- Business
- સરકારનો એક ઓર્ડર મળ્યો અને આ શેર રોકેટ ગતિએ 33 ટકા ઉછળી ગયો
સરકારનો એક ઓર્ડર મળ્યો અને આ શેર રોકેટ ગતિએ 33 ટકા ઉછળી ગયો

મંગળવારે મુંબઇ શેરબજારમા લગાતાર બીજા દિવસે તેજી જોવા મળી અને BSE સેન્સેક્સ 273 પોઇન્ટ વધીને 65,617 પોઇન્ટ અને નિફ્ટી 83 પોઇન્ટ વધીને 19439 પોઇનટ પર બંધ રહ્યો હતો. સારા વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં ઉછાળો આવી રહ્યો હોવાનું જાણકારોનું કહેવું છે. મંગળવારે શેરબજારમાં ઓટો અને FMCG સેક્ટરના શેરોમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. આ દરમિયાન એક કંપનીને સરકારનો મોટો ઓર્ડર મળ્યો અને શેરનો ભાવ રોકેટગતિએ ઉછળી ગયો હતો.
ઇલેકટ્રિક બસ બનાવતી કંપની ઓલેક્ટ્રા ગ્રીનટેકને મહારાષ્ટ્ર સરકાર તરફથી 10,000 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો ત્યારથી આ શેરમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે.
શેરબજારમાં અત્યારે ફુલગુલાબી તેજા જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટિમા સંતત સુધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં, ઇલેક્ટ્રિક બસ નિર્માતા ઓલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડને મહારાષ્ટ્ર સરકાર તરફથી રૂ. 10,000 કરોડનો ઓર્ડર મળ્યો હતો, ત્યારબાદ સ્ટોક સતત વધતો રહ્યો હતો. આજે પણ કંપનીનો સ્ટોક વધારા સાથે બંધ થયો છે.
સોમવારે ઓલેક્ટ્રા ગ્રીનટેકના શેરમાં 12 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને તે પછી આ સ્ટોક તેની 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. આજે એટલે કે મંગળવારે કંપનીનો શેર 2.41 ટકાના વધારા સાથે બંધ થયો હતો. આ સ્ટૉકનું 52-સપ્તાહનું રેકોર્ડ લેવલ 1,408.70 રૂપિયા છે.
છેલ્લા 5 ટ્રેડિંગ દિવસોમાં કંપનીના શેરમાં 33.91 ટકા એટલે કે રૂ.334.00 સુધીનો વધારો થયો છે. કંપનીનો શેર છેલ્લા એક મહિનામાં 55.98 ટકા સુધી વધી ગયો છે.
6 મહિના પહેલાના ચાર્ટની વાત કરીએ તો 12 જાન્યુઆરીએ કંપનીનો શેર 493 રૂપિયાના સ્તરે હતો. જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં આ શેરમાં 167.03 ટકા એટલે કે 825.05 રૂપિયાનો વધારો થયો છે. આજની તેજી બાદ શેર રૂ.1,319ના સ્તરે બંધ થયો છે.
ઓલેક્ટ્રા ગ્રીનટેકને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે MSRTC તરફથી 5150 ઇલેક્ટ્રિક (EV) બસોનો ઓર્ડર મળ્યો છે. ઓર્ડરની કિંમત આશરે રૂ. 10,000 કરોડ છે. કંપની આ બસોને 2 વર્ષમાં પહોંચાડશે.
Olectra Greentech Limited એ ભારતની સૌથી મોટી પ્યોર ઈલેક્ટ્રિક બસ ઉત્પાદક છે જે હૈદરાબાદમાં ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે. ઓલેક્ટ્રા એ ભારતની સૌપ્રથમ ઈલેક્ટ્રિક બસ ઉત્પાદક કંપની છે જેણે ભારતમાં ઈલેક્ટ્રિક બસોના તમામ પ્રકારોનું નિર્માણ અને ઉપયોગ કર્યો છે.. કંપની ઇલેક્ટ્રિક ટ્રક અને ઇલેક્ટ્રીક ટીપર માટે ઇ-મોબિલિટી સેગમેન્ટમાં તેની પ્રોડક્ટ લાઇન વિસ્તારી રહી છે.
Related Posts
Top News
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...
સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ
Opinion
