પોતાની જમીન વેચીને રામ મંદિર માટે સૌથી પહેલા 1 કરોડ રૂપિયાનું દાન આપનાર સિયારામ કહે છે- 'મને અફસોસ થઇ રહ્યો છે'

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક માણસ રહે છે. તેનું નામ સિયારામ ઉમરવૈશ્ય છે. 2018માં તેણે રામ મંદિરના નિર્માણ માટે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. તે સૌપ્રથમ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેમણે મંદિરના નિર્માણ માટે 1 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે, દાન ચોરીના આરોપો વચ્ચે, તેનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. વાયરલ વીડિયોમાં, તેઓ કહે છે કે, તેમણે પોતાની જમીન વેચી દીધી અને દાન કર્યું, કારણ કે તેઓ માનતા હતા કે રામનું મંદિર બની રહ્યું છે. પરંતુ હવે તેમને પસ્તાવો થઇ રહ્યો છે.

ઉમરવૈશ્યે કહ્યું કે, તેણે પોતાની જમીન એ વિચારીને વેચી દીધી કે, તેની પાસે જે કંઈ હતું તે રામ માટે કામ લાગશે. જીવનનું કોઈ ઠેકાણું નથી. તેણે આગળ કહ્યું, 'હું 75 વર્ષનો છું. મેં જમીન મારા અને મારા બાળકો માટે રાખી હતી. તેને વેચીને મને 1 કરોડ રૂપિયા મળ્યા. મેં તે પૈસા આપી દીધા. પરંતુ હવે, આ બધું સાંભળીને, મને ખૂબ દુઃખ થાય છે કે લોકોએ બધા પૈસાનો દુરુપયોગ કર્યો. લોકો મને પૈસા ન આપવાનું કહી રહ્યા હતા, પરંતુ મે તેમને કહ્યું કે તેઓ ખૂબ સારા લોકો છે. પરંતુ હવે હું જે સાંભળી રહ્યો છું તે ખૂબ જ દુઃખદ છે.'

04

થોડા સમય પહેલા, જો કોઈ સિયારામને આ વિશે પૂછ્યું હોત, તો તેમણે કહ્યું હોત કે રામ મંદિર બનતું જોવું એ તેમના જીવનની સૌથી મોટી ઇચ્છા હતી. પરંતુ આ બધું (દાન ચોરીના અહેવાલો) જોયા પછી, તેમનું વલણ બદલાઈ ગયું છે. તેમણે કહ્યું કે તેમને તેમના નિર્ણય પર પસ્તાવો થઇ રહ્યો છે, જોકે તેમણે આ માટે કોઈ નક્કર કારણ આપ્યું ન હતું. 2018માં ઘણા લોકોએ તેમને ડર બતાવ્યો હતો કે, જો સુપ્રીમ કોર્ટનો નિર્ણય મંદિરની તરફેણમાં નહીં આવે, તો તેમનું દાન વ્યર્થ થઈ શકે છે. પરંતુ સિયારામે કહ્યું કે, તેમને સંપૂર્ણ વિશ્વાસ હતો કે રામ મંદિર બનશે અને નિર્ણય તેમના પક્ષમાં જ આવશે. સુપ્રીમ કોર્ટના આદેશ પહેલાં દાન આપનારા તેઓ કદાચ જિલ્લા અને રાજ્યના પ્રથમ વ્યક્તિ હતા, અને તેઓ મંદિરના નિર્માણ માટે પ્રથમ દાતા તરીકે જાણીતા છે.

02

શહેરના સિયારામ કોલોનીના રહેવાસી સિયારામ ઉમરવૈશ્ય, એક સમર્પિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) કાર્યકર છે. ઓક્ટોબર 2018માં, તેમણે શ્રી રામ મંદિરના નિર્માણ માટે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું. તેમણે આ રકમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાશી પ્રાંતને દાનમાં આપી હતી.

About The Author

Top News

યુરોપમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો! સરકારી એજન્સીના આંકડા બળબળતા તાપને કારણે 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

પશ્ચિમ યુરોપના મોટા ભાગોમાં રેકોર્ડબ્રેક ગરમીએ તબાહી મચાવી છે. તીવ્ર ગરમીથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં ફ્રાન્સનો સમાવેશ થાય છે. ફ્રેન્ચ...
World 
યુરોપમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો! સરકારી એજન્સીના આંકડા બળબળતા તાપને કારણે 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

UPની ચૂંટણીમાં કોંગ્રેસે અડધી બેઠકો માંગી; માયાવતીના વખાણ કર્યા, અખિલેશ ટેન્શનમાં

આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે INDIA ગઠબંધનમાં ચેકમેટનો ખેલ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના નવનિયુક્ત ઉત્તર પ્રદેશ પ્રભારી રાજેન્દ્ર...
National 
UPની ચૂંટણીમાં કોંગ્રેસે અડધી બેઠકો માંગી; માયાવતીના વખાણ કર્યા, અખિલેશ ટેન્શનમાં

પ્લેટફોર્મ ટિકિટ હોવા છતા ₹500નો દંડ કેમ ફટકારવામાં આવ્યો? TTEએ જણાવ્યું કારણ

  લોકો ઘણીવાર રેલવે સ્ટેશનો પર સંબંધીઓ કે મિત્રોને છોડવા આવેલા માટે પ્લેટફોર્મ ટિકિટ ખરીદે છે. પરંતુ, શું તમે જાણો...
Business 
પ્લેટફોર્મ ટિકિટ હોવા છતા ₹500નો દંડ કેમ ફટકારવામાં આવ્યો? TTEએ જણાવ્યું કારણ

E20 પેટ્રોલ ફરજિયાત કેમ? જૂના વાહનો માટે E5 કે E10નો વિકલ્પ કેમ નથી આપી રહી સરકાર?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે પેટ્રોમને તમારી કાર કે બાઇકમાં ભરાવો છે, તે કોના હિતોમાં ફેરફાર થઇ...
Tech and Auto 
E20 પેટ્રોલ ફરજિયાત કેમ? જૂના વાહનો માટે E5 કે E10નો વિકલ્પ કેમ નથી આપી રહી સરકાર?
Copyright (c) Khabarchhe All Rights Reserved.