અયોધ્યા આવેલી સોના-ચાંદી, હીરા-માણિક્ય અને અષ્ટધાતુની 1250 શિલાઓ હવે 'ગુમ' થયાનો દાવો

અયોધ્યા રામ મંદિરમાં દાનના 7 કરોડ રૂપિયાની ચોરીના દાવાનો મામલો વધુ ગરમાઈ રહ્યો છે. શાસને આરોપોની તપાસ કરવા માટે 3 સભ્યોની SIT બનાવી છે. ત્યારે, ચોરીના દાવાઓ વચ્ચે સેવાદાર કૃષ્ણ દેવ તિવારી ઉર્ફે કેડીએ પોતાના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા. તેણે કહ્યું કે, મારી વિરુદ્ધ લગાવવામાં આવી રહેલા દોઢ કરોડ રૂપિયાની જમીન ખરીદવાના આરોપો ખોટા છે. ત્યારે હવે રામમંદિરમાંથી 1250 શિલાઓ હવે 'ગુમ' થઈ ગયાનો દાવો કરવામાં આવી રહ્યો છે

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, અયોધ્યાના શ્રીરામ મંદિરમાં દાન ચોરી વાત નવી નથી. ધર્મસેનાના સંસ્થાપક સંતોષ દુબેનો દાવો છે કે 1989માં ગામડે-ગામડે, શહેરે-શહેરે અને દેશ-વિદેશથી પૂજિત થઈને અયોધ્યા આવેલી સોના-ચાંદી, હીરા-માણિક્ય અને અષ્ટધાતુની 1250 શિલાઓ હવે 'ગુમ' થઈ ગઈ છે. આ શિલાઓ 2002 સુધી કારસેવકપુરમમાં રહી હતી. માટીની પૂજિત શિલાઓ આજે પણ કારસેવકપુરમમાં રાખેલી છે, પરંતુ ધાતુની શિલાઓ ક્યાંય દેખાતી નથી. સંતોષ દુબેના મતે સોના-ચાંદીની શિલાઓની દેખરેખની જવાબદારી પણ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પાસે હતી.

આ શિલાઓ કારસેવકપુરમમાં જ્યાં સુરક્ષિત રાખવામાં આવી હતી, ત્યાં 3 તાળાં મારેલા હતા. તો પછી આ શિલાઓ ક્યાં ગુમ થઈ ગઈ, તેની કોઈને ખબર નથી.  ભાસ્કરના અહેવાલ મુજબ, શ્રીરામ મંદિર આંદોલન સાથે જોડાયેલા સંતોષ દુબેએ જણાવ્યું કે, 'શ્રીરામ મંદિર માટે 1985માં 'શ્રીરામ જન્મભૂમિ ન્યાસ' બન્યો. તેના અધ્યક્ષ પરમહંસ રામચંદ્ર દાસ હતા. ન્યાસમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના અશોક સિંઘલ, ગિરિરાજ, રામવિલાસ વેદાંતી, ચંપત રાય સહિત ઘણા લોકો હતા.

શ્રીરામ મંદિર આંદોલનને વેગ આપવા માટે 1989માં VHPએ પહેલું મોટું અભિયાન શરૂ કર્યું. સૂત્ર આપવામાં આવ્યું હતું- ‘સવા રૂપિયો આપી દે ભાઈ રામશિલાના નામનો, રામના ઘરમાં લાગી જશે પથ્થર તારા નામનો.’ આ અભિયાનમાં VHPએ દરેક વ્યક્તિ પાસેથી સવા રૂપિયા, એટલે કે એક ઘર દીઠ 5 થી 10 રૂપિયાનું દાન આપવા જણાવ્યું. સાથે જ ઘરે-ઘરેથી પૂજિત શિલાઓ પણ મંગાવી હતી. VHPએ કહ્યું હતું કે શ્રીરામ મંદિરના નિર્માણમાં આ શિલાઓનો ઉપયોગ કરવામાં આવશે. આ અભિયાને સમગ્ર દેશમાં શ્રીરામ મંદિરના આંદોલનને વેગ આપ્યો. લોકોએ ખુલ્લેઆમ દાન આપ્યું.'

Ram-Mandir
divyabhaskar.co.in

તેમણે કહ્યું કે, 'હું તો અયોધ્યામાં જ રહું છું. ત્યારે કારસેવકપુરમ સાથે જોડાઈ ગયો હતો. મારું કામ એવી શિલાઓનો હિસાબ તૈયાર કરવાનું હતું, જે સોના-ચાંદી, હીરા, માણેક, અષ્ટધાતુ સહિત અન્ય મોંઘી ધાતુઓમાંથી તૈયાર કરીને મોકલવામાં આવી રહી હતી. ત્યારે મારી ઉંમર 22-23 વર્ષની હશે. મારી સાથે આ ગણતરીમાં ત્યારે સંઘના એક પ્રચારક ડૉ. રામવિલાસ વેદાંતી અને પરમહંસ રામચંદ્ર દાસ સામેલ હતા. ડૉ. રામવિલાસ વેદાંતી અને પરમહંસ રામચંદ્ર દાસ આજે આ દુનિયામાં નથી.’

