આ ઉપગ્રહ વીજળી પડવાના 3 કલાક પહેલા ચેતવણી આપશે! ISROએ મેળવી મોટી સફળતા

વરસાદ, ભૂકંપ જેવી કુદરતી આફતો દર વર્ષે ન જાણે કેટલાય લોકોના જીવ લઇ લેતી હશે. આમાં સૌથી ખતરનાક છે આકાશમાંથી પડતી વીજળી, જે અન્ય કુદરતી આફતોની તુલનામાં સૌથી વધુ જીવ લે છે. NCRB અનુસાર, 2002થી 2022ના સમયગાળામાં, વીજળી પડવાના કારણે 52,477 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત, વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર, 1967થી 2000ની વચ્ચે વીજળી પડવાના કારણે 1 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

ઘણા વૈજ્ઞાનિકો માનતા હતા કે, જો આપણી પાસે વીજળી પડવા પહેલા બધા લોકોને ચેતવણી આપવાની સુવિધા હોત તો આ મૃત્યુ અટકાવી શકાતા હતા. પરંતુ હવે એવું લાગે છે કે આપણી પાસે એવી સિસ્ટમ અથવા સુવિધા હોઈ શકે છે કે જેથી વીજળી પડવાના 3 કલાક પહેલા આપણને ચેતવણી આપી શકાય.

ISRO, Lightning Strikes
swarajyamag.com

આકાશથી 36,000 km ઉપર સ્થિત ઉપગ્રહ વીજળી પડવાના 3 કલાક પહેલા વાતાવરણમાં નાનામાં નાના ફેરફારો પણ શોધી શકે છે. આકાશમાં દરેક સિગ્નલ વાંચવાનું રહસ્ય OLR માં રહેલું છે, જેને આઉટગોઇંગ લોંગ વેવ રેડિયેશન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તે ઉર્જા છે, જે પૃથ્વી અવકાશમાં પાછી મોકલે છે.

ભારતના INSAT-3D ઉપગ્રહનો ઉપયોગ કરીને, NRSC (નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર)ના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે, વીજળી પડતા પહેલા આ કિરણોત્સર્ગ નાટકીય રીતે બદલાય છે, જેને ઓળખી શકાય છે.

ISRO, Lightning Strikes
hindustantimes.com

સરળ શબ્દોમાં કહીએ તો, પૃથ્વી પર વીજળી પડતા પહેલા, આ ઉપગ્રહો પૃથ્વીના વાતાવરણમાં હિટ સિગ્નલમાં થનારા ફેરફારને ઓળખી કાઢે છે, જે પૃથ્વીને ચેતવણી આપી શકે છે.

ISRO ટીમે 3 માપ એકત્રિત કર્યા છે, જેમાં જમીનની સપાટીનું તાપમાન, વાદળની ગતિ અને બહાર નીકળતા લાંબા કિરણોત્સર્ગ તરંગોનો સમાવેશ થાય છે, જેથી લગભગ 3 કલાક અગાઉ વીજળી પડવાની આગાહી કરી શકાય.

Mother in Law
x.com

INSAT શ્રેણીમાંથી ડેટા આપમેળે NSRC સર્વર પર પહોંચી જશે, જ્યાં એક ખાસ અલ્ગોરિધમ સંભવિત વીજળીના વિસ્તારોને અગાઉથી ઓળખી શકે છે. ખેડૂતો અને કામદારોને આનો સૌથી વધુ ફાયદો થશે.

NCRB ડેટા દર્શાવે છે કે, 2002થી 2022 સુધી વીજળી પડવાથી 50,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. પૂર, ભૂસ્ખલન અને જંગલમાં લાગેલી આગને કારણે એકસાથે 50,000થી ઓછા લોકો મૃત્યુ પામ્યા હતા.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.