- Tech and Auto
- સૂરજની સૌથી સ્પષ્ટ તસવીર આવી સામે, સપાટી પર દેખાતા કાળા ડાઘનું રહસ્ય જાણો
સૂરજની સૌથી સ્પષ્ટ તસવીર આવી સામે, સપાટી પર દેખાતા કાળા ડાઘનું રહસ્ય જાણો

અંતરીક્ષ વૈજ્ઞાનિકો માટે સૂરજ હંમેશાંથી જ કુતૂહલનું કેન્દ્ર રહ્યું છે. દુનિયાભરની અંતરીક્ષ એજન્સીઓ સૂરજની શોધ કરવા માટે સતત મિશન મોકલી રહી છે. હવે અમેરિકાના એક અંતરીક્ષ ફોટોગ્રાફર એન્ડ્ર્યુ મેકકાર્થીએ દાવો કર્યો છે કે તેમણે સૂરજની અત્યાર સુધીની સૌથી સ્પષ્ટ તસવીર ખેચી છે. સૌર મંડળના સૌથી મોટો તારો કહેવાતા સૂરજની આ તસવીર બનાવવા માટે એન્ડ્ર્યુ મેકકાર્થીએ 1,50,000થી વધારે અલગ અલગ તસવીરોનો ઉપયોગ કર્યો છે. આ બધી તસવીરોને 300 મેગાપિક્સલની એક ફાઇનલ તસવીરમાં જોઈ શકાય છે.
તે સામાન્ય 10 મેગાપિક્સલના કેમેરાના ઇમેજથી 30 ગણો મોટો છે. તેમાં સૌથી ક્લોઝઅપ વ્યૂમાં રહસ્યમય અંધારા સનસ્પોટને જોઈ શકાય છે. આજથી પહેલા સૂરજના થોડા જ ફોટા એવા છે જેમાં તેની સપાટીના કાળા ડાઘ અને આગની લપેટો નજરે પડે છે. સૂરજની સપાટી પર નજર આવનારા કાળા ડાઘ વાસ્તવમાં કાળા નથી હોતા. આ જગ્યાઓથી ખૂબ શક્તિશાળી કિરણો નીકળે છે. એવામાં ફોટોગ્રાફિક પ્રક્રિયાથી આ સ્પોટ કાળા નજરે પડે છે. સૂરજની એવી તસવીર લેવાની પ્રક્રિયા ખૂબ મુશ્કેલ હોય છે.
ફોટોગ્રાફર દ્વારા સૂરજની તેજ કિરણોથી અંધ થતા બચાવવા માટે બે ફિલ્ટર સાથે એક વિશેષ દૂરબીનનો ઉપાયો કરવામાં આવ્યો છે. ડેઇલી મેલ સાથે વાત કરતા એન્ડ્ર્યુ મેકકાર્થીએ કહ્યું હતુ કે હું હંમેશાં સૂરજની તસવીરો લેવા માટે ઉત્સાહિત રહું છું. તે વાસ્તવમાં રસપ્રદ છે કેમ કે તે હંમેશાં પહેલાથી અલગ હોય છે. જ્યારે ચંદ્રમાની તસવીરો એ વાત પર નિર્ભર હોય છે કે આકાશ કેટલું સ્પષ્ટ છે. સૂરજ ક્યારેય કંટાળાજનક નથી હોતો અને આ દિવસે ખૂબ સ્પષ્ટ તસવીર મળી.
એન્ડ્ર્યુ મેકકાર્થી ઇન્સ્ટાગ્રામ પર કોસ્મિક બેકગ્રાઉન્ડ @cosmic-background નામથી એક અકાઉન્ટ પણ ચલાવે છે. સોલર કૉસ્મિક કિરણો સૂરજમાંથી નીકળે છે. તેમાં અત્યાધિક ઊર્જાવાળા કણ હોય છે. આ કિરણોમાં લગભગ 90 ટકા પ્રોટોન અને 10 ટકા હીલિયમના નાભિક હોય છે. તે ધરતીના વાયુમંડળ સાથે ટકરાવા પર સોલર તોફાન આવે છે.
Related Posts
Top News
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
Opinion