સંતોષ દુબેનો દાવો છે, ‘સોના-ચાંદી અને અષ્ટધાતુની આ શિલાઓની કુલ સંખ્યા 1250 હતી. પરમહંસ રામચંદ્ર દાસજી જણાવતા હતા કે આ શિલાઓમાં સૌથી મોંઘી શિલા મોરેશિયસવાળી હતી. મુંબઈના એક વેપારીએ જે શિલા મોકલી હતી, તેના પર હીરા જડેલા હતા. સૌથી વધુ ચાંદી, પછી સોનાની શિલાઓ હતી.’

આ શિલાઓ ટ્રસ્ટના અધ્યક્ષ પરમહંસ રામચંદ્ર દાસના નિર્દેશ પર VHPના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાયની દેખરેખ હેઠળ રખાવવામાં આવી હતી. શિલાઓ સુરક્ષા માટે જ્યાં રાખવામાં આવી હતી, ત્યાં 3 તાળા મારવામાં આવ્યા હતા. 2002 સુધી આ શિલાઓ હતી. ત્યારથી તેની કોઈ ભાળ મળી નથી. સંતોષ દુબેનું કહેવું છે, ‘આની પાછળ ચંપત રાયની ભૂમિકા રહી છે. તેઓ દાવો કરે છે કે પરમહંસ રામચંદ્ર દાસ આ જ આઘાતમાં બીમાર રહેવા લાગ્યા અને 2 વર્ષ બાદ પ્રાણ ત્યાગી દીધા. ડૉ. રામવિલાસ વેદાંતી ડરના કારણે બોલી શક્યા નહીં. આના પરથી સ્પષ્ટ છે કે શ્રીરામ મંદિરના નામે મળતા દાનના સોના-ચાંદીની ચોરી આજે નહીં, 1989થી જ શરૂ થઈ ગઈ હતી.’

Ram-Mandir3
x.com/ShriRamTeerth

સંતોષ દુબએ કહ્યું છે, 'કારસેવકપુરમમાં VHPએ શ્રી રામ મંદિરનું મોડેલ રાખ્યું હતું. તેની સામે એક દાનપેટી રાખવામાં આવી હતી. તેમાં પણ દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ દાન કરતા હતા. આ દાનપેટીમાં 50 રૂપિયાથી વધુ દાન આપનારાઓને રસીદ આપવામાં આવતી હતી. મતલબ કે, આનાથી ઓછી રકમનો કોઈ હિસાબ-કિતાબ નહોતો. આ દાનપેટીમાં દર મહિને પાંચથી 7 લાખ રૂપિયા જમા થતા હતા. દાન આપનાર વ્યક્તિને બદલામાં શ્રી રામ મંદિર મોડેલનો એક ફોટો આપવામાં આવતો હતો. ત્યારે પણ VHP તરફથી દાનમાં મળતી રકમ ક્યારેય જાહેર કરવામાં આવી નહોતી.'

તેમણે વધુમાં કહ્યું કે, '5 ફેબ્રુઆરી, 2020ના રોજ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બન્યું. ત્યારે ન્યાસને તેમાં સમાવી લેવામાં આવ્યું. તે સમયે ન્યાસના ખાતામાં ફક્ત 8.50 કરોડ રૂપિયા દર્શાવવામાં આવ્યા હતા. ત્યારે પણ સોના-ચાંદીની શિલાઓનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ ટ્રસ્ટે સમર્પણ અને સહયોગ રાશિ અભિયાન ચલાવ્યું. ઓનલાઈન પણ દાન લેવામાં આવ્યું. ઘેર-ઘેર ચલાવવામાં આવેલા સમર્પણ રાશિ માટે રસીદ પણ આપવામાં આવી. જોકે, રસીદ અને દાનમાં મળેલી રકમને લઈને અવારનવાર સવાલો ઉઠતા રહ્યા છે. અગાઉ ન્યાસ અને હવે ટ્રસ્ટમાં ચંપત રાય જ સર્વેસર્વા ભૂમિકામાં છે. આરોપ લાગે છે કે ક્યારેય તેમની તરફથી પારદર્શિતા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી.’

