ભારતના આ રાજ્યના પુરુષો સેક્સ ક્ષમતા વધારવા સૌથી વધુ વાયગ્રાનો ઉપયોગ કરે છે

સેકસની ક્ષમતા વધારવા માટે શકિત વર્ધક દવાનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ વર્ષો જુનો છે પણ ફિલ્મ અને ઇન્ટરનેટની દુનિયામાં લોકો સેકસની ક્ષમતા વધારવા માટે વાયગ્રા જેવી દવાનો ઉપયોગ વધારી રહ્યા છે અને તે પણ ગુપચુપ.આજે પણ ભારતીય પુરુષો સેકસની ખુલેઆમ વાત કરી શકતા નથી અને વાયગ્રા જેવી દવાઓ પણ છુપી રીતે ખાય રહ્યા છે.તાજેતરમાં થયેલા એક સર્વેમાં એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે જયપુરમાં 87 ટકા લોકો અને ચંદીગઢમાં 62 ટકા લોકો વાયગ્રા જેવી દવાના રવાડે ચઢયા છે.

તાજેતરના એક સરવેમાં જાણવા મળ્યું છે કે ફિલ્મ અને ઇન્ટરનેટની દુનિયાએ લોકોમાં સેકસ માટે ફેન્ટસી ઉભી કરી છે. કેટલાંક ભારતીય ઇન્ટરનેટની અસલી જિંદગી જીવવાના દબાવમાં તો કેટલાંક મજબુરીમાં વાયગ્રા જેવી દવાઓ લેવા માંડયા છે.વાયગ્રા જેવી દવા માટે લોકો ગુપચુપ ડોકટરો પાસે સલાહ લેવાનું પસંદ કરે છે.સરવે અનુસાર 2019માં એવી વાત ધ્યાન પર આવી છે કે જયપુર અને ચંદીગઢમાં સેકસની ક્ષમતા વધારવા માટે અનુક્રમે 87 ટકા અને 62 ટકા લોકો ઉપયોગ કરતા થયા છે.28 ટકા લોકોએ માન્યું કે શારિરક સંબધ બનાવવા માટે વાયગ્રાનો ઉપયોગ કરે છે.

રાજસ્થાનની એસએમએસ મેડીકલ કોલેજના પ્રિન્સીપાલનું જો કે આનાથી અલગ માનવું છે . તેમનું કહેવું છે કે સેકસ બાબતે ખુલીને વાત કરતા હજુ લોકો ખચકાય છે એ વાત સાચી પરતું તબીબ સામે ખુલીને વાત કરે છે.ડાયાબિટીઝને કારણે સેકસ પ્રદર્શન પર અસર પડે છે અમે તેમની પરેશાની જાણ્યા પછી દવા આપીએ છીએમ પ્રિન્સીપાલે કહ્યું હતું.મેડીકલ કોલેજના પ્રિન્સીપાલે સેકસ બાબતે વધુ પ્રકાશ પાડતા કહ્યું હતું કે મર્દાનગીમાં ઉણપ આવવી એ હાર્ટએટેકનો પ્રથમ સંકેત હોય શકે છે.

2018ના એક રિપોર્ટ મુજબ ભારતમાં છેલ્લાં 8 વર્ષમાં વાયગ્રા જેવી દવાના બિઝનેસમાં 40 ટકા જેટલો તોતીંગ ઉછાળો આવ્યો છે.કામના સ્થળે વધુ પડતા સ્ટ્રેસને કારણે બેડરૂમ લાઇફ ખરાબ થઇ રહી છે. તણાવની અસર પોતાની રોમેન્ટીક લાઇફ પર ના પડે તેના માટે વાયગ્રા જેવી દવાનો સહારો લે છે.

ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટના આંકડા મુજબ 8 વર્ષમાં વાયગ્રા જેવી દવાના વેચાણ કરનારા 9 લાખ કેમિસ્ટ વધ્યા છે.જૂન 2010માં 18000 યુનિયનું વેચાણ થયું હતું તેની સામે જૂન 2018માં 26000 યુનિટનું વેચાણ નોંધાયું હતુ.

About The Author

Related Posts

Top News

OTP વગર જ પૈસા ટ્રાન્સફર થશે; બેંકો લાવી રહી છે સાયલન્ટ ઓથેન્ટિકેશન સિસ્ટમ, સીમ બદલાય તો ટ્રાન્જેકશન પૂરું થશે નહીં

સિમ ક્લોનિંગ છેતરપિંડીનું નેટવર્ક ઝડપથી ફેલાયું છે. આ કિસ્સામાં, પહેલા તમારા સિમના ક્લોન માટે OTP માંગવામાં આવે છે, ...
Business 
OTP વગર જ પૈસા ટ્રાન્સફર થશે; બેંકો લાવી રહી છે સાયલન્ટ ઓથેન્ટિકેશન સિસ્ટમ, સીમ બદલાય તો ટ્રાન્જેકશન પૂરું થશે નહીં

કન્યા મહેંદી લગાવીને વરરાજાની રાહ જોતી હતી, પ્રેમી વરરાજો જાન લઈને આવ્યો જ નહીં, પરિવાર ઘરે તાળું મારીને ભાગી ગયો

મહેંદીથી સજાવેલો હાથ, દુલ્હનનો શણગાર, લાઈટોથી સજાવેલું ઘર અને લગ્નની જાનનું સ્વાગત કરવા માટે દરવાજા પર તમામ તૈયારીઓ......
National 
કન્યા મહેંદી લગાવીને વરરાજાની રાહ જોતી હતી, પ્રેમી વરરાજો જાન લઈને આવ્યો જ નહીં, પરિવાર ઘરે તાળું મારીને ભાગી ગયો

એપ્રિલથી ઘર નોંધણીની શરૂઆત, 33 સવાલોના જવાબ તૈયાર રાખજો

વસ્તી ગણતરી-2026નો પ્રથમ તબક્કો 1 એપ્રિલ 2026થી શરૂ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ માટે...
Gujarat 
એપ્રિલથી ઘર નોંધણીની શરૂઆત, 33 સવાલોના જવાબ તૈયાર રાખજો

શું વરાછા બેંકની ચૂંટણી ભાજપ vs AAP થઇ ગઇ છે?

સુરતની વરાછા કો.ઓ. બેંકમાં 31 વર્ષ પછી પહેલીવાર ચૂંટણી થઇ રહી છે. 6 ઉમેદવારોએ ફોર્મ ન ખેંચતા ચૂંટણી કરવાની ફરજ...
Gujarat 
શું વરાછા બેંકની ચૂંટણી ભાજપ vs AAP થઇ ગઇ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.