‘મહિલાઓ દ્વારા નાના કપડામાં ડાન્સ કરવું અશ્લીલતા નહીં: બોમ્બે હાઇ કોર્ટ

ઓછા કપડાં પહેરેલી મહિલાઓના ઉત્તેજક ડાન્સ જોવું અશ્લીલતા નહીં કહી શકાય અને તેના માટે ગુનેગાર નહીં કહી શકાય એમ કહી બોમ્બે હાઇ કોર્ટની નાગપુર પીઠે પાંચ આરોપીઓ વિરુદ્ધ સાડા ચાર મહિના અગાઉ નોંધાયેલી FIRને રદ્દ કરી દીધી. 6 ડાન્સર્સ સહિત 13 અન્ય લોકો પર પણ કેસ નોંધવામાં આવ્યો હતો. ન્યાયાધીશ વિજય જોશી અને ન્યાયાધીશ વાલ્મિકી મેનેજેસની ખંડપીઠે બુધવારે કહ્યું કે, વર્તમાન સમયમાં મહિલાઓ માટે સ્વિમિંગ માટેનો પોશાક કે અન્ય આકર્ષક પોશાક પહેરવો અનિવાર્ય અને સામાન્ય વાત છે.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, નાના સ્કર્ટ પહેરવા અને ઉત્તેજક નૃત્ય કરવા, જેમ પોલીસ અધિકારીઓએ અશ્લીલ માન્યું છે અને FIRમાં ઉલ્લેખ કર્યો છે તે પોતાની જાતમાં અશ્લીલ નહીં કહી શકાય. સાથે જ તેનાથી દર્શકોમાંથી કોઈને પણ પરેશાની નથી થઈ. આપણે ભારતીય સમાજમાં નૈતિકતાના માપદંડો પ્રત્યે સચેત છીએ અને અમે આ તથ્ય પર ન્યાયિક સંજ્ઞાન લીધું. એમ કહેતા કે લોકો મોટા ભાગે સેન્સર બોર્ડથી પાસ થનારી ફિલ્મોમાં કે દર્શકોને પરેશાન કર્યા વિના સાર્વજનિક રૂપે બ્યુટી કન્ટેસ્ટમાં આ પ્રકારના કપડાં પહેરે છે. પીઠે કહ્યું કે, IPCની કલમ 294 (અશ્લીલ હરકતો કે શબ્દો માટે સજા) માટે આ કેસમાં લાગૂ નહીં થાય.

શું છે આખો મામલો:

બોમ્બે હાઇ કોર્ટે કહ્યું કે, અશ્લીલતાનું કારણ બનનાર કૃત્યો પર એક સકીર્ણ દૃષ્ટિકોણ અપનાવવો અમારા તરફથી ઉચિત નહીં હોય. અમે એક પ્રગતિશીલ દૃષ્ટિકોણ પસંદ કરીએ છીએ અને પોલીસ પર નિર્ણય છોડવા માટે તૈયાર નથી. અમે એવી સ્થિતિનો સામનો કરવામાં અસમર્થ છીએ જ્યાં આ પ્રકારના કૃત્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. FIRનો નિર્ણય એક પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવશે. જે આ કૃત્યોને અશ્લીલ અને જનતાને પરેશાન કરનારા માનવામાં આવે છે.

અરજીકર્તા વકીલ અક્ષય નાઇકના માધ્યમથી 31 મેના રોજ ઉમરેડ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 294 અને 34, મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમની કલમ 110, 131 (A), 33 (A), 112 અને 117, મહારાષ્ટ્ર નિષેધ અધિનિયમ, 1949ની કલમ 65 (E) હેઠળ FIRને રદ્દ કરવા માટે હાઇ કોર્ટ જવાનો નિર્ણય લીધો હતો. કેસ ત્યારે નોંધવામાં આવ્યો હતો જ્યારે પોલીસે એક ખાનગી રિસોર્ટના બેંક્વેટમાં છાપેમારી કરી, જ્યાં અરજીકર્તા 6 ઓછા કપડાં પહેરેલી મહિલાઓનું કથિત રીતે નૃત્ય જોઈ રહ્યા હતા અને તેના પર 10 રૂપિયાની નકલી નોટ વરસાવી રહ્યા હતા.

પોલીસની દલીલનો વિરોધ કરતા અક્ષય નાઇકે કહ્યું કે આ મોરલ પોલીસિંગનો મામલો છે અને કાયદાની કલમ 294ના ખંડ (A)માં અશ્લીલતાના આધાર પર માત્ર ફરિયાદકર્તાની વ્યક્તિપરખ નૈતિકતાના આધાર પર કેસ ચલાવવાની મંજૂરી આપતો નથી. બોમ્બે હાઇ કોર્ટે કહ્યું કે, અરજીકર્તાઓ અને ડાન્સર્સ વિરુદ્ધ FIRમાં કોઈ આરોપ નથી કે તેમણે અશોભનીય પ્રદર્શન કે અપમાનજનક ભાષાના માધ્યમથી જનતાના કોઈ પણ સભ્યને પરેશાન કર્યા. જેનાથી શાંતિ ભંગ થઈ. કલમ 131(A) સાર્વજનિક મનોરંજન માટે પોલીસ અધિનિયમ હેઠળ લાઇસન્સ પ્રાપ્ત કરવામાં નિષ્ફળતા માટે દંડનું પ્રાવધાન કરે છે. આ પ્રાવધાન માત્ર એવી જગ્યાના કબજાવાળા પર લાગૂ થશે, આરોપી પર નહીં.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.