેનેજર પંજલા અશ્વિન કુમારે FIR દાખલ કરાવી છે. ફરિયાદ અને તપાસના આધારે, પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 106(1) હેઠળ સંજુશ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ કલમ બેદરકારીથી કોઇનું મૃત્યુ થવા સાથે જોડાયેલી છે અને તેમાં પાંચ વર્ષ સુધીની જેલ અને દંડની સજા છે.

પોલીસનું કહેવું છે કે તપાસમાં પુરાવા મળ્યા છે કે અકસ્માત સમયે સંજુશ કાર ચલાવી રહ્યો હતો. અધિકારીઓ હવે વાહનની ગતિ અને અકસ્માતની કેવા સંજોગોમાં થયો તેની તપાસ કરી રહ્યા છે. સંજુશની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી નથી; પોલીસે જણાવ્યું કે ગુનો જામીનપાત્ર છે, તેથી તેને નોટિસ ફટકારવામાં આવી છે, અને તપાસ ચાલુ છે.

Lingamaneni-Sanjush2
zeenews.india.com

કોણ છે આરોપી સંજુશ?

ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું હતું કે સંજુશે દારૂ કે ડ્રગ્સના નશામાં ગાડી ચલાવી નહોતી. તેની સામે અગાઉ કોઈ કેસ નોંધાયેલ નથી. સંજુશ બ્લેક રિજ એનર્જી લિમિટેડ નામની કંપનીમાં ડિરેક્ટર છે. તેણે અમેરિકાના ડલ્લાસની યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે.

સંજુશ આંધ્ર પ્રદેશના રાજ્યસભા સાંસદ અને પવન કલ્યાણની જનસેના પાર્ટીના નેતા લિંગમનેની રમેશનો પુત્ર છે. લિંગમનેની રમેશ જનસેના પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા સાંસદ છે. આંધ્રપ્ર દેશમાં, જનસેના પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) સાથે મળીને સરકાર ચલાવી રહી છે. જોકે, અકસ્માત અંગે સાંસદ તરફથી હજુ સુધી કોઈ સાર્વજનિક પ્રતિક્રિયા આવી નથી.

About The Author

Top News

દારૂનું, સોનાનું સ્મગલિંગ તમે સાંભળ્યું હશે, પનીરનું સ્મગલિંગ સાંભળ્યું છે, રાજસ્થાનથી અમદાવાદ આવતું 408 કિલો નકલી પનીર પકડાયું

થોડા દિવસ અગાઉ રાજ્ય સરકારે ગુજરાતમાં એનાલોગ પનીર વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. ત્યારે દેશના રાજસ્થાનથી અમદાવાદમાં લૉ...
Gujarat 
દારૂનું, સોનાનું સ્મગલિંગ તમે સાંભળ્યું હશે, પનીરનું સ્મગલિંગ સાંભળ્યું છે, રાજસ્થાનથી અમદાવાદ આવતું  408 કિલો નકલી પનીર પકડાયું

તેલંગાણાના CM રેવંત રેડ્ડી શિક્ષણમાં સુધારા માટે અમેરિકા જઈ રહ્યા હતા, પરંતુ કેન્દ્ર સરકારે જવાની ના પાડી દીધી

તેલંગાણાના CM રેવંત રેડ્ડી તેમના પ્રતિનિધિમંડળ સાથે 10 દિવસના વિદેશ પ્રવાસ પર નીકળી રહ્યા છે. તેનું કારણ છે 'તેલંગાણા...
National 
તેલંગાણાના CM રેવંત રેડ્ડી શિક્ષણમાં સુધારા માટે અમેરિકા જઈ રહ્યા હતા, પરંતુ કેન્દ્ર સરકારે જવાની ના પાડી દીધી

સુરતના વેપારીઓ માટે દિવાળી ચોપડા પૂજાનું શુભ મુહૂર્ત 2026: રાજ જ્યોતિષાચાર્યની સલાહ

સુરત (ગુજરાત) [ભારત], 21 ઑગસ્ટ: આ વર્ષે દિવાળી 8 નવેમ્બર, 2026, રવિવારના રોજ ઉજવાશે, અને આ જ દિવસે સુરતના હીરા...
Gujarat 
સુરતના વેપારીઓ માટે દિવાળી ચોપડા પૂજાનું શુભ મુહૂર્ત 2026: રાજ જ્યોતિષાચાર્યની સલાહ

દેશમાં ખાંડની સ્થિતિ ખરાબ, ભાવ 70 નજીક પહોંચ્યો, 10 વર્ષમાં પહેલીવાર ડ્યૂટી ફ્રી ખાંડ આયાત કરવી પડી

તહેવારોની મોસમ પહેલાં દેશમાં ખાંડના રેકોર્ડબ્રેક ભાવને નિયંત્રણમાં લેવા અને સ્થાનિક પુરવઠો વધારવાના હેતુથી ભારત સરકારે ગુરુવારે 10 લાખ મેટ્રિક...
Business 
દેશમાં ખાંડની સ્થિતિ ખરાબ, ભાવ 70 નજીક પહોંચ્યો, 10 વર્ષમાં પહેલીવાર ડ્યૂટી ફ્રી ખાંડ આયાત કરવી પડી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.