કાનપુરમાં 'નાક કટવા' (નાક કાપનાર)નો ડર... અડધો ડઝન લોકોના નાક કાપી નાંખ્યા! પીડિતોએ આખી વાર્તા સંભળાવી

કાનપુરના એક ગામમાંથી એક વિચિત્ર ડરાવનારી વાર્તા લોકોના મોઢે સંભળાઈ રહી છે. ગામમાં એક એવો માણસ છે જેને લોકો 'નાક કટવા' (નાક કાપનાર) કહેવા લાગ્યા છે. તેના પર એવો આરોપ છે કે, તે ઝઘડો કરીને સામેવાળાનું નાક કે આંગળી કાપી નાખે છે. બે વર્ષમાં તે અડધો ડઝનથી વધુ લોકોને પોતાના ગુસ્સાનો શિકાર બનાવી ચુક્યો છે. હવે કંટાળીને પીડિતો જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસ પહોંચ્યા છે, જેને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટે તપાસનો આદેશ આપ્યો છે. તો ચાલો તમને જણાવી દઈએ કે આ આખો મામલો શું છે..

Kanpur-Nose-Cutting.jpg-3

આજકાલ, ઉત્તર પ્રદેશના કાનપુરના એક ગામમાં એક જાતનો ડર ફેલાઈ ગયો છે, આ ડર કોઈ જંગલી પ્રાણી કે ચોરોની ટોળકીનો નથી, પરંતુ એક માણસનો છે, જેને તેઓ 'નાક કટવા' કહે છે. ગામમાં જ્યારે પણ કોઈ ઝઘડો કે લડાઈ થાય છે, ત્યારે આ માણસ તેની સામેવાળી વ્યક્તિનું નાક કે આંગળી કાપી નાખવા માટે ઝનૂની બની જાય છે. અત્યાર સુધીમાં તે અડધો ડઝનથી વધુ લોકોને પોતાના આ કૃત્યનો ભોગ બનાવી ચુક્યો છે. આ વાર્તા એટલી જ વિચિત્ર છે જેટલી તે ધ્રુજારી પેદા કરનારી છે.

આ વાર્તા કોઈ અફવા નથી, પરંતુ અલવર નામના વ્યક્તિ વિશે છે. ગામલોકોનું કહેવું છે કે, જો કોઈ તેની સાથે ઝઘડો કરે છે, ભલે તે નાની દલીલ પણ કેમ ન હોય, તે સીધો ચહેરા પર હુમલો કરે છે... અને સામેવાળી વ્યક્તિનું નાક કાપી નાખે છે.

Kanpur-Nose-Cutting.jpg-2

પીડિત, દિવારી લાલ, અને તેનો ભાઈ, અવધેશ, ફરિયાદ લઈને કાનપુર જિલ્લા મેજિસ્ટ્રેટની ઑફિસમાં પહોંચ્યા. તેના ચહેરા પર પાટો બાંધેલો હતો, તેની આંખો ગુસ્સા અને ભયથી ડરેલી હતી... દિવારી લાલે કહ્યું, 'સાહેબ, તે (અલવર) દારૂ પીને ઝઘડો કરવા લાગે છે અને સીધો નાક પર હુમલો કરે છે. તેણે મારું નાક કાપી નાખ્યું, મારા ભાઈનું પણ, અને મારા પર કુહાડીથી પણ હુમલો કર્યો. બે વર્ષમાં, તેણે પાંચ કે છ લોકોના નાક કાપી ચુક્યો છે.'

તેમની સાથે ઉમેશ ઉભો હતો, જેની વાર્તા બે વર્ષ જૂની છે. તેણે કહ્યું, 'મેં તેની સામે કેસ પણ દાખલ કર્યો. તેણે મારું નાક અને આંગળી કાપી નાખી. તે જેલમાં પણ ગયો... પરંતુ બહાર આવતાની સાથે જ તેણે ફરીથી એ જ કામ કરવાનું શરૂ કરી દીધું.'

ગ્રામજનોના મતે, લોકો અલવર સાથે વાત કરતા પણ ડરે છે. ખેતરમાં કામ કરતા હોય કે બીજા રસ્તે મુસાફરી કરતા હોય, જો તેઓ તેને આવતો જુએ છે, તો ઘણા લોકો પોતાનો રસ્તો બદલી નાખે છે. ગામની મહિલાઓ કહે છે કે, તેઓ તેમના બાળકોને એકલા બહાર મોકલતા નથી... જો કંઈક થઇ જાય તો શું થાય? 'નાક કટવા' કોઈ ભૂત કે રહસ્યમય પડછાયો નથી... પરંતુ એક માનવી છે, જે હિંસાને હથિયાર તરીકે ઉપયોગ કરે છે.

Kanpur-Nose-Cutting.jpg-4

જ્યારે પીડિતો આ સનસનાટીભર્યા કેસ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટને મળ્યા, ત્યારે તેમણે તપાસની ખાતરી આપી. આ દરમિયાન, વિસ્તારના ACP અમરનાથ યાદવે જણાવ્યું કે, 19 ઓક્ટોબરે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. બંનેને તબીબી સારવાર આપવામાં આવી, અને કલમ 151ની કાર્યવાહી શરૂ કરવામાં આવી. મેડિકલ રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું નથી કે નાક કાપવામાં આવ્યું હતું. ઝઘડા દરમિયાન ઈજા થઈ હોઈ શકે છે.

આ નિવેદન ઘણા પ્રશ્નો ઉભા થાય છે. શું ખરેખર કોઈનું નાક કાપવામાં આવ્યું હતું, કે પછી તે માત્ર ઇજા થઇ હતી? અડધો ડઝન લોકો એક જ વ્યક્તિ પર સતત આરોપ કેમ લગાવી રહ્યા છે? લોકો કહે છે કે તેઓ વાઘ કે વરુથી ડરતા નથી... પરંતુ તેઓ આ માણસથી ડરે છે, જે માનવ માંસ પણ ચાવી જાય છે. શું આ ફક્ત મારપીટનો કેસ છે? કે પછી ખરેખર કોઈ એવો માણસ ગામમાં ફરતો હોય છે, જે ગુસ્સામાં આવીને નાક કાપતા પણ અચકાતો નથી?

About The Author

Top News

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

ક્રિકેટમાં અત્યાર સુધી ઘણી વખત મેચ રદ થવાનું કારણ વરસાદ રહ્યો છે, જ્યારે કેટલીક મેચ શરૂઆત પહેલા ખરાબ પીચ...
Sports 
ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.