- Education
- ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ હેઠળની ખાલી જગ્યા માટે સત્વરે ભરતી કરાશે: મંત્રી
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ હેઠળની ખાલી જગ્યા માટે સત્વરે ભરતી કરાશે: મંત્રી

સરકારે જણાવ્યું હતું કે, રાજ્ય પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ ગાંધીનગર ખાતે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની શુભેચ્છા મુલાકાત લઇ બોર્ડની વિવિધ કામગીરી વિશે જાણકારી મેળવી હતી. આ મુલાકાત વેળાએ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ હેઠળની વિવિધ સંવર્ગની ખાલી જગ્યાઓ માટે સત્વરે ભરતી કરાશે.
મંત્રી મેરજાએ કહ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં થનારા કાર્યોની રૂપરેખા લક્ષ્યાંકો સહિત નક્કી કરવામાં આવી છે. રાજ્યના યુવાનોને રોજગાર મળે તે અમારી પ્રાથમિકતા છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા પંચાયતની વિવિધ સંવર્ગની ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. આ ભરતી પ્રક્રિયા વધુ ઝડપથી પારદર્શિતાપૂર્વક પૂર્ણ થાય તેવું નક્કર આયોજન પણ કરવામાં આવ્યું છે.
મંત્રી મેરજાએ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઉચ્ચ અધિકારીઓ અને સભ્યો સાથે સમીક્ષા બેઠક પણ કરી હતી. તેમણે પ્રેઝન્ટેશન દ્વારા બોર્ડની વિવિધ કામગીરીની ઉંડાણપૂર્વક વિગતો મેળવી બોર્ડના અધ્યક્ષ, ઉચ્ચ અધિકારીઓ અને સભ્યો સાથે ચર્ચા વિમર્શ કર્યો હતો.
Related Posts
Top News
શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?
સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો
હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”
Opinion
