અમે સંત નથી, BJP સાથે ગઠબંધન એ સમયની જરૂરિયાત: DyCM અજિત પવાર શું કરવાના છે?

આજકાલ મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી વધુ ચર્ચાતો વિષય રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના બંને જૂથોનું સંભવિત વિલીનીકરણ છે. પક્ષના બે ભાગોમાંથી એકનું નેતૃત્વ શરદ પવાર કરી રહ્યા છે, જ્યારે બીજાનું નેતૃત્વ તેમના ભત્રીજા DyCM અજિત પવાર કરી રહ્યા છે. તાજેતરમાં, પાર્ટીના 26મા સ્થાપના દિવસ નિમિત્તે, બંને જૂથોએ પુણેમાં અલગ-અલગ કાર્યક્રમો યોજ્યા હતા.

DyCM-Ajit-Pawar
aajtak.in

ગયા વર્ષે 2023માં, DyCM અજિત પવાર તેમના કાકા શરદ પવારથી અલગ થઈને NDAમાં જોડાયા હતા અને હાલમાં મહારાષ્ટ્રના DyCMનું પદ સંભાળી રહ્યા છે. તેમના સ્થાપના દિવસે, DyCM અજિત પવારે જૂના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો અને કહ્યું હતું કે તે સમયની રાજકીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ પગલું જરૂરી હતું. આપણે લોકોના હિતમાં કામ કરવું પડશે.

DyCM-Ajit-Pawar3
aajtak.in

તેમણે મંગળવારે કહ્યું, 'ફક્ત વિપક્ષમાં બેસીને, સૂત્રોચ્ચાર કરીને અને વિરોધ માર્ચ કાઢવા એ પૂરતું નથી. અમે સંત નથી. અમે અહીં દિશા આપવા, લોકોના મુદ્દાઓ ઉઠાવવા અને સમાવેશની રાજનીતિ કરવા માટે છીએ.'

DyCM-Ajit-Pawar2
aajtak.in

મીડિયા સૂત્રોના સમાચાર મુજબ, DyCM અજિત પવારે BJP સાથેના ગઠબંધન અંગે ઉભા થયેલા પ્રશ્નો પર સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે, જ્યારે 2019માં શિવસેના સાથે ગઠબંધન થયું હતું, ત્યારે પણ સમજૂતી કરવામાં આવી હતી. CM ચંદ્રબાબુ નાયડુ અને CM મમતા બેનર્જી જેવા નેતાઓનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, તેમણે પણ એક સમયે NDAને ટેકો આપ્યો હતો. DyCM અજિત પવારે સ્પષ્ટતા કરી કે, તેમનો ઉદ્દેશ્ય ગરીબો અને વંચિતોનો ઉત્થાન છે.

Supriya-Sule
ndtv.in

તેમણે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પાર્ટીના નબળા પ્રદર્શન અંગે આત્મનિરીક્ષણ વિશે વાત કરી અને કાર્યકરોને આગામી પાલિકાની ચૂંટણીઓ માટે તૈયારી શરૂ કરવા અપીલ કરી. તેમણે એવો પણ સંકેત આપ્યો કે, સ્થાનિક સમીકરણો અનુસાર પાર્ટીમાં નવા નેતાઓને સ્થાન આપવામાં આવશે, પરંતુ જવાબદારી ફક્ત તે લોકોને જ આપવામાં આવશે જેઓ પોતાને સાબિત કરશે.

DyCM-Ajit-Pawar1
aajtak.in

બીજી તરફ, સુપ્રિયા સુલેએ પણ શરદ પવાર જૂથ વતી સ્થાપના દિવસ પર એક અલગ કાર્યક્રમ યોજ્યો હતો. વિલીનીકરણની શક્યતાઓ અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર, તેમણે તેને ટાળી દીધો અને કહ્યું કે, DyCM અજિત પવાર સાથે તેમના સારા પારિવારિક સંબંધો છે અને આવા નિર્ણયો કેમેરાની સામે નહીં, પરંતુ પરસ્પર વાતચીત દ્વારા લેવામાં આવશે. સુપ્રિયાએ એ પણ સ્પષ્ટતા કરી કે, તેમના જૂથે કોઈ ખાસ વિધાનસભા સત્રની માંગ કરી નથી.

બંને જૂથોની પ્રવૃત્તિઓ અને નિવેદનોએ ફરી એકવાર NCPમાં સંભવિત સમાધાન અને જોડાણ અંગે ચર્ચાઓને ગરમ કરી દીધી છે.

Top News

શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!

રાજસ્થાનના ઝાલાવાડમાં એક સરકારી શાળાની છત તૂટી પડવાથી અત્યાર સુધીમાં સાત બાળકોના મોત થયા છે. જ્યારે 28 બાળકો ઘાયલ થયા...
National 
શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!

'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી

અમેરિકન રોકાણકાર રોબર્ટ કિયોસાકીએ શુક્રવારે (25 જુલાઈ) રોકાણકારો માટે ચેતવણી સંદેશ શેર કર્યો અને તેમને ETF ખરીદવા વિનંતી કરી. ...
Business 
 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી

એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર

આજે, અહીં કોઇ કહાનીની વાત કરવાના નથી, પરંતુ એક સીધી ચેતવણીરૂપ ઘટનાનું વર્ણન કરવા જઇ રહ્યા છીએ. જો...
Tech and Auto  Business 
એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર

ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?

ભારત વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્યાં હૃદય રોગ (કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ)થી પીડાતા દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. ખરાબ જીવનશૈલી, ...
Health 
ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.