- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 21-07-2025
વાર - સોમવાર
મેષ - તમારી આવકમાં વધારો કરતો દિવસ, ધંધામાં પૂરતો સમય આપવો, ધંધાકીય પ્રવાસ ફળદાઈ નીવડે.
વૃષભ - મનને શાંત રાખી બાહ્ય જીવન અને વાસનાઓથી બચો, આર્થિક સ્થિતિને મજબૂત બનાવો.
મિથુન - કાયદાકીય કામમાં સફળતા મળે, જુના લેણા પાછા મળે, પત્ની તરફનું વલણ સુધારવાનો સમય.
કર્ક - સામાજિક કામોમાં દાન પુન કરી શકાય, આર્થિક લાભ મળે, સંતાનો તરફ લાગણીના પરિણામ સારા મળે.
સિંહ- કામ ધંધામાં ખૂબ જ સુંદર સમય, અચાનક ઘરાકી આવતા આનંદ થાય, વ્યર્થ ભ્રમણ ટાળવા.
કન્યા- ટૂંકા પ્રવાસોથી લાભ થાય, ધંધામાં વધારે ધ્યાન આપવું, વહેમ અને શંકાઓથી દૂર રહેવું.
તુલા - આર્થિક રીતે મજબૂત દિવસ લાભની આશાઓ ફળશે, સંતાનોની બાબતમાં ધ્યાન આપવું.
વૃશ્ચિક - ભાગીદારીના ધંધામાં ફાયદો થાય, આર્થિક સ્થિતિ સુધરે, ઘરનું વાતાવરણ સુધારવા પ્રયાસ વધારો.
ધન - તમારી બચત અને બેંકના કામ પર ખાસ ધ્યાન આપો, શત્રુ તમારા પર હાવી થઈ શકે છે.
મકર - ઘર પરિવારમાં શાંતિ જાળવવાનો પ્રયાસ કરો, આર્થિક લાભમાં વધારો થશે, ધંધામાં પ્રગતી વાળો દિવસ રહેશે.
કુંભ - સંતાન બાબતોમાં ચિંતા રહે, જ્યાં સાચા હોવ ત્યાં લોકોને ખુલાસા આપવાથી બચવું.
મીન - પરિતાપ અને પશ્ચાતાપના દિવસો, યાત્રા પ્રવાસ નુકસાન કારક રહે, ખાવા પીવામાં ખર્ચ વધશે, આપનો દિવસ મંગલમય રહે. દિવ્યાંગ ભટ્ટ

