દેશના આ 7 શહેરોમાં પીવાનું પાણી સૌથી શુદ્ધ છે; તમે તેને સીધું નળમાંથી પી શકો છો

ભારતમાં ઘણા એવા શહેરો છે જ્યાં લોકો વોટર પ્યુરિફાયરનો ઉપયોગ કરવાને બદલે સીધું નળમાંથી જ  પાણી પીવે છે. આ સાત શહેરોના પાણીને સૌથી શુદ્ધ માનવામાં આવે છે.

મધ્યપ્રદેશનું ઇન્દોર શહેર હાલમાં દૂષિત પાણી માટે સમાચારમાં છવાયેલું છે. દૂષિત પીવાના પાણીના કારણે શહેરના ભગીરથપુરા વિસ્તારમાં ઉલ્ટી અને ઝાડાનો રોગચાળો ફેલાયો છે. અત્યાર સુધીમાં 3,600થી વધુ દર્દીઓ નોંધવામાં આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધોનો સમાવેશ થાય છે.

સ્વસ્થ શરીર માટે શુદ્ધ પાણી ખુબ જ જરૂરી છે. દૂષિત પાણીના કારણે અનેક ગંભીર રોગોનું જોખમ વધી જાય છે. જ્યારે દેશના મોટાભાગના ભાગોમાં લોકો શુદ્ધ પાણી માટે વોટર પ્યુરિફાયર લગાવે છે, ત્યારે ઘણી જગ્યાઓ એવી છે જ્યાં લોકો સીધું જ નળમાંથી આવતું પાણી પીવે છે. આ સ્થળોએ, પાણી એટલું શુદ્ધ છે કે વોટર પ્યુરિફાયરની જરૂર જ નથી.

Purest Drinking Water
jagran.com

ભારતમાં સૌથી શુદ્ધ પાણી ઓડિશાના પુરીમાં જોવા મળે છે. અહીં, 100 ટકા શુદ્ધ પાણી નળ દ્વારા પૂરું પાડવામાં આવે છે. પુરીમાં 24 કલાક પીવાલાયક નળનું પાણી ઉપલબ્ધ હોય છે. અહીંનું પાણી આંતરરાષ્ટ્રીય ધોરણો (ISO 10500) અનુસાર શુદ્ધ હોય છે.

ઓડિશાની રાજધાની ભુવનેશ્વર, શુદ્ધ પાણીની દ્રષ્ટિએ દેશમાં બીજા ક્રમે છે. ભારતીય માનક બ્યુરો (BIS)એ અહીં પાણીના નમૂનાઓનું પરીક્ષણ કર્યું હતું, અને 10માંથી ફક્ત એક જ નિષ્ફળ ગયું. અહીં  મોટાભાગની જગ્યાએ પાણી એકદમ શુદ્ધ હોય છે.

Purest Drinking Water
dnaindia.com

નવી મુંબઈના લોકો પણ નળમાંથી સીધું શુદ્ધ પાણી પીવે છે. 10 BIS નમૂનાઓમાંથી એક પણ નિષ્ફળ ગયું નથી. અહીં, મોરબે ડેમમાંથી આવતું પાણી ફિલ્ટર કરીને લોકોને પૂરું પાડવામાં આવે છે.

Purest Drinking Water
dnaindia.com

મૈસુરના લોકો પણ શુદ્ધ પાણી પીવે છે. કાવેરી નદીમાંથી આવતું પાણી ફિલ્ટર કરીને લોકોને પૂરું પાડવામાં આવે છે.

ચંદીગઢના લોકો પણ નળમાંથી સીધું શુદ્ધ પાણી પીવે છે. અહીંના બોરવેલ અને કાજાઉલી વોટર વર્ક્સમાંથી આવતું પાણી અનેક ગુણવત્તા પરીક્ષણોમાંથી પસાર થાય છે, જેના પરિણામે અત્યંત સ્વચ્છ પાણી મળે છે.

Purest Drinking Water
dnaindia.com

કેરળનું તિરુવનંતપુરમ શુદ્ધ પાણીની દ્રષ્ટિએ છઠ્ઠા ક્રમે છે. અહીં અરુવિક્કારા ડેમમાંથી શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે.

સુરતમાં નળના પાણીએ પણ અનેક ગુણવત્તા પરીક્ષણો પાસ કર્યા છે. અહીં ઘરેલું પાણી પુરવઠો અત્યંત શુદ્ધ રાખવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

55 વટી ગયેલા બિનકાર્યક્ષમ કર્મચારીઓને 'ઘરભેગા' કરવાની તૈયારીમાં ગુજરાત સરકાર, 11 મુદ્દાની...

ગુજરાત સરકાર હવે 55 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા હોય અને બિનકાર્યક્ષમ હોય તેવા કર્મચારીઓને ઘરભેગા કરવાની તૈયારીમાં છે. સરકાર દ્વારા...
Gujarat 
55 વટી ગયેલા બિનકાર્યક્ષમ કર્મચારીઓને 'ઘરભેગા' કરવાની તૈયારીમાં ગુજરાત સરકાર, 11 મુદ્દાની...

માય લોર્ડ! બંગાળમાં 31 બેઠકો પર હારના માર્જિન કરતા વધુ મત SIRમાં કપાયા હતા; TMCની દલીલ પર કોર્ટે શું કહ્યું

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કાનૂની લડાઈ વધુ તીવ્ર બની છે. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ CM મમતા બેનર્જી અને અન્ય...
National 
માય લોર્ડ! બંગાળમાં 31 બેઠકો પર હારના માર્જિન કરતા વધુ મત SIRમાં કપાયા હતા; TMCની દલીલ પર કોર્ટે શું કહ્યું

AIADMKમાં ભંગાણ, બળવાખોર 30 ધારાસભ્યોએ વિજયને સમર્થન આપ્યું

તમિલનાડુના રાજકારણમાં મોટા ઉલટફેરના સમાચાર સામે આવી રહ્યા છે. AIADMK પાર્ટીમાં સ્પષ્ટપણે બે ભાગલા પડી ગયા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા...
Politics 
AIADMKમાં ભંગાણ, બળવાખોર 30 ધારાસભ્યોએ વિજયને સમર્થન આપ્યું

PM મોદીની અપીલ કેમ માનવી જોઇએ, જાપાન, જર્મનીના દાખલાથી સમજો 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલની બચત કરવા, સોનું નહીં ખરીદવા સહિતના 7 ઉપાયો કરીને હાલના તેલ-ગેસના સંકટ વચ્ચે વિદેશી હુંડિયામણ બચાવવા...
National 
PM મોદીની અપીલ કેમ માનવી જોઇએ, જાપાન, જર્મનીના દાખલાથી સમજો 
Copyright (c) Khabarchhe All Rights Reserved.