રોડ અને પૂલ બનાવવાથી વિકાસ ન થઈ શકે, ઘડિયાળ બતાવી ગડકરીએ કહ્યુ- વિદેશનો મોહ છોડો

કોરોના મહામારીના સંકટમાં લોકડાઉન વખતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકની વાત કરી હતી. દેશમાં સ્વતંત્રાની ચળવળ વખતે મહાત્મા ગાંધીએ પણ સ્વદેશી અપનાવવાની વાત કરી હતી અને વિદેશી કપડાંની હોળી કરવામાં આવી હતી. કેન્દ્રીય  રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નિતિન ગડકરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, તેમાં તેઓ સ્વદેશી અપનાવવા પર ભાર મૂકી રહ્યા છે, તેમણે વીડિયોમાં કહ્યું છે કે, મને દુખ થાય છે કે આપણને વિદેશી વસ્તુઓનો મોહ છે, પરંતુ આપણા ભારતની વસ્તુઓમાં પણ ક્ષમતા છે. હવે આપણે અલગથી વિચારવું પડશે.

હમેંશા પોતાના સ્પષ્ટ વિચારો અને બેધડક બોલવા માટે જાણીતા ભાજપના દિગ્ગજ નેતા નિતિન ગડકરીએ કહ્યું કે, રોડ અને પુલો બનાવવાથી જ દેશનો વિકાસ ન થઇ શકે. તેમણે કહ્યું કે, આઇસક્રીમ ખાવાનો ચમચો પણ ચીનથી આવતો ત્યારે હું મજાકમાં કહેતો કે, શું ભારતમા ચમચાઓની કમી છે કે ચીનથી મંગાવવા પડે છે.

ગડકરીએ કહ્યુ કે મને નવાઇ લાગે છે કે આપણે શું કામ ખાદી ડેનિમનો ઉપયોગ નથી કરતા? તેમણે પોતાના હાથ પર પહેલી ઘડિયાળ બતાવીને કહ્યું હતું કે, મેં જે ઘડિયાળ પહેરી છે તે ટાઇટન કંપનીની છે. આપણે ત્યાં વિઝનની કમી છે. તેમણે કહ્યું કે, આ ઘડિયાળમાં જે બેલ્ટ છે તે ખાદીનો છે, ડાયલ છે તેમાં પણ ખાદીનો ઉપયોગ થયો છે. લેડીઝ અને જેન્ટસ બંને માટે આ ઘડિયાળ બની છે અને એક જ મહિનામાં એટલી ડિમાન્ડ નિકળી હતી કે પુરો સ્ટોક ખલાસ થઇ ગયો હતો.

નિતિન ગડકરીએ કહ્યું કે, તમને જાણીને નવાઇ લાગશે કે વિદેશી કંપની  Levi's પુરાં ખાદી ડેનિમના કપડાં ખરીદી રહી છે અને પછી પોતાની બ્રાન્ડિંગ સાથે ભારતમાં 3000-4000માં વેચે છે અને આપણે ખરીદીએ છીએ. પણ, આપણા જ દેશમાં મશીન પર ડેનિમ ખાદી 400-500માં વેચવામાં આવે તો કોઇ ખરીદતું નથી.

ગડકરીએ કહ્યું કે, મને દુખ થાય છે કે આપણે સવારે જે અખબાર વાંચીએ છે તે અખબારનું કાગળ ઇમ્પોર્ટેડ હોય છે. તેમણે કહ્યું કે, હવે આપણે અલગથી વિચારવું પડશે, ટેક્નોલોજી લાવવી પડશે, અલગ રોજગારનું સર્જન કરવું પડશે તો જ ભારતનો વિકાસ થશે.

About The Author

Top News

સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી ગયા છે. ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગર્પાલિકાની તાજેતરની...
Gujarat 
સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

પેટ્રોલના વધતા ભાવોને પહોંચી વળવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર એક મોટું પગલું ભરી રહી છે. કેન્દ્ર સરકારે...
Tech and Auto 
શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

ગુજરાતમાં પણ ભાજપ સાથે ‘અયોધ્યા’વાળી થઈ હોય તેવું લાગે છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે,...
Gujarat 
નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?

હાઇકોર્ટે માર મારવાના કેસમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીને નોટિસ ફટકારી છે. તેમના પર માર મારવાનો આરોપ લગાવવામાં કરવામાં આવ્યો છે....
Gujarat 
હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.