INDIA ગઠબંધનનો 14 કલાકનો ખર્ચ કેટલો? 4500ની ડિશ, 12000 રૂમનું ભાડું

INDIA ગઠબંધનની બેઠકમાં થયેલા ખર્ચ અંગે શિંદે ગ્રુપના મંત્રીએ સવાલ ઉઠાવ્યા છે તો તેની સામે આદિત્ય ઠાકરેએ પણ જવાબ આપ્યો છે.

INDIA ગઠબંધનની ત્રીજી બેઠક ગુરુવારથી મુંબઇમાં શરૂ થઇ છે. આ બેઠકમાં થયેલા ખર્ચ અંગે શિંદે સરકારના મંત્રીએ સવાલ ઉઠાવ્યા છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી ઉદય સામંતે પ્રેસ કોન્ફરન્સ કરીને સવાલ પુછ્યો છે કે મિટીંગ થયેલા કરોડો રૂપિયાના ખર્ચનું ફંડિંગ કોણે કર્યું છે? સામંતે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત સામે પણ નિશાન સાધ્યું છે.

INDIA ગઠબંધનની આ ત્રીજી બેઠક છે. પહેલી બેઠક પટનામાં નીતિશ કુમારના સરકારી આવાસ પર મળી હતી જેનો ખર્ચ JDU અને RJDએ ઉઠાવ્યો હતો. બેગુલુરુમાં મળેલી બીજી બેઠકનો ખર્ચો કોંગ્રેસેના માથે હતો. હવે ત્રીજી મીટિંગનો ખર્ચ શિવસેના ( UBT)અને શરદ પવારની NCPએ ઉઠાવ્યો છે. જો કે મુંબઇમાં મળનારી બેઠકમાં લંચના ખર્ચની જવાબદારી કોંગ્રેસે લીધી છે. આ બેઠકમાં 28 પાર્ટીના 65 નેતાઓ સામેલ થયા છે.

ઉદય સાંમતે કહ્યું કે મુંબઇની ફાઇવ સ્ટાર હોટલ ગ્રાન્ડ હયાતમાં 65 નેતાઓ માટે કલ 80 રૂમ્સ બુક કરાવવામાં આવ્યા છે. મીટિંગ માટે કોમન હોલની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. હયાતનું એક દિવસનું એક રૂમનું ભાડું 12,000 રૂપિયા છે અને ટેક્સ સાથે ગણતરીમાં લઇએ તો 13,000 રૂપિયાનો ખર્ચ થાય. ખુરશી માટે 54,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સામંતે આગળ કહ્યુ કે ગ્રાન્ડ હયાતમાં એક ડીશની કિંમત 4500 રૂપિયા છે. INDIA ગઠબંધનના નેતાઓ માટે મહારાષ્ટ્રના પારંપારિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વડાપાંઉ, ઝુકા ભાકર વગેરે પણ છે.

INDIA ગઠબંધનની પહેલા દિવસની મીટીંગ બાદ ડિનરનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં પુરણ પોળી, શ્રીખંડ, ભરેલા વેંગણ શાકાહારી અને નોનવેજ બંને ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી.

બેઠકમાં કરોડો રૂપિયાના ખર્ચ પર જ્યારે ઉદય સાંમતે સવાલ ઉઠાવ્યા તો શિવસેના(UBT)ના નેતા આદિત્ય ઠાકરેએ પલટવાર કરતા કહ્યુ હતું કે, પહેલાં ભાજપ અને શિંદે ગ્રુપના લોકો એ બતાવે કે સુરત અને ગૌહાટીમાં જ્યારે બળવો કરીને ચાર્ટર પ્લેનમાં ગયા હતા તેની વ્યવસ્થા કોણે કરી હતી? ત્યાં રહેવા માટે હોટલની વ્યવસ્થા કોણે કરી હતી?

અગાઉ બેંગલુરુમાં મળેલી બેઠકમાં પણ વિવાદ થયો હતો. ભાજપ અને JDSએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ સરકારે નેતાઓના સ્વાગત માટે IAS અધિકારીઓને ડ્યુટી સોંપી હતી.

About The Author

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.