- Health
- World Health Day: 7 એપ્રિલના રોજ કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ હેલ્થ ડે
World Health Day: 7 એપ્રિલના રોજ કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ હેલ્થ ડે
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા સાત એપ્રિલને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂક રહેવાનો સંદેશ અપાય છે. તે સિવાય સરકારોને પણ સ્વાસ્થ્ય નીતિઓના નિર્માણ અને તેને યોગ્ય રીતે લોકો સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરવામાં આવે છે.
દુનિયાભરના લોકોને નીરોગી બનાવવાના ઉદ્દેશ્યથી સાત એપ્રિલ 1948ના રોજ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસે WHOની પ્રથમ બેઠક મળી હતી. જેના બે વર્ષ બાદ એટલે કે સાત એપ્રિલ 1950થી દર વર્ષે આજ દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઊજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ વર્ષે વર્લ્ડ હેલ્થ ડેની થીમ યુનિવર્સલ હેલ્થ કવરેજ રાખવામાં આવી છે. જે પ્રમાણે, વિશ્વભરના લોકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રાખવાનો ઉદ્દેશ્ય છે. તે સિવાય દુનિયાભરના લોકોને કોઈ પણ સમસ્યાની આર્થિક સમસ્યાનો સામનો કર્યા વિના સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવો છે.
આ દિવસ મનાવવા પાછળનો હેતુ તમામ વ્યક્તિને સારી સ્વાસ્થ્ય સુવિધા મળે તેવો છે. દુનિયાભરમાં લાખો કરોડો લોકો પોલિયો, હાર્ટની બીમારી, ટીબી મલેરિયા, એઇડ્સ જેવા ખતરનાક રોગોનો શિકાર છે. એવામાં આ બીમારીઓને નાથવા અને તેની પૂરતી સારવાર મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનમાં 195 દેશો સામેલ છે. આ તમામ દેશ પોતાના દેશના નાગરિકોનો રોગમુક્ત બનાવવાના પ્રયાસમાં લાગેલા છે.

