સરકારી નોકરી બચાવવા મા-બાપે પોતાના 3 દિવસના બાળક સાથે એવું કર્યું કે કાળજું કંપી ઉઠે

એક કહેવત તમે સાંભળી હશે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય... એટલે કે સંતાન ક્યારેક એવી પાકે કે જે માવતરના કહ્યામાં ના હોય. એવા પણ લોકો જોઈએ છીએ કે જે પોતાના મા-બાપને ખૂબ દુખ આપે છે. પોતાના મા-બાપને ના સાચવતા અને તેમને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેતા સંતાનો તો અગણિત છે. આજના જમાનામાં તો સંપત્તિ માટે મા-બાપને મારી નાખે એવો સંતાનો પણ પેદા થાય છે. પણ ક્યારેય એવું સાંભળ્યું કે માવતર પોતાના સંતાનોને દુખ આપે? ઉલટાના વિશ્વના દરેક મા-બાપ પોતાના મોઢાનો કોળિયો કાઢીને પોતાના સંતાનોને ખવડાવતા હોય છે. દુનિયાના દરેક મા-બાપ પોતાની શક્તિ પ્રમાણે પોતાની સંતાનને સારામાં સારી રીતે ઉછેરતા હોય છે અને સારામાં સારું પોષણ આપતા હોય છે. આમ આ કહેવત માવતરની મોટાઈ બતાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ કહેવત ખાસ કરીને ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે કે જયારે સંતાન પોતાના માવતરને ખુબ દુખ આપે પણ એના બદલામાં માવતર એને પ્રેમ અને ત્યાગ જ આપતા હોય છે. 

પણ અમુક વાર આ કહેવત પણ ખોટી પડી જાય છે. આવો જ એ કિસ્સો સામે આવ્યો છે, જે જાણીને આંચકો લાગી જાય. મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક સરકારી શાળાના શિક્ષક અને તેની પત્નીએ તેના માત્ર ત્રણ દિવસના ચોથા બાળકને જંગલમાં પથ્થર નીચે જીવતું દફનાવી દીધુ હતું. સદનસીબે પસાર થતા લોકોની સતર્કતાથી બાળકનો બચાવ થયો, પરંતુ તેની હાલત ગંભીર છે. શિક્ષકે પોતાની નોકરી બચાવવા માટે આ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

પોલીસની માહિતી અનુસાર આ ઘટના ધનોરા ચોકી હેઠળના નંદનવાડી ગામના ગાઢ જંગલમાં બની હતી. આરોપી બબલુ દાંડોલિયા, નંદનવાડી પ્રાથમિક શાળામાં ત્રીજા ધોરણમાં શિક્ષક છે. તેને પહેલાથી જ બે પુત્રીઓ અને એક પુત્ર છે. તેના નવા જન્મેલા ચોથા પુત્રને પરિવારનો બોજ માનીને બબલુએ તેની પત્ની રાજકુમારી સાથે કાવતરું રચ્યું. તેઓ નવજાત બાળકને જંગલમાં લઈ ગયા, તેને પથ્થરો નીચે દફનાવી દીધો અને ભાગી ગયા. બાળકના રડવાથી ગ્રામજનોનું ધ્યાન ખેંચાયું.

02

જ્યારે પસાર થતા લોકોએ પથ્થરો હટાવ્યા, ત્યારે નવજાત કીડીઓથી ઘેરાયેલું હતું. તેના નાજુક શરીર પર ગંભીર કરડવાના ઘા હતા. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને બાળકને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડોક્ટરોએ અહેવાલ આપ્યો કે ચેપ અને ઇજાઓ જીવલેણ હતી, પરંતુ તે વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.

પોલીસે શરૂઆતમાં તેના પર બાળક ત્યજી દેવાનો આરોપ મૂક્યો હતો, પરંતુ ફોરેન્સિક તપાસ અને સાક્ષીઓના નિવેદનોમાં પૂર્વયોજિત હત્યાનો ખુલાસો થયો છે. આરોપી દંપતી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે, અને તેમની ધરપકડ કરવામાં આવી છે. સિધૌલી પોલીસ સ્ટેશનના તામિયાના રહેવાસી આ દંપતી હવે ન્યાયિક કસ્ટડીમાં છે. પોલીસ અધિક્ષક (એસપી) એ જણાવ્યું હતું કે તપાસ પૂર્ણ થયા પછી કડક સજા સુનિશ્ચિત કરવામાં આવશે. 

દંપતી 2009 થી પ્રાથમિક સરકારી શાળામાં ધોરણ 3 ના શિક્ષક તરીકે કામ કરે છે. પોતાના કૃત્યની કબૂલાત કરતા તેઓએ કહ્યું કે ચોથા બાળકના કારણે તેમને તેમના શિક્ષણ પદ પરથી સસ્પેન્ડ અથવા બરતરફ થવાનો ડર હતો અને તેથી આ પગલું ભર્યું. તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશમાં 2થી વધુ બાળકો હોય તો સરકારી નોકરી ગુમાવવી પણ પડી શકે છે. 2023માં ત્રીજું સંતાન હોવાને કારણે એક ટીચરની નોકરી ચાલી ગઈ હતી.

જોકે, આરોપી દંપતી દ્વારા કહેવામાં આવેલી વાર્તાથી ગ્રામજનો સહમત નથી. તેઓ પ્રશ્ન કરે છે કે શું દંપતીના કૃત્યો ફક્ત તેમની નોકરી બચાવવા માટે હતા કે પછી તેઓએ કોઈ અન્ય કારણોસર બાળક પર આ સ્થિતિ લાવી હતી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં, બુધવારે પિતા-પુત્રએ હિન્દુ ધર્મ અપનાવી લીધો. બજરંગ દળના કાર્યકરોની હાજરીમાં તેમણે ઇસ્લામનો ત્યાગ કર્યો અને દેવીના...
National 
અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલની સામે ભાજપના જ બળવાખોર નેતાઓ પડ્યા

સુમુલ ડેરીની આગામી ચૂંટણી અગાઉ જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રેરિત પેનલના સત્તાવાર 16 ઉમેદવારો સામે પક્ષના...
Gujarat 
સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલની સામે ભાજપના જ બળવાખોર નેતાઓ પડ્યા

સ્ટોરિયા કોકોનટ વોટરને જો '100% નાળિયેર પાણી' સમજી પીતા હોવ તો સાવધાન, કોર્ટે ફટકાર્યો દંડ

સ્ટોરિયા ફૂડ્સ એન્ડ બેવરેજીસ પર ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપની પર તેના કેટલાક ઉત્પાદનો અંગે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો...
Business 
સ્ટોરિયા કોકોનટ વોટરને જો '100% નાળિયેર પાણી' સમજી પીતા હોવ તો સાવધાન, કોર્ટે ફટકાર્યો દંડ

BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

ઇલેક્ટ્રિક કારને લઈને લોકોમાં એક મોટી ચિંતા તેની રેન્જને લઈને હોય છે. હવે, BYDએ આ રેન્જની ચિંતાને દૂર...
Tech and Auto 
BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.