- Kutchh
- હજીરા-ઘોઘા ફેરીમાં જવાનું ભાડું જાણી લો, કાર-બાઇક માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
હજીરા-ઘોઘા ફેરીમાં જવાનું ભાડું જાણી લો, કાર-બાઇક માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

PM નરેન્દ્ર મોદીએ હજીરા-ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરીનો પ્રારંભ કરી દીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતના હજીરા પોર્ટ ખાતે સવારે 11.00 વાગે હજીરાથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવ્યો હતો અને નવનિર્મિત રો-રો ટર્મિનલ પોર્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ હતું. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા કેન્દ્રીય શીપીંગ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવીયા, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. PMનું કહેવું છે કે, વર્ષોથી સુરતમાં વસતા સૌરાષ્ટ્ર માટે આ ફેરી સેવા પ્રધાનમંત્રી તરફથી દિવાળીની ભેટ સાબિત થશે.
ગુજરાત સરકારનું કહેવું છે કે, સૌરાષ્ટ્રના લાખો લોકો વર્ષોથી ધંધાર્થે સુરત સ્થાયી થયા છે. જો કે પોતાના મૂળ વ્યવસાય ખેતી અને માદરે વતનને કયારેય ભૂલી શક્યા નથી. સારા-નરસા પ્રસંગોએ સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10 થી 12 કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર 4 કલાકની થઇ જશે. વળી, લોકો પોતાની સાથે મોટર સાઈકલ કે કાર પણ ગામડે લઇ જઈ શકશે, જે પહેલા સંભવ નહોતું અથવા તો ખર્ચાળ અને સમય માંગી લેનારું હતું. આમ આ સેવા સૌરાષ્ટ્ર લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
રો-પેક્સ સર્વિસ દિવસમાં ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે. જે મુજબ વર્ષમાં અંદાજે 5 લાખ મુસાફરો, 80 હજાર પેસેન્જર વાહનો, 50 હજાર ટુ-વ્હીલર અને 30 હજાર ટ્રકની અવર જવર શક્ય બનશે. ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ 370 કિમી છે જે ઘટીને સમુદ્ર રસ્તે માત્ર 90 કિમી જેટલું રહેશે. જેને કારણે ઇંધણની મોટી બચત થશે. રો-પેક્સ ફેરી સેવાથી પ્રતિ દિવસ અંદાજે 9000 લીટર ઇંધણની બચત થશે. જેનાથી કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરી શકાશે. એક અંદાજ મુજબ, પ્રતિ દિવસ 3 ટ્રીપ પ્રમાણે, પ્રતિ દિન 24 એમટીકાર્બન ઉત્સર્જન ઓછું કરી શકાશે.
રો-પેક્સ સેવાથી સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે અવરજવર ઓછી ખર્ચાળ અને સુગમ બનશે. જેથી સુરતના ધંધા-ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રને મળતા સૌરાષ્ટ્રના જીલ્લાઓ આર્થિક રીતે મજબૂત બનશે તથા ધંધા-રોજગારીની નવી તકો ઉભી થશે. રો-પેક્સને કારણે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોચવું સરળ બનતા પ્રવાસનઉદ્યોગને વેગ મળશે. સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માર્ગ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોચાડી શકાશે જેથી સૌરાષ્ટ્રને રો-પેક્સ થકી એક મોટું બજાર મળશે.આમ, રો-પેક્સ સેવા એ માત્ર પરિવહન સેવા ન બની રહેતા સૌરાષ્ટ્ર અને સુરતના લોકો માટે સમૃદ્ધિની ચાવી સાબિત થશે.
હવે રો-પેક્સ ફેરીના ભાડાની વાત કરીએ તો હજીરાથી ઘોઘા જવા માટે એક પેસેન્જરને એક્ઝિક્યુટિવ ક્લાસમાં 525 રૂપિયા ચૂકવવાના રહેશે. બિઝનેસ ક્લાસ માટે ભાડું 700 રૂપિયા રાખવામાં આવ્યું છે. ટુવ્હીલર સાથે એક પેસેન્જરનું ભાડું 875 રૂપિયા રાખવામાં આવ્યું છે, એટલે કે તમારે ટુવ્હીલર માટે 350 રૂપિયા એક્સ્ટ્રા ચૂકવવાના રહેશે. જ્યારે ફોરવ્હીલર માટે 1200 રૂપિયા એક્સ્ટ્રા ચૂકવવા પડશે. એટલે એક્ઝિક્યુટિવ ક્લાસમાં પેસેન્જર અને એક ફોરવ્હીલરને લઇ જવા માટે કુલ 1725 રૂપિયા ચૂકવવાના રહેશે.
Related Posts
Top News
શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?
સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો
હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”
Opinion
