રાજકોટમાં વૃદ્ધને બંધક બનાવી જાડેજા પરિવારના ઘરેથી રોકડા 2.47 કરોડ રૂપિયાની લૂંટ, સોનું પણ લઈ ગયા

રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. અહીં મોડી રાત્રે બુકાનીધારી લૂંટારા ત્રાટક્યા હતા અને એક ઘરમાં રહેતા વૃદ્ધને બંધક બનાવી 2 કરોડ રૂપિયાથી વધુની લૂંટ ચલાવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટના 19 જૂનની મધરાતે રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્‍તાર શાપર-વેરાવળમાં બની હતી.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, શાપરમાં રહેતા સ્‍ટેટના મોભી તરીકે નામના ધરાવતાં જીતેન્‍દ્રસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.વ.77) ગતરાતે શાપર ખાતેના પોતાના નિવાસસ્‍થાને એકલા સૂતા હતા ત્‍યારે રાતે દોઢેક વાગ્‍યે અચાનક તેમના મકાનમાં પાંચ બુકાનીધારી ઘૂસી આવ્‍યા હતા અને ખાંખાખોળા કરતા હોય ત્યારે જીતેન્‍દ્રસિંહ અવાજ થતા જાગી ગયા હતા, પરંતુ તેઓ કંઇ સમજે એ પહેલા જ એક લૂંટારો લોખંડના પાઇપ સાથે તેમની છાતી પર ચડી ગયો હતો અને મોઢુ દબાવી દીધુ હતું અને બાકીના ચાર લૂંટારાઓએ ઘરના તિજોરી-કબાટ તોડી નાંખ્‍યા હતાં અને તેમાંથી રોકડ-દાગીના લૂંટી લીધા હતા.

Rajkot-robbery1
divyabhaskar.co.in

લૂંટ ચલાવ્‍યા બાદ પાંચ બુકાનીધારી લૂંટારા જીતેન્‍દ્રસિંહ જાડેજાને બાજુના બીજા રૂમ બંધ કરીને ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ જીતેન્‍દ્રસિંહ કોઇપણ રીતે દરવાજાના બોલ્‍ટ ખોલીને દરવાજો ખેડવી બહાર આવ્‍યા હતાં. તેમણે તપાસ કરતા લૂંટારા કબાટમાંથી રોકડા રૂ. 2 કરોડ 47 લાખ, સોનાના દાગીના તેમજ તેમનો મોબાઇલ ફોન અને એક બાર બોરની રાયફલ ગાયબ હતા. ત્યારબાજ જીતેન્‍દ્રસિંહ અન્‍ય એક રૂમમાં ગયા હતા જ્‍યાં તેમના પત્‍નીનો મોબાઇલ ફોન રાખ્‍યો હોઇ તેમાંથી રાજકોટ ભક્‍તિનનગર સ્‍ટેશન પ્‍લોટ વિસ્‍તારમાં રહેતાં પુત્ર જયવિરસિંહ ઉર્ફે ટીનુભા જાડેજાને ઘટનાની જાણ કરતાં તેઓ તથા બીજા પરિવારજનો તુરત જ શાપર પહોંચ્‍યા હતા અને રૂરલ પોલીસને જાણ કરી હતી. પારડી નજીક શકાસ્પો કેમેરામાં કેદ થઇ છે, આ સાથે જ તપાસ આગળ ધપાવાઇ છે.

ઘટનાની જાણ થતા જ શાપર પોલીસ ઇન્‍સપેક્ટર આર.બી. રાણા, રૂરલ SOG, PI એસ.એન.પારઘી, રૂરલ LCB PI જે.પી.રાવ અને ગોંડલ DySP કે. જી. ઝાલા તથા તેમની ટીમોએ ઘટનાસ્‍થળે પહોંચી ડોગ સ્‍ક્‍વોડ, ફીંગર પ્રિન્‍ટ નિષ્‍ણાંતોને બોલાવી તપાસનો ધમધમાટ શરૂ કરાવ્‍યો હતો.  બનાવના પગલે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય, જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર સહિતના ઘટનાસ્થળે દોડી ગયા હતા અને લૂટારાઓનું પગેરૂ મેળવવા રૂરલ એસઓજી, એલસીબી, શાપર પોલીસ, ગોંડલ ડીવાયએસપીની ટીમો કામે લાગી છે.

રૂરલ પોલીસની ટીમોએ CCTV ફૂટેજ ચકાસવાનું અને લૂંટારૂઓનું પગેરૂ શોધવા મહેનત આદરી હતી. પારડી નજીક કેટલાક શકમંદ કેમેરામાં કેદ થયાની માહિતી મળતા તે તરફ તપાસ આગળ વધારાઈ હતી. લૂંટારા રાતે એકાદ વાગ્‍યા પછી ચાલીને આવ્‍યા હતાં અને લૂંટ કરીને ભાગી ગયા હતા.

Rajkot-robbery2
divyabhaskar.co.in

લૂંટનો ભોગ બનનાર જીતેન્‍દ્રસિંહ જાડેજાના પુત્ર જયવિરસિંહ જાડેજાને શાપરમાં મારૂતિ પેટ્રોલ પંપ છે અને રીયલ એસ્‍ટેટના ધંધામાં પણ મોટુ નામ ધરાવે છે. જમીન વેંચાણનું કામ ચાલુ હોવાથી જીતેન્‍દ્રસિંહ જાડેજા શાપરના આ ઘરે જ એકલા રહેતાં હતાં. તેમના દીકરા સહિતના બીજા પરિવારજનો રાજકોટ રહે છે. જીતેન્‍દ્રસિંહના ધર્મપત્નીને પણ પગમાં ઓપરેશન હોઇ કેટલાક દિવસથી તેઓ રાજકોટ હતા. રાતે જીતેન્‍દ્રસિંહ એકલા જ અહીં હતા.

આ સમગ્ર બનાવમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, જાણેભેદુઓએ રેકી કર્યા બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્‍યાની શંકા છે. તેમના પુત્ર દ્વારા હાલમાં જ શાપરની બીનખેતીની જમીનનું વેંચાણ ચાલુ કરવામાં આવ્યું હોઇ તેની રકમ આવે તે શાપર ખાતેના ઘરમાં જ રાખવામાં આવતી હતી. જે રકમની લૂંટ થઇ તે જમીન વેંચાણની જ હતી. જમીન વેંચાણની મોટી રકમ શાપરના આ ઘરમાં જ હોવાની અને વૃદ્ધ એકલા જ અહીં હોવાની વિગતોથી લૂંટારા કદાચ વાકેફ હોઈ તે જાણભેદુ હોવાની શક્‍યતા નકારી શકાતી નથી. રેકી કર્યા બાદ ઘટનાએ અંજામ અપાયાની પણ પુરી શક્‍યતા છે.

Rajkot-robbery3
divyabhaskar.co.in

ભોગ બનનાર જીતેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે દરવાજો તોડી 4-5 જણા અંદર ઘૂસ્યા. અવાજ થયો એટલે હું જાગી ગયો.2 કરોડ 47 લાખ રોકડા, 2 લાખનું સોનું, એક રાઇફલ અને એક નાનો મોબાઈલ ચોરી કરી જતા રહ્યા. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયે જણાવ્યું કે રાત્રિના સમયે ધાડનો બનાવ બન્યો છે. બનાવ સંદર્ભે FSL, ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લેવામાં આવી છે. CCTV ફૂટેજ પણ તપાસવાની કામગીરી ચાલી રહી છે. વહેલામાં વહેલી તકે આરોપીઓ ઝડપાઈ તે પ્રકારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના ગઇકાલે રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ બની હતી. 4-5 જેટલા મોઢે બુકાની બાંધેલા લૂંટારુઓ એક ઘરમાં પ્રવેશ્યા હતા. લૂંટારુઓએ ઘરના માલિક અને ફરિયાદી જીતેન્દ્રસિંહ જાડેજાને ડરાવી-ધમકાવી, સામાન્ય ઈજા પહોંચાડી એક બાજુ બેસાડી દીધા હતા.

લૂંટારુઓ કબાટમાંથી રોકડ રકમ, 1 રાઇફલ, સોનું લઈ ભાગી ગયા હતા. રાત્રે આશરે 2 વાગ્યા પછી પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સ્થાનિક PI, DSP, અને SPએ સ્થળની મુલાકાત લીધી છે. આ ઉપરાંત FSL અધિકારી, ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ દ્વારા જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. હાલમાં પોલીસે આ મામલે ધાડનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

About The Author

Top News

ભારતમાં નવી ટુ-વ્હીલર બ્રાન્ડની એન્ટ્રી, Avoreએ પહેલી બાઇકનું ટીઝર રીલિઝ કર્યું

ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની માંગ વધી રહી છે. ખાસ કરીને સ્કુટર સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. ઇલેક્ટ્રિક બાઇક...
Tech and Auto 
ભારતમાં નવી ટુ-વ્હીલર બ્રાન્ડની એન્ટ્રી, Avoreએ પહેલી બાઇકનું ટીઝર રીલિઝ કર્યું

શપથ ગ્રહણમાં ટ્રમ્પે યુરોપમાંથી ફક્ત મેલોનીને આમંત્રણ આપેલું, દોઢ વર્ષના સમયગાળામાં આટલી બધી કડવાશ કેમ આવી?

એક સમયે વૈશ્વિક રાજકારણના બે સૌથી મોટા પોસ્ટર બોય અને નજીકના મિત્રો ગણાતા, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટાલીના ...
World 
શપથ ગ્રહણમાં ટ્રમ્પે યુરોપમાંથી ફક્ત મેલોનીને આમંત્રણ આપેલું, દોઢ વર્ષના સમયગાળામાં આટલી બધી કડવાશ કેમ આવી?

ઇઝરાયલમાં ચૂંટણી પહેલા મોટો સર્વે: 59% જનતા ઈચ્છે છે નેતાન્યાહુને ફરી PM ન બને

ઇઝરાયેલમાં આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટાઇમ્સ ઓફ ઈઝરાયલના ઓપિનિયન...
World 
ઇઝરાયલમાં ચૂંટણી પહેલા મોટો સર્વે: 59% જનતા ઈચ્છે છે નેતાન્યાહુને ફરી PM ન બને

પૂણેના  વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરના કોષોને આડઅસર વગર ખતમ કરી દેતી નવી નેનોમેડિસિન વિકસાવી

આપણા ભારતના પૂણેના  વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરની સારવારમાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. પુણે સ્થિત અઘારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (Agharkar Research Institute...
Charcha Patra 
પૂણેના  વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરના કોષોને આડઅસર વગર ખતમ કરી દેતી નવી નેનોમેડિસિન વિકસાવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.