'અમે ઔરંગઝેબની કબર હટાવવા માંગીએ છીએ પણ કોંગ્રેસ...' જાણો CM ફડણવીસે આવું કેમ કહ્યું

મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે દરેક વ્યક્તિ માને છે કે, છત્રપતિ સંભાજીનગરમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર દૂર કરવી જોઈએ, પરંતુ તે કાયદાકીય રીતે થવું જોઈએ, કારણ કે પાછલી કોંગ્રેસ સરકારે આ જગ્યાને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના રક્ષણ હેઠળ આપી હતી.

શનિવારે રાત્રે અહીં એક કાર્યક્રમમાં CM ફડણવીસ બોલી રહ્યા હતા. મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને સતારાના ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ ઉદયનરાજે ભોંસલેએ છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સ્થિત ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગ કરી હતી. ભોંસલેની માંગ વિશે પૂછવામાં આવતા, CM ફડણવીસે કહ્યું, 'આપણે બધા એક જ ઈચ્છીએ છીએ, પરંતુ તમારે તે કાયદાકીય રીતે કરવું પડશે કારણ કે તે એક સુરક્ષિત સ્થળ છે. કોંગ્રેસના શાસન દરમિયાન થોડા વર્ષો પહેલા આ જગ્યા ASIના રક્ષણ હેઠળ આપવામાં આવી હતી.'

Aurangzeb Grave
bheldailynews.com

તાજેતરમાં, મહારાષ્ટ્રના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આસીમ આઝમી દ્વારા મુઘલ સમ્રાટ ઔરંગઝેબની પ્રશંસા કરતી ટિપ્પણીને કારણે વિવાદ થયો હતો. ગયા અઠવાડિયે ઔરંગઝેબના વખાણ કરનારા નિવેદન બદલ આઝમીને 26 માર્ચે બજેટ સત્રના અંત સુધી મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગયા અઠવાડિયે એક ઇન્ટરવ્યુ દરમિયાન, આઝમીએ કહ્યું હતું કે, ઔરંગઝેબને ફક્ત એક ક્રૂર શાસક તરીકે જ નહીં પરંતુ એક મહાન પ્રશાસક તરીકે પણ જોવો જોઈએ જેણે મંદિરો પણ બનાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન ભારતની સરહદો અફઘાનિસ્તાન અને બર્મા (હવે મ્યાનમાર) સુધી પહોંચી ગઈ હતી.

Aurangzeb Grave
tv9hindi.com

આઝમીએ આગળ કહ્યું, 'આ સાથે, હું એવું પણ માનતો નથી કે છત્રપતિ સંભાજી મહારાજ અને ઔરંગઝેબ વચ્ચેની લડાઈ ધર્મને લઈને નહોતી; આ એક રાજકીય લડાઈ હતી.' પરંતુ ત્યાર પછી, મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના વડાએ તેમની ટિપ્પણી બદલ માફી માંગી પણ નિવેદનને યોગ્ય ઠેરવતા કહ્યું કે, તેમણે ફક્ત તે જ કહ્યું જે ઇતિહાસકારો અને લેખકોએ મુઘલ શાસક વિશે કહ્યું છે અને તે કોઈ પણ રીતે છત્રપતિ શિવાજી મહારાજ કે સંભાજી મહારાજ વિરુદ્ધ નહોતું.

અહીં તમને બતાવી દઈએ કે 7 માર્ચે, શિવાજી મહારાજના 13મા વંશજ, સતારા રાજવી પરિવારના છત્રપતિ ઉદયનરાજે ભોંસલેએ મકબરાને તોડી પાડવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, જે લોકો ઔરંગઝેબની કબરની મુલાકાત લે છે અને શ્રદ્ધાંજલિ આપે છે તેઓ તેમનું ભવિષ્ય હોઈ શકે છે. તેમણે તે કબરને પોતાના ઘરે લઈ જવી જોઈએ, પરંતુ ઔરંગઝેબના ગુણગાન ગાવાનું હવે સહન કરવામાં આવશે નહીં.

Top News

બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું

રોહિત શર્માની ટેસ્ટમાંથી સંન્યાસની જાહેરાત બાદ, ભારતીય ટીમ ઈન્ડિયાના આગામી ટેસ્ટ કેપ્ટનને લઈને ચર્ચા તેજ છે. આ દરમિયાન,...
Sports 
બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું

ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા

રાજધાની ભોપાલમાં ઉપભોક્તા ફોરમે પોતાના નિર્ણય સંભળાવતા એક રેસ્ટોરાંને પાણીની બોટલ પર 1 રૂપિયાની GST લેવાના મામલે ગ્રાહકને 8000 રૂપિયા...
National 
ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા

RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBIએ કહ્યું છે કે,...
Business 
RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો

'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી

ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકા ડિગ્રી મેળવવા માટે જાય છે. ઘણા દાયકાઓથી અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ માટેનું એક...
World 
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.