- Central Gujarat
- ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ઝટકો, હાઇકોર્ટે 2017 ધોળકા વિધાનસભા ચૂંટણી રદ્દ કરી
ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ઝટકો, હાઇકોર્ટે 2017 ધોળકા વિધાનસભા ચૂંટણી રદ્દ કરી

ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઇકોર્ટે આજે ધોળકા બેઠક પર થયેલી વિધાનસભા 2017ની ચૂંટણીને રદ્દ કરી દેવાનો આદેશ કર્યો છે. 2017મા થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા માત્ર 150 મતે જીત્યા હતા. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન થઈ હતી કે પોસ્ટલ બેલેટમાં ગરબડ કરી ભુપેન્દ્રસિંહને જીતેલા જાહેર કર્યા છે, તેથી તેમની ચૂંટણી રદ્દ કરી દેવામાં આવે. ભુપેન્દ્રસિંહ સામે થયેલી પિટિશન અરજી ફગાવી દેવામાં આવે તેવી માગણી કરતી અરજી ભુપેન્દ્રસિંહ દ્વારા 2018મા થઈ હતી. ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટે ધોળકા વિધાનસભઆની ચૂંટણી રદ્દ ગણી હતી.
2017મા ધોળકા બેઠક ઉપરથી કોંગ્રેસની ટિકિટ લડેલા અશ્વીન રાઠોડ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી દાદ માંગી હતી કે, EVM મશીનમાં મળેલા મતને કારણે તેઓ ચૂંટણી જીતી રહ્યા હતા, પરંતુ ભુપેન્દ્રસિંહ ચુડાસમાને જીતેલા જાહેર કરવા માટે પંચ દ્વારા પોસ્ટ બેલેટની ગણતરીમાં ગરબડ કરી હતી, જેના કારણે ભુપેન્દ્રસિંહ ચુડાસમા 150 મતે જીતેલા જાહેર કર્યા હતા. અશ્વીન રાઠોડની અરજી સાંભળવી જોઈએ, તેની દાદ ભુપેન્દ્રસિંહ દ્વારા માંગવામાં આવી હતી. તેમને દાવો હતો કે એક વખત ચૂંટણી પંચ દ્વારા પરિણામ જાહેર કરી દીધા બાદ હાઈકોર્ટ દ્વારા તેમના દરમિયાનગીરી કરવી જોઈએ નહીં.
હાઈકોર્ટ દ્વારા બંને પક્ષોની દલિલ અને ચૂંટણી પંચને સાંભળ્યા બાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અરજી ફગાવી દીધી હતી. પણ હાઈકોર્ટ ચૂંટણી કેમ રદ્દ કરવી નહીં તે મુદ્દે અશ્વીન રાઠોડની અરજીની સુનાવણી થઈ હતી. જેમાં આજે હાઇકોર્ટ દ્વારા 429 પોસ્ટલ મતને ગેરકાયદે રીતે બાકાત રખાયા હતા. અરજદારે કહ્યું હતું કે, તેમને રિકાઉન્ટિંગ પણ નહોતું કરવા દેવામાં આવ્યું. હવે ભુપેન્દ્રસિંહ ચૂડાસમા પાસે સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ છે. ચૂંટણી રદ્દ થતા હવે ભુપેન્દ્રસિંહ ચુડાસમા ધારાસભ્ય નહીં રહે.
વાત એવી છે કે, 2017મા યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલના શિક્ષણમંત્રી અને ભાજપના નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, તેમની સામે કોંગ્રેસમાંથી અશ્વિન રાઠોડ લડ્યા હતા. આ બેઠક પર ભુપેન્દ્રસિંહ ચુડાસમા ફક્ત 327 વોટથી જીત્યા હતા. આ મત ગણતરીમાં બેલેટ પેપરની ગણતરી નહોતી કરવામાં આવી જેનાથી વિવાદ ઉભો થયો હતો અને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિને રાઠોડે ફરિયાદ કરી હતી કે, બેલેટ પેપરના 429 મત તેમના તરફ હતા, જેને ધ્યાનમાં નહોતા લેવાયા. ઇલેક્શન કમિશનના નિયમ મુજબ EVMના વોટની ગણતરી કરતા પહેલા બેલેટ પેપરની ગણતરી કરવાની હોય છે, પરંતુ ડાયરેક્ટ EVMની ગણતરી કરવામાં આવી હતી.
Related Posts
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)