દમણમાં બેગમાંથી મળી મહિલાની બોડી, બે વર્ષ પહેલા પતિને છોડી પ્રેમી સાથે ભાગેલી

બિહારના નવાદા જિલ્લાની રહેવાસી એક પરણિતા આશરે બે વર્ષ પહેલાં પતિનું ઘર છોડીને પ્રેમીનો હાથ પકડીને ભાગી ગઈ હતી. પરિવાર અને સમાજની પરવા કર્યા વગર બંને બીજા રાજ્યમાં જઈને સાથે રહેવા લાગ્યા હતા. પરંતુ જે સંબંધને તેણે નવી શરૂઆત માની હતી, તેનો અંત આટલો દર્દનાક આવશે એવું કદાચ તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.

દમણમાં એક ટ્રોલી બેગમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યા બાદ જ્યારે પોલીસે તેની ઓળખ કરી, ત્યારે સામે આવ્યું કે તે બિહારના નવાદા જિલ્લાના રોહ થાણા વિસ્તારના સિઉર ગામની રહેવાસી છોટી કુમારી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને આશંકા છે કે તેની હત્યા એ જ યુવકે કરી છે, જેની સાથે તે છેલ્લા બે વર્ષથી રહેતી હતી. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો છે અને તેની શોધખોળ ચાલી રહી છે.

04

પોલીસ અને પરિજનોના જણાવ્યા અનુસાર, છોટી કુમારીના અગાઉ લગ્ન થઈ ચૂક્યા હતા અને તે પોતાના પતિ સાથે રહેતી હતી. પરંતુ આ દરમિયાન ગામના જ રહેવાસી ઋષભ કુમાર સાથે તેની નિકટતા વધી હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ એટલો ગાઢ બન્યો કે આશરે બે વર્ષ પહેલાં છોટી પોતાના પતિનું ઘર છોડીને ઋષભ સાથે જતી રહી હતી. તે સમયે આ ઘટનાએ આખા ગામમાં ભારે ચર્ચા જગાવી હતી. પરિવારે તેની ઘણી શોધખોળ કરી, પરંતુ કોઈ પત્તો ન મળતાં રોહ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ગુમશુદગીની ફરિયાદ નોંધાવી હતી. આ બધું થવા છતાં છોટી ઘરે પરત ફરી નહોતી.

ઘર છોડ્યા પછી બંને દમણ આવી ગયા હતા. અહીં તેમણે ભાડાનું મકાન લીધું હતું અને પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યા હતા. પરિજનોને આશા હતી કે સમય જતાં સ્થિતિ થાળે પડી જશે, પરંતુ વિતેલા દિવસોમાં આવેલા એક સમાચારથી સમગ્ર પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.

દમણ પોલીસને માહિતી મળી હતી કે એક ટ્રોલી બેગમાં મહિલાનો મૃતદેહ પડ્યો છે. પોલીસે તપાસ શરૂ કરતા જ મૃતદેહની ઓળખ છોટી કુમારી તરીકે થઈ હતી. ઓળખ થતાં જ દમણ પોલીસે આ અંગે બિહારના નવાદા સ્થિત રોહ પોલીસને જાણ કરી હતી. પરિજનોનો આક્ષેપ છે કે કોઈ બાબતે છોટી અને ઋષભ વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ ઋષભે તેની હત્યા કરી પુરાવા નાશ કરવાના ઈરાદાથી શબને ટ્રોલી બેગમાં પેક કરી દીધું હતું.

સ્થાનિક લોકોએ શંકાસ્પદ હાલતમાં પડેલી ટ્રોલી બેગ અંગે પોલીસને જાણ કરી હતી. બેગ ખોલતાં જ અંદરથી મહિલાની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પ્રાથમિક તપાસમાં પોલીસની શંકા સીધી ઋષભ કુમાર પર ગઈ છે, કારણ કે ઘટના બાદથી જ તે ગુમ છે.

દમણ પોલીસની સૂચના બાદ ગામના ચોકીદાર મારફતે મૃતકાના પરિવારને જાણ કરવામાં આવી હતી. દીકરીના મોતના સમાચાર મળતાં જ પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પરિજનો તુરંત જ દમણ જવા રવાના થઈ ગયા છે, જ્યાં મૃતદેહની ઓળખ, પોસ્ટમોર્ટમ અને અન્ય કાનૂની કાર્યવાહી પૂરી કરવામાં આવશે.

છોટી ઘર છોડીને ગયા પછી પરિવારે રોહ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. પરિજનોને આશા હતી કે તે કોઈક દિવસે પાછી આવશે, પરંતુ બે વર્ષ પછી તેના મોતના સમાચાર આવ્યા. ગામના લોકોનું કહેવું છે કે છોટીના પ્રેમસંબંધને લઈને પહેલા પણ ઘણી ચર્ચાઓ થતી હતી, પરંતુ આ સંબંધનો આવો કરૂણ અંત આવશે એવું કોઈએ વિચાર્યું નહોતું.

Photo-(2)

દમણ પોલીસે હત્યાનો ગુનો નોંધી મુખ્ય આરોપી ઋષભ કુમારની શોધમાં સતત દરોડા પાડવાનું શરૂ કર્યું છે. પોલીસનું કહેવું છે કે આરોપીની ધરપકડ બાદ જ હત્યા પાછળનું સાચું કારણ બહાર આવી શકશે. તપાસ અધિકારીઓ મોબાઈલ કોલ ડિટેલ્સ, બંનેના સંપર્કો અને ઘટનાસ્થળેથી મળેલા અન્ય પુરાવાઓની તપાસ કરી રહ્યા છે.

હાલમાં બંને વચ્ચે એવું તો શું બન્યું કે વાત હત્યા સુધી પહોંચી ગઈ તે સ્પષ્ટ થઈ શક્યું નથી. ઘટના સમયે બંને સાથે અન્ય કોઈ વ્યક્તિ હાજર હતી કે નહીં તે અંગે પણ તપાસ થઈ રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ ઘણા મહત્ત્વના તથ્યો સામે આવે તેવી શક્યતા છે. પરિજનો હવે આરોપીને વહેલી તકે ધરપકડ કરી કડકમાં કડક સજા આપવાની માંગ કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 09-08-2026 દિવસ: રવિવાર મેષ: મનની મુરાદ પૂર્ણ થતી જણાય, પ્રવાસ ફળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: ઇચ્છીત ફળમાં વિલંબ પડે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.