ગુજરાત સરકાર સર્કિટ હાઉસને ફાઇવ સ્ટાર બનાવી રહી છે, તમને રહેવા મળશે?

ગુજરાત સરકારે સોમનાથ, અંબાજી અને દ્વારકાના સર્કીટ હાઉસને ફાઇવ સ્ટાર હોટલમા પરિવર્તિત કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ યાત્રા ધામ ઉપરાંત અમદાવાદ સહિતની 7 મહાનગરોમાં પણ સરકાર સર્કીટ હાઉસની સેવાઓ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) હેઠળ ખાનગીકરણ કરશે.

આને કારણે સરકીટ હાઉસમાં નેતાઓ અને અધિકારીઓને જ નહી પણ સામાન્ય માણસોને પણ રોકાવાની સુવિધા મળશે. જો કે, સામાન્ય પ્રજા પાસેથી પ્રિમિયમ ચાર્જ વસુલ કરશે. સામાન્ય લોકો માટે ભાડું નક્કી કરવામાં આવ્યું નથી, પરતું નોમીનલ ભાડું હશે એવું જાણવા મળ્યું છે.

અમદવાદ, સુરત, રાજકોટ, વડોદરા,ગાંધીનગર, જામનગર, જુનાગઢના સર્કિટ હાઉસને પણ ફાઇવ સ્ટાર હોટલમાં કન્વર્ટ કરાશે. 3 વર્ષ માટે ખાનગી વ્યક્તિને સોંપાશે જ્યારે દ્રારકા, અંબાજી, સોમનાથના સર્કીટ હાઉસને 10 વર્ષ માટે ખાનગી વ્યક્તિને સોંપાશે.

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.