શ્રીરામ મંદિરમાં દર્શન કરવા 2022થી અત્યાર સુધી સાડા ચાર વર્ષમાં 61.53 કરોડ લોકો પહોંચ્યા. સૂત્રો અનુસાર, દર્શન કરવા જનાર સામાન્ય વ્યક્તિ પણ ઓછામાં ઓછા 10 રૂપિયા શ્રદ્ધા ભાવથી જરૂર ચઢાવે છે. આ હિસાબે 600 કરોડ રૂપિયા માત્ર દાન પેટીઓમાં લોકોએ દાન કર્યા. આમાં મહિલાઓ દ્વારા દાન કરાયેલા સોના-ચાંદીના ઘરેણાંની વાત કરવામાં આવી રહી નથી.

2024માં ચંપત રાયે જ્યારે ચઢાવાનો વિવરણ આપ્યો હતો, ત્યારે તેમણે 13 ક્વિન્ટલ ચાંદી અને 20 કિલો સોનાનો ઉલ્લેખ કર્યો હતો. 2025માં લગભગ 30 કરોડ લોકોએ દર્શન કર્યા. આ હિસાબે 2025માં લગભગ 300 કરોડનો ચઢાવો આવવો જોઈએ. જ્યારે 1 એપ્રિલ, 2025 થી 28 ફેબ્રુઆરી, 2026 નો જે રેકોર્ડ ટ્રસ્ટે 21 માર્ચની બેઠકમાં રજૂ કર્યો હતો, તેમાં માત્ર 54 કરોડ રૂપિયા દર્શાવવામાં આવ્યા હતા. હવે જો 2026 ની વાત કરીએ, તો જાન્યુઆરીથી 15 જૂન સુધી લગભગ 7 કરોડ લોકો દર્શન કરી ચૂક્યા છે.

Ram-Mandir3
x.com/ShriRamTeerth

ભાસ્કરના અહેવાલ મુજબ, સંતોષ દુબેના આરોપો પર ચંપત રાયનો પક્ષ જાણવા ટીમ રામ મંદિર ટ્રસ્ટ કાર્યાલય પહોંચી હતી. અહીં એક રૂમમાં તોડફોડ ચાલી રહી હતી. અંદર ઈંટોના ટુકડાઓની સફાઈ કરવામાં આવી રહી હતી. ત્યાં જ રૂમમાં એક ખુરશી પર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય બેઠા હતા. ટીમે ટ્રસ્ટના કર્મચારીઓને પોતાની ઓળખ આપી અને કહ્યું કે ચંપત રાય સાથે વાત કરવી છે. ત્યારબાદ ટ્રસ્ટના કર્મચારીઓએ ટીમને વધુ સમય રોકાવા દીધી નહોતી.

About The Author

Related Posts

Top News

તેલના મોંઘા ભાવથી દુનિયાને બચાવવાના પ્રયાસમાં અમેરિકા કંગાળ થઈ ગયું!

વૈશ્વિક ઉર્જા બજારમાંથી ખુબ જ ચોંકાવનારા સમાચાર બહાર આવી રહ્યા છે. અમેરિકાનો સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR) ઘટવાની આરે છે....
Business 
તેલના મોંઘા ભાવથી દુનિયાને બચાવવાના પ્રયાસમાં અમેરિકા કંગાળ થઈ ગયું!

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સુંદર પિચાઈનો વિરોધ, જાણો શું છે આખો મામલો?

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ગૂગલના CEO સુંદર પિચાઈને એ સમયે એક અજીબોગરીબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ તેમના...
World 
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સુંદર પિચાઈનો વિરોધ, જાણો શું છે આખો મામલો?

બેંકો આખું ખાતું ફ્રીઝ નહીં કરી શકશે; ગ્રાહકોને રાહત, થશે મોટો ફાયદો

ડિજિટલ ઇન્ડિયાના યુગમાં, સાયબર છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. સાયબર છેતરપિંડીનો ભોગ બનનાર કોઈપણ વ્યક્તિને અનેક મુશ્કેલીઓનો સામનો...
Business 
બેંકો આખું ખાતું ફ્રીઝ નહીં કરી શકશે; ગ્રાહકોને રાહત, થશે મોટો ફાયદો

કેન્દ્રની પોલીસીને કારણે દેશભરમાં સોલાર ઉદ્યોગ મુશ્કેલીમાં: એસોસિયેશન

સાઉથ ગુજરાત સોલાર એસોસેયિશન દ્વારા મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની નવી પોલીસીને કારણે સોલાર...
Gujarat 
કેન્દ્રની  પોલીસીને કારણે દેશભરમાં સોલાર ઉદ્યોગ મુશ્કેલીમાં: એસોસિયેશન
Copyright (c) Khabarchhe All Rights Reserved.