થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જના નાયકન'ને લઈને શું વિવાદ છે? સેન્સર બોર્ડ તરફથી કેમ સર્ટિફિકેટ ન મળ્યું?

અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજય હાલમાં તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ જના નાયકન માટે લાઇમલાઇટમાં છે. આ ફિલ્મ 9 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે, પરંતુ રીલિઝ અગાઉ જ તે એક નવા વિવાદમાં સપડાઈ ગઈ છે. વિજયની જના નાયકનને હજુ સુધી સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળ્યું નથી.

એક તરફ વિજયે જાહેરાત કરી છે કે જના નાયકન તેની છેલ્લી ફિલ્મ છે અને ત્યારબાદ તે માત્ર રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. જોકે, સુપરસ્ટાર ચૂંટણી મેદાનમાં ઉતરે તે અગાઉ, તેની ફિલ્મ અંગે એક મોટો વિવાદ ઉભો થઇ ગયો છે. તેમની ફિલ્મને હજુ સુધી સેન્સર સર્ટિફિકેટ મળ્યું નથી, જેના કારણે નિર્માતાઓ હાઇકોર્ટનો દરવાજો ખખડાવી ચૂક્યા છે. કોર્ટે પણ આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.

Jana-Nayagan2
hindustantimes.com

જના નાયકન થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ છે. વિજયે રાજકારણમાં પ્રવેશતા પહેલા જાહેરાત કરી હતી કે આ તેમની છેલ્લી ફિલ્મ હશે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રીલિઝ થયું હતું, જેમાં તેમનું પાત્ર સામાન્ય લોકોને સરકારને પ્રશ્ન કરવા, ભ્રષ્ટાચાર સામે લડવા અને પોતાનો અવાજ ઉઠાવવા માટે પ્રેરિત કરે છે. જોકે, વિજય દ્વારા આવી ફિલ્મો કરવી નવી વાત નથી; તે અગાઉ પણ આવી જ ફિલ્મો કરી ચૂક્યો છે અને આ ફિલ્મોને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. થલપતિ વિજયની કથ્થી’, ‘મેર્સલ’, અને સરકાર જેવી ફિલ્મો આવા જ વિષયો પર રહી છે.

જના નાયકનને લઈને વિવાદ શું છે?

જના નાયકનનું ટ્રેલર રીલિઝ થયા બાદ થલપતિ વિજય પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે તેણે આવી જ એન્ટ્રી એસ્ટેબ્લિશમેન્ટ ફિલ્મો દ્વારા પોતાની લોકોના હીરો તરીકેની છબી ઉભી કરી છે, અને હવે તેઓ આ છબીનો ઉપયોગ રાજકારણમાં કરવા જઇ રહ્યા છે. તમિલનાડુમાં અગાઉ ઘણા કલાકારોએ રાજકારણમાં પ્રવેશવા માટે સિનેમાનો ઉપયોગ કર્યો છે અને હવે થલાપતિ વિજય પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે તેમણે રાજકારણ સુધી પહોંચવા માટે એક ઇરાદાપૂર્વકની યોજના હેઠળ ફિલ્મોમાં અભિનય કર્યો. આ આરોપોની અસર હવે તેની ફિલ્મ જના નાયક પર પણ પડી રહી હોય તેવું લાગે છે, જેની રીલિઝ ડેટ બે દિવસમાં થવાની છે અને હજુ સુધી સેન્સર બોર્ડની લીલીઝંડી મળી નથી.

Jana-Nayagan1
ndtv.com

એવું માનવામાં આવી રહ્યું કે વિજયની ફિલ્મ જના નાયકન તેની લોક નાયકન તરીકેની છબીને મજબૂત બનાવશે, પરંતુ હવે ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યું નથી, તો અત્યાર સુધી તેના એડવાન્સ બુકિંગ પૂરી રીતે ખુલ્યા નથી. મંગળવારે, નિર્માતાઓએ મદ્રાસ હાઇકોર્ટમાં ફિલ્મ માટે સેન્સર સર્ટિફિકેટ મેળવવા માટે અરજી દાખલ કરી હતી. જેમાં પ્રોડક્શનનો આરોપ છે કે સેન્સર બોર્ડે અનુચિત રીતે સર્ટિફિકેટ રોકી રાખ્યું છે અને તેનાથી ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો. આટલું જ નહીં, ન્યાયાધીશ આશાએ સંકેત આપ્યો કે આદેશ 9 જાન્યુઆરીની સવારે આપવામાં આવે તેવી શક્યતા છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.