શું હોય છે હલાલ સર્ટિફાઇડ પ્રોડક્ટ્સ, જેના પર યોગી સરકારે લગાવ્યો પ્રતિબંધ

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે હલાલ સર્ટિફાઇડ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આરોપ લગાવ્યો છે કે તેના નામ પર કરોડો રૂપિયાની ગેરકાયદેસર કમાણી કરવામાં આવી રહી છે. આ પૈસાઓથી આતંકવાદી સંગઠનોને ભારત વિરોધી ગતિવિધિઓ માટે ફંડિંગ આપવામાં આવે છે. FIR મુજબ, હલાલ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ચેન્નાઈ, જમીયત ઉલેમા એ હિન્દ હલાલ ટ્રસ્ટ દિલ્હી, હલાલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા મુંબઈ, જમીયત ઉલેમા મહારાષ્ટ્ર મુંબઈ વગેરે દ્વારા એક ધર્મ વિશેષના ગ્રાહકોને ધર્મના નામથી કેટલાક પ્રોડક્ટ્સ પર હલાલ પ્રમાણપત્ર પ્રદાન કરીને તેનું વેચાણ વધારવા માટે આર્થિક લાભ લઈને ગેરકાયદેસર બિઝનેસ ચલાવવામાં આવી રહ્યો છે.

શું હોય છે હલાલ સર્ટિફિકેટ?

આ હલાલ સર્ટિફિકેટ પહેલી વખત વર્ષ 1974માં વધ કરવામાં આવેલા માંસ ઉત્પાદનો પર લાગૂ કરવામાં આવ્યું હતું. પછી તેને અન્ય ખાદ્ય પદાર્થો અને સૌદર્ય પ્રસાધનો, દવાઓ વગેરે પર પણ લાગૂ કરી દેવામાં આવ્યું. અરબીમાં હલાલનો અર્થ છે અનુમતિ પ્રાપ્ત અને હલાલ પ્રમાણિત તાત્પર્યથી ઇસ્લામિક કાયદાનું પાલન કરતા તૈયાર કરવામાં આવેલા ભોજન સાથે છે. હલાલ માંસ એક એવા પશુનું માંસ છે જેને ગળાની નસોને કાપીને અથવા જિહબ કરીને મારવામાં આવ્યું છે. તેને કરોડરજ્જુના હાડકાથી કાપીને અથવા ઝટકાથી મારવામાં આવ્યું નથી.

વર્ષ 2022માં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને હલાલ પ્રમાણીકરણ પર પૂર્ણ પ્રતિબંધ લગાવવાની માગ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, 15 ટકા વસ્તીના કારણે 85 ટકા નાગરિકોના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

ચાલુ ટ્રેનમાં થયો હતો વિવાદ

ટ્રેનમાં હલાલ પ્રમાણિત ચા પીરસવાથી નારાજ એક યાત્રી અને રેલવેના એક કર્મચારી વચ્ચે તીખી બહેસનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં યાત્રીને રેલવે કર્મચારીને સવાલ કરતો જોઈ શકાય છે કે હલાલ પ્રમાણિત ચા શું છે અને તેને શ્રાવણ મહિનામાં કેમ પીરસવામાં આવી રહી છે. કર્મચારી નારાજ યાત્રીને સમજાવી રહ્યો છે કે ચા આમ પણ શાકાહારી છે. યાત્રીએ રેલવે અધિકારીને પૂછ્યું કે, શ્રાવણનો મહિનો ચાલી રહ્યો છે અને તમે અમને હલાલ સર્ટિફાઇડ ચા પીવાડી રહ્યા છો? પેકેટની તપાસ કરતા અધિકારીએ પૂછ્યું કે, આ શું છે?

યાત્રીએ કહ્યું કે, તમે જાણો છો, તમે સમજાવો કે હલાલ પ્રમાણિત શું છે? અમને એ ખબર હોવી જોઈએ. અમે ISI પ્રમાણપત્ર જાણીએ છે, તમે બતાવો કે હલાલ પ્રમાણપત્ર શું છે. રેલવે કર્મીએ કહ્યું કે, આ મસાલા ચા પ્રીમિક્સ છે. હું સમજાવું છું. એ 100 ટકા શાકાહારી છે. તેના પર યાત્રીએ કહ્યું કે, પરંતુ હલાલ પ્રમાણિત શું છે? મારે ત્યારબાદ પૂજા કરવી પડશે. રેલવે કર્મચારીએ કહ્યું કે, શું તમે વીડિયો બનાવી રહ્યા છો? આ 100 ટકા શાકાહારી છે. ચા શાકાહારી જ હોય છે સર. યાત્રીએ કહ્યું કે, મને કોઈ ધાર્મિક પ્રમાણપત્ર જોઈતું નથી. કૃપયા આ ભાવનાઓને ધ્યાનમાં રાખો. પછી સ્વસ્તિક પ્રમાણપત્ર લગાવો. સ્ટાફે કહ્યું સારું, તેનું ધ્યાન રાખીશ.

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.