આ કંપનીની આવક 1 વર્ષમાં 17 કરોડથી 500 કરોડ થઈ ગઈ, નીતિન ગડકરીના પુત્ર છે MD

સ્મોલકેપ ઓઇલ કંપની CIAN એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરે સતત 13મા દિવસે તેજી બતાવતા 5 ટકાની છલાંગ લગાવી અને 701.50 રૂપિયાના નવા ઓલ ટાઈમ હાઇ સ્તરને સ્પર્શી લીધું. કંપનીએ માત્ર એક વર્ષમાં 520 ટકાથી વધુ વળતર આપીને રોકાણકારોને હેરાન કરી દીધા છે.

BSE પર સેશન દરમિયાન લગભગ 15,000 શેરનું ટ્રેડિંગ થયું હતું, જે 2 અઠવાડિયાના સરેરાશ વોલ્યૂમ 30,000 કરતા ઓછું હતું. છતા ટર્નઓવર 1.03 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું અને કંપનીનું માર્કેટ કેપ 1963.21 કરોડ રૂપિયા થઇ ગયું. એક્સચેન્જે આ શેરને વધારાના દેખરેખ ઉપાય એટલે કે ASM સ્ટેજ-4 હેઠળ નાખી દીધો છે, જેથી રોકાણકારોને ઝડપથી વધતી કિંમતો અને અસ્થિરતાને લઈને સતર્ક કરી શકાય.

share-market1
business-standard.com

નાણાકીય પ્રદર્શનની વાત કરીએ તો કંપનીએ જૂન ક્વાર્ટર (Q1 FY26)માં જબરદસ્ત પરિણામો બતાવ્યા હતા. કંપનીનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વધીને 52.21 કરોડ રૂપિયા પહોંચી ગયો છે, જ્યારે એક વર્ષ અગાઉ આ આંકડો માત્ર 9.79 લાખ રૂપિયા હતો. આવક પણ 510.80 કરોડ થઈ હતી, જે ગયા વર્ષના આ સમયગાળામાં માત્ર 17.47 કરોડ રૂપિયા હતી.

ટેક્નિકલ એનાલિસિસના હિસાબે આ શેર તમામ મહત્ત્વપૂર્ણ મૂવિંગ એવરેજ (5 દિવસથી 200 દિવસ સુધી) ઉપર ટ્રેડ કરી રહ્યો છે. 14 દિવસનો RSI 46.18 છે, જે તટસ્થ સ્થિતિ દર્શાવે છે એટલે કે, અત્યારે શેર ઓવરબોટ અથવા ઓવરસોલ્ડ ઝોનમાં નથી.

215

જોકે, સ્ટોકનું વેલ્યૂએશન ખૂબ મોંઘું છે. હાલના સમયમાં, તે P/E 2262.90 અને P/B 22 પર ટ્રેડ કરી રહ્યો છે. કંપનીનો EPS માત્ર 0.31 છે અને રિટર્ન ઓફ ઇક્વિટી 0.98 છે. એટલે કે, વર્તમાન કિંમતો પર સ્ટોકને ઓવરવેલ્યૂડ માનવમાં આવી રહ્યો આવે છે. જૂન 2025 સુધી કંપનીમાં પ્રમોટરોનો હિસ્સો 67.67 ટકા હતો. ખાસ વાત એ છે કે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર નિખિલ ગડકરી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના પુત્ર છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.