કોર્ટમાં પહોંચવામાં વૃદ્ધ દંપતીને તકલીફ હતી, જજે બહાર આવી સાંભળ્યો કેસ, ઓટો રિક્ષા પર સંભળાવ્યો ચુકાદો

તેલંગાણાની નિઝામાબાદ કોર્ટમાં, એક ન્યાયાધીશ કોર્ટરૂમમાંથી બહાર આવીને ઓટો રિક્ષા પાસે આવીને કેસની સુનાવણી કરી અને પછી વૃદ્ધ દંપતી સામે દાખલ કરાયેલા કેસને ફગાવી દીધો. નિઝામાબાદ જિલ્લા કોર્ટમાં એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (JFCM) ફર્સ્ટ ક્લાસ E સાઈ શિવા દહેજના એક કેસની સુનાવણી કરી રહ્યા હતા ત્યારે તેમને ખબર પડી કે આ કેસમાં આરોપી દંપતી વૃદ્ધ અને કમજોર છે, તો તેઓ પોતે કોર્ટરૂમમાંથી બહાર આવ્યા અને કોર્ટના પગથિયાં પર ઉભા રહીને વૃદ્ધ દંપતીનું નિવેદન નોંધ્યું. ન્યાયાધીશે ત્યાં જ નાણાકીય પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને કેસ ત્યાં જ રદ કરી દીધો.

court
msn.com

શું હતો આખો મામલો?

એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (JFCM) ફર્સ્ટ ક્લાસ E સાઈ શિવાના કોર્ટરૂમમાંથી પ્રોટોકોલ તોડીને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ઈ સાંઈ શિવાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં તે ન્યાયાધીશના પોશાકમાં છે અને એક વૃદ્ધ મહિલાને કંઈક પૂછી રહ્યા છે. વૃદ્ધ દંપતીને વ્યક્તિગત રીતે મળવા અને આ હૃદયસ્પર્શી પગલું ભરવા બદલ ન્યાયાધીશ ઇ. સાઇ શિવાની વ્યાપક પ્રશંસા થઈ રહી છે. નિઝામાબાદના બોધનમાં આવેલો આ દહેજ કેસ રુદ્રુર મંડળના રેકુર ગામ સાથે સંબંધિત છે. અહીંના રહેવાસી સયામ્મા અને ગંગારામ તેમની પુત્રવધૂ દ્વારા દાખલ કરાયેલા કેસના સંદર્ભમાં નિયમિતપણે કોર્ટ સુનાવણીમાં હાજરી આપતા હતા. વૃદ્ધાવસ્થા હોવા છતાં, બંને કાનૂની પ્રક્રિયા પ્રત્યે પ્રતિબદ્ધ રહ્યા.

court2
nationalheraldindia.com

ન્યાયાધીશે છોડી પોતાની ખુરશી 

28 એપ્રિલના રોજ, વૃદ્ધ દંપતી ઓટો-રિક્ષામાં કોર્ટ પરિસરમાં પહોંચ્યા, પરંતુ શારીરિક નબળાઈને કારણે, તેઓ કોર્ટ રૂમમાં ચાલીને જઈ શક્યા નહીં. જ્યારે JFCM મેજિસ્ટ્રેટ ઇ. સાઈ શિવાને તેમની હાજરી અને સ્થિતિ વિશે જાણ કરવામાં આવી, ત્યારે તેઓ તેમની ખુરશી પરથી નીચે ઉતર્યા અને તેમને વ્યક્તિગત રીતે મળવા બહાર આવ્યા. મેજિસ્ટ્રેટે સ્થળ પર જ કેસની વિગતો તપાસી. બંને પક્ષોને સાંભળ્યા પછી અને સંજોગોનું મૂલ્યાંકન કર્યા પછી, તેમણે તારણ કાઢ્યું કે વૃદ્ધ દંપતીનો કોઈ વાંક નથી. આ પછી તેમણે કેસ રદ કરી દીધો.

સોશિયલ મીડિયા પર થઈ રહી છે પ્રશંસા

જજ ઇ સાઈ શિવ દ્વારા લેવામાં આવેલા પગલાની ખૂબ પ્રશંસા થઈ રહી છે. એક્સ પર અખિલ સિંહ નામના એક યુઝરે લખ્યું કે કોર્ટ રૂમમાં પહોંચવામમાં અસમર્થ એક વૃદ્ધ દંપતીના કેસની સુનાવણી માટે જેએફસીએમ મેજિસ્ટ્રેટ ઇ સાઈ શિવા નું બહાર આવવું તે ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયક છે. આવી જ ટિપ્પણી  સૌરભ શોત્રિયાએ પણ કરી છે. તેમણે લખ્યું છે કે જજે ઓટો રિક્ષા પરનો કેસ જ ફગાવી દીધો.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.