હાર્દિકની પૂર્વ પત્ની નતાશાએ ખરીદી લક્ઝરી SUV, કરોડોની છે કિંમત

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકની ખુશી આ વખતે સાતમા આકાશે છે. અભિનેત્રીએ તાજેતરમાં જ એક સુંદર ઓરેન્જ SUV, લેન્ડ રોવર ખરીદી છે. તે ગુરુવારે મુંબઈના રસ્તાઓમાં પોતાની નવી કારમાં ફરતી જોવા મળી હતી. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

natasha
instagram.com/instantbollywood

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં નતાશા પોતાનું જિમ સત્ર પૂર્ણ કર્યા બાદ પોતાની નવી કાર ચલાવતી જોવા મળી રહી છે. નતાશાની લક્ઝરી SUVની કિંમત 3.04 કરોડ રૂપિયા હોવાનું કહેવાય રહ્યું છે. યુઝર્સ નતાશાના વીડિયો પર ટિપ્પણી કરતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘હાર્દિક પંડ્યાના પૈસાથી ખરીદી છે... અન્ય એક યુઝરે લખ્યું કે, ‘તમે બધું જ ડિઝર્વ કરો છો.

https://www.instagram.com/reel/DRUVXUNE30S/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

નતાશા અને હાર્દિકે લગ્નના 4 વર્ષ બાદ જુલાઈ 2024માં અલગ થવાનો નિર્ણય લીધો હતો. આ દંપતીના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું હતું. હવે ભલે તેઓ અલગ થઈ ગયા હોય, પરંતુ તેમના પુત્ર અગસ્ત્યનો ઉછેર સાથે કરી રહ્યા છે. અગસ્ત્ય તેની માતા સાથે રહે છે. અભિનેત્રી ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની સાથે તસવીરો અને વીડિયો શેર કરે છે.

adani2
livemint.com

તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ નતાશા એકલવાયું જીવન જીવી રહી છે. તો, હાર્દિક હાલમાં મહિકા શર્માને ડેટ કરી રહ્યો છે. એવા અહેવાલો છે કે બંનેએ સગાઈ કરી લીધી છે અને ટૂંક સમયમાં કપલ લગ્ન કરશે. તાજેતરના એક વીડિયોમાં મહિકાની આંગળી પર હીરાની વીંટી જોવા મળી હતી, જેણે આ અફવાઓને વેગ આપ્યો હતો.  જો કે માહિકા કે હાર્દિકે સત્તાવાર રીતે આ સમાચારની પુષ્ટિ કરી નથી.

About The Author

Related Posts

Top News

ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ટાટા ગ્રુપે રાજકીય પાર્ટીઓને મોટા પ્રમાણમાં ફંડ આપ્યું હતું. કુલ 914 કરોડ રૂપિયાના ફંડમાંથી ભાજપને...
Politics 
ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.