- Tech and Auto
- ધરતીકંપ આવતા પહેલા જ એપથી મળી જશે વોર્નિંગ, ઉત્તરાખંડમાં લાગી સિસ્ટમ
ધરતીકંપ આવતા પહેલા જ એપથી મળી જશે વોર્નિંગ, ઉત્તરાખંડમાં લાગી સિસ્ટમ

છેલ્લાં બે મહિનાઓમાં દેશનો ઉત્તરી હિસ્સો બે-ત્રણવાર ધ્રૂજી ચુક્યો છે. ધરા ધ્રૂજતા જ લોકોની હાલત ખરાબ થઈ જાય છે. મનમાં ડર બેસી જાય છે. જમ્મૂથી લઈને જયપુર સુધી ધરા ધ્રૂજી ચુકી છે. પરંતુ, નવાઈની વાત એ છે કે, આ વર્ષના શરૂઆતથી 18 ફેબ્રુઆરી, 2022 સુધી દેશ અને તેની આસપાસના વિસ્તારોમાં 166 વાર ભૂકંપ આવ્યા જે રિક્ટર સ્કેલ પર નોંધાયા છે, એટલે કે રિક્ટર સ્કેલ પર 2થી લઈને 6 તીવ્રતા સુધીના. તેમાંથી માત્ર 7 જ એવા છે જે 5થી લઈને 6 તીવ્રતાની વચ્ચે છે. રિક્ટર સ્કેલ પર 5થી 6ની તીવ્રતાવાળા 7 ભૂકંપ ભારતમાં આવ્યા જ નથી.
તે અફઘાનિસ્તાન, તજાકિસ્તાન અને મ્યાંમારમાં આવ્યા. જોકે, ટેક્ટોનિક પ્લેટ એક જ હોવાના કારણે તેની લહેર ભારતમાં પણ અનુભવાઈ છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (NCS)ના ડેટા અનુસાર, 1 જાન્યુઆરી, 2022થી 18 ફેબ્રુઆરી, 2022 સુધી આશરે 166 ભૂકંપ આવ્યા. તેમાંથી 32 કરતા વધુ ભૂકંપ રિક્ટર સ્કેલ પર 2થી 3ની તીવ્રતાની વચ્ચે હતા.
IIT Roorkeeના અર્થ સાયન્સીસ વિભાગના સાયન્ટિસ્ટ અને અર્થક્વેક અર્લી વોર્નિંગ સિસ્ટમ ફોર ઉત્તરાખંડ પ્રોજેક્ટના ઈન્ચાર્જ પ્રોફેસર કમલે આ ભૂકંપો વિશે માહિતી આપી હતી. પ્રોફેસર કમલે જણાવ્યું કે, આ નાના-નાના ભૂકંપોથી ગભરાવાની જરૂર નથી. તે કોઈ મોટા ભૂકંપ આવવાની કોઈ આશંકા નથી. ડરવાની જરૂર નથી. નાના ભૂકંપોનો મોટી દુર્ઘટનાઓ સાથે કોઈ સંબંધ નથી.
પ્રોફેસર કમલે જણાવ્યું કે, જે ખતરનાક ઝોન છે, ત્યાં અર્લી વોર્નિંગ સિસ્ટમ લગાવવાની ખાસ જરૂર છે. જેથી લોકોને ભૂકંપ આવવાના 1-2 મિનિટ પહેલા જાણકારી મળી શકે. તેઓ બધુ કામ છોડીને સુરક્ષિત સ્થાનો તરફ ભાગી શકે. જે ભૂકંપના પાંચમાં અને ચોથા ઝોનમાં છે, તેમણે સતર્ક રહેવાની જરૂર છે. કારણ કે આપણે ભૂકંપને રોકી નથી શકતા, તેમજ ટાળી પણ નથી શકતા. આથી, જરૂરી છે કે અર્લી વોર્નિંગ સિસ્ટમ લગાવવામાં આવે.
જેવી રીતે હિંદુકુશમાં ભૂકંપ આવે તો પાંચ મિનિટ બાદ આપણને જાણકારી મળે છે કે ભૂકંપ આવ્યો છે. એટલે કે એક લહેર આવે છે. જો આપણી પાસે એક સિગ્નલ આવે કે ભૂકંપ આવી ગયો છે, આ વિસ્તારને તે આટલી વારમાં હલાવી દેશે, તો તેને કહેવાય છે અર્લી વોર્નિંગ. આપણે તેના દ્વારા લોકોને બચાવી શકીએ છીએ. ઉત્તરાખંડમાં અમે પહેલી આવી સિસ્ટમ લોન્ચ કરી છે.
સરકાર આવી સિસ્ટમ લગાવવાનો પ્રયાસ કરી રહી છે. પ્રોફેસર કમલે જણાવ્યું કે, IIT Roorkeeએ ઉત્તરાખંડમાં 167 સ્થાનો પર અર્થક્વેક સેન્સર્સ લગાવ્યા છે. ત્યારે જઈને એક અર્લી વોર્નિંગ સિસ્ટમ તૈયાર થઈ છે. માત્ર પહાડો પર જ હજારોની સંખ્યામાં સેન્સર્સ લગાવવા પડશે. સમગ્ર દેશમાં તો લાખોની સંખ્યામાં સેન્સર્સ લગાવવા પડશે. તાઈવાન ઉત્તરાખંડથી નાનું છે, પરંતુ ત્યાં 6000 સેન્સર્સ લગાવેલા છે. જાપાનમાં પણ હજારો સેન્સર્સ લગાવવામાં આવ્યા છે. હિમાલયમાં હજારો સેન્સર્સ લગાવવા પડશે. મેદાનો પર તો અલગથી સેન્સર્સ લગાવવા પડશે.
IIT Roorkeeએ અર્લી વોર્નિંગ સિસ્ટમને લઈને એક એપ વિકસિત કરી છે. તેનું નામ છે ઉત્તરાખંડ ભૂકંપ એલર્ટ. આ એપ દ્વારા દર મહિનાની એક તારીખે એલાર્મ વાગે છે. જે અસલી ભૂકંપ આવવા પર વાગશે. એટલે કે જેવો એલાર્મ વાગે તમારે તરત સુરક્ષિત સ્થાન પર ચાલ્યા જવાનું. આ ઉપરાંત, અર્લી વોર્નિંગ નોટિફિકેશન મેસેજ પણ આવશે. કારણ કે, ઉત્તરાખંડમાં જો ભૂકંપ આવે તો Delhi-NCRના લોકોને અસર થઈ શકે છે. આથી, તેમના માટે આ એપ ખૂબ જ જરૂરી છે. લોકો આ એપને એન્ડ્રોઈડ અથવા iOS પરથી ડાઉનલોડ કરી શકે છે.
Related Posts
Top News
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...
Opinion